ETV Bharat / bharat

કોરોનાથી સંક્રમિત થયા પછી ICUમાં દાખલ આસારામે કહ્યું કે, "હું જલદીથી બહાર આવીશ" - આસારમે કહ્યું કે ,હું જલ્દીથી જેલની બહાર આવીશ

જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ આસારમે એમજીએચ હોસ્પિટલમાં દાખલ થઈને કહ્યું કે, હું મારી શારીરિક પીડા સહન કરીશ પણ ભક્તોના દુ:ખ જોઈ શકતો નથી. હું જલ્દીથી બહાર આવીશ. બીજી તરફ આસારામના ભક્તો તેમને એઈમ્સમાં દાખલ કરવામાં રોકાયેલા છે.

ICUમાં દાખલ આસારામે કહ્યું કે, "હું જલદીથી બહાર આવીશ"

author img

By

Published : May 6, 2021, 1:27 PM IST

  • આસારામ કોરોના સંક્રમિત થયા
  • કોરોના સંક્રમિત થતા MGHમાં ખસેડાયા
  • સેવા કરનારો વ્યક્તિ પોઝિટિવ હોવાથી પોતે પણ થયા સંક્રમિત

જોધપુર: ગુરુવારે સવારે મહાત્મા ગાંધી હોસ્પિટલના ICUમાં દાખલ આસારામની તબિયત તપાસી તેમના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. અહીં કોરોના પોઝિટિવ આસારામ માસ્ક વિના ICUમાં દેખાયા છે. તે જ સમયે આસારામ કહે છે કે, તેઓ પોતાની શારીરિક વેદના સહન કરી શકે છે, પરંતુ તેમના ભક્તોના હૃદયના દુ:ખ સહન કરી શકતા નથી.

આ પણ વાંચો: જોધપુરની સેન્ટ્રલ જેલમાં આસારામ બાપુ કોરોના પોઝિટિવ, તબિયત બગડતા ICUમાં દાખલ

રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આસારામને MGHમાં ખસેડાયા

જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા આસારામે કહ્યું કે, જો તે વધુ બોલશે તો ભક્તો વધુ પરેશાન થઈ જશે. તમારી બધાની પ્રાર્થના છે કેે હું જલ્દીથી બહાર આવીશ. બુધવારે રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આસારામને MGHમાં ખસેડાયા હતા. ત્યારબાદથી આસારામના ઘણા સમર્થકો હોસ્પિટલની આસપાસ ફરતા હતા. આ અંગે પોલીસે પણ ખૂબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. જેના કારણે આસારામે કહ્યું કે, તે પોતાના ભક્તોના દુ:ખ જોઈ શકતા નથી.

આ પણ વાંચો: આસારામના 'રાઝ' ખોલતું પુસ્તક 'ગનિંગ ફોર ધ ગૉડમેન'

સેવા કરનારો વ્યક્તિ કોરોના પોઝિટિવ

અહીં આસારામના સમર્થકો તેમને જોધપુર એઈમ્સમાં ખસેડવાની કોશિશ કરી રહ્યા છે. જેથી આસારામને સારી સુવિધા મળી શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 84 વર્ષના આસારામની સેવા કરનારો વ્યક્તિ જેલમાં કોરોના પોઝિટિવ થયો હતો. તેના સંપર્કમાં આવવાથી આસારામનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.