- જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત લથડી
- આસારામના બિમાર થયાંની ખબર મળતાં જ સમર્થકો મોટી સંખ્યામાં દોડી આવ્યા
- જેલમાં બેચેની લાગવાની ફરિયાદ કરી
જોધપુર: રાજસ્થાનની જોધપુર જેલમાં આસારામની તબિયત અચાનક લથડી થઈ ગઈ હતી. પરિણામે, આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલની ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યા હતા આસારામે બેચેની લાગવાની ફરીયાદ કરતા તેને ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યા હતા. સગીર સાથે જાતીય શોષણના આરોપમાં આસારામ જોધપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
આસારામને ડોકટર દેખરેખ હેઠળ રખાયા
હોસ્પિટલમાં આસારામ જાતે જ કહ્યું હતું કે, તેના ઘૂંટણ કામ કરી રહ્યા નથી. બીપી હોવાથી તેને બેચેની થઈ રહી છે. આ સિવાય આસારામે પ્રોસ્ટેટ પ્રોબ્લેમ્સ વિશે પણ જણાવ્યું હતું. તે જ સમયે, આસારામને ઇમરજન્સીમાં જવાની માહિતી મળતા જ કેટલાક ભક્તો ત્યાં પહોંચી ગયા હતા. જેને પોલીસે બહાર કાઢ્યા હતી. આસારામને લગભગ સંપૂર્ણ સમય એક્સપ્રેસ રૂમમાં રાખવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ડોક્ટરોએ તેના બ્લડ સેમ્પલ પણ લીધા હતા. તેમજ કાર્ડિયોલોજીના ડોક્ટરને પણ બોલાવાયા હતા. આસારામના એક્સ-રે રિપોર્ટને ડોક્ટરે સિટી સ્કેન માટે મોકલ્યો છે. આસારામનો ઇસીજી રિપોર્ટ સામાન્ય આવ્યો છે.
જેલમાં બેચેની લાગવાની ફરિયાદ કરી
જેલ સુત્રોએ જણાવ્યું કે, રાત્રે 9 વાગ્યે આસારામ બેચેનીની ફરિયાદ કરી હતી. જે સમયે તેને જેલના દવાખાનામાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેને થોડા સમય માટે નિરીક્ષણમાં રાખવામાં આવ્યા હતા. સામાન્ય થયાં બાદ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આસારામને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આસારામની હાલત સામાન્ય હોવાનું કહેવાય રહ્યું છે.