- બારાબંકીમાં 28 જુલાઈએ એક દર્દનાક રોડ અકસ્માત થયો
- રોડ અકસ્માતમાં 19 લોકોના મોત થયા હતા
- અકસ્માત માટે NHAIને જવાબદાર ગણાવી FIR નોંધી
બારાબંકી (ઉત્તરપ્રદેશ) : જિલ્લામાં 28 જુલાઈએ બનેલા રોડ અકસ્માત માટે NHAIને જવાબદાર ગમાવતા ટોલ પ્લાઝા કર્મચારીઓ સહિત ટ્રક માલિક, ટ્રાવેલ એજન્સી, બસ ડ્રાઇવર અને ટ્રક ડ્રાઈવરની બેદરકારી બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સ્ટેશનના રામસનેહીઘાટમાં બે FIR નોંધવામાં આવી છે. એક FIR આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનાર મોનુ સાહનીના ભાઈ ફગુની સાહની વતી, તો બીજી FIR બારાબંકી વિભાગીય પરિવહન વિભાગના ARTO એન્ફોર્સમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવી છે.
19 લોકોની મોત થયા અને 16 લોકો ઇજાગ્રસ્ત
બુધવારે રાત્રે હરિયાણાથી બિહાર જઇ રહેલી એક બસ રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદી પુલ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 19 લોકોની મોત થઇ અને 16 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
લોકો ડાંગરનું વાવેતર પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા
બિહાર રાજ્યના સીતામઢી, માધોપુરા, સુપૌલ, સહરસા અને શિવહર સહિતના ઘણા જિલ્લાઓમાં વસતા મજૂરો, પંજાબ અને હરિયાણા પ્રાંત મજૂરી પર ડાંગરનું વાવેતર કરવા જાય છે. આ મજૂરો ગત 13 જૂને પહોંચ્યા હતા. આ લોકો ડાંગરનું વાવેતર પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા. આશરે 140 જેટલા મજૂરો એક જ બસમાં હતા. તેમની બસ બારાબંકી જિલ્લાના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદીના પુલ પાસે પહોંચી કે તરત બસની ધરી તૂટી ગઈ હતી.
આ પણ વાંચો : CCTV : રિક્ષાની ઠોકરે બાઈકચાલક જમીન પર પટકાયા , પાછળથી આવતો ટ્રક માથા પર ફરી વળ્યો
પ્રવાસીઓ બસની સામેના રસ્તા પર બેસીને આરામ કરવા લાગ્યા
બસના ચાલક અને ક્લિનરે બસના સમારકામની વ્યવસ્થા શરૂ કરી દીધી હતી. બધા પ્રવાસી બસમાંથી નીચે ઉતર્યા હતા. રાત્રિભોજનને કારણે કેટલાક પ્રવાસીઓ બસની સામેના રસ્તા પર બેસીને આરામ કરવા લાગ્યા અને અન્ય લોકો બસની આસપાસ ફરતા હતા. આ દરમિયાન લખનૌ બાજુથી આવી રહેલી એક ઝડપી બસે બસને ખરાબ રીતે ટક્કર મારી હતી. જેના કારણે 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એક ડઝનથી વધુ ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 4ના સારવાર દરમિયાન મોત થયા હતા.
એક્સેલ બ્રેકડાઉન અને અકસ્માત વચ્ચે લગભગ સાડા ચાર કલાકનો સમય હતો
આ કેસમાં ARTOએ કબૂલ્યું હતું કે, એક્સેલ બ્રેકડાઉન અને અકસ્માત વચ્ચે લગભગ સાડા ચાર કલાકનો સમય હતો. પરંતુ સંબંધિત ટોલ પ્લાઝા દ્વારા કોઈ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ન હતું અને બસના સંબંધમાં કોઈ મદદ આપવામાં આવી ન હતી. ટોલ કામદારો દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવ્યું હોત અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હોત તો અકસ્માતને રોકી શકાયો હોત. ARTOએ આ અકસ્માત માટે NHAIને દોષી ઠેરવ્યો હતો.
ટોલ પ્લાઝા કર્મચારીઓ વિરુદ્ધ રામસનેહી ઘાટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો
આ સ્થિતિમાં બસ ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર, ટ્રાવેલ એજન્સી સહિતના ટોલ પ્લાઝા કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. આ કેસમાં સહાયક ડિવિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર એન્ફોર્સમેન્ટ રાહુલ શ્રીવાસ્તવની ફરિયાદ પરથી બન્ને વાહન માલિકો, અજાણ્યા વાહનચાલકો અને સંબંધિત ટોલ પ્લાઝા કર્મચારીઓ વિરુદ્ધ રામસનેહી ઘાટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો -
- સુરતના વેસુમાં રોડ અકસ્માતમાં BAના વિદ્યાર્થીનું અજાણ્યા બાઇક ચાલકની અડફેટે આવતા મોત
- હાઈવે પર અકસ્માત રોકવા વલસાડ પોલીસ વિશેષ પાયલટ પ્રોજેક્ટ બનાવશે
- નવસારી : માયાતલાવડી પાસે ડમ્પરની અડફેટ આવી જતા સાલેજના ડૉક્ટરનું મોત
- Road Accident: જોધપુરમાં ભયાનક રોડ અકસ્માત, 5 લોકોના કમકમાટી ભર્યા મોત
- Accident News: ઉત્તરપ્રદેશમાં બસ અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત થતા 6નાં મોત, અનેક ઈજાગ્રસ્ત
- UPના બલરામપુરમાં DCM પલટી ખાઈ જતાં 26 લોકો ઈજાગ્રસ્ત
- ઉત્તરપ્રદેશમાં પૂરઝડપે આવતી શતાબ્દી બસ પલટી, 1 ડઝનથી વધારે લોકો ઈજાગ્રસ્ત