ETV Bharat / bharat

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર બોલ્યા મદની, મોદી અને બાબરમાં કોઈ ફરક નહીં, બંને પર એક સરખો આરોપ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જમીયત ઉલેમા હિંદના અધ્યક્ષ અરશદ મદનીએ લખનઉના નક્ખાસના સુન્ની કોલેજમાં જમીયત ઉલેમા હિન્દની કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એક ટિપ્પણી કરી હતી. મદનીએ પોતાના નિવેદનમાં મોદી અને બાબરને એક સરખા ગણાવ્યાં હતાં, તો સામે ભાજપે પણ મદનીને વળતો જવાબ આપ્યો છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર અરશદ મદનીનું નિવેદન

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 12:17 PM IST

લખનૌ: જમીયત ઉલેમા હિંદના પ્રમુખ અરશદ મદનીએ ગુરુવારે લખનૌમાં કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જે લોકો સામેલ થઈ રહ્યાં તેમનામાં અને બાબરમાં કોઈ તફાવત નથી. બાબરે મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી તો હવે આ લોકો મસ્જિદ તોડીને મંદિર બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ કેસમાં સુપ્રીમ કોર્ટે ક્યારેય એવું નથી કહ્યું કે, મસ્જિદ તોડીને મંદિર બનાવવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ આલોક અવસ્થીનો મદનીને જવાબ

ભાજપનો મદનીને જવાબ: મદનીના નિવેદનના જવાબમાં ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે, જે લોકો સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને ખોટો કહે છે તેઓએ પોતાના વિશે વિચારવું જોઈએ. ચોક્કસ અરશદ મદનીને પણ અયોધ્યામાં બોલાવવાની જરૂર છે. મદનીએ આ પ્રકારનું નિવેદન લખનૌના નખાસની સુન્ની કોલેજમાં જમીયત ઉલેમા હિંદના સંમેલન દરમિયાન મીડિયા સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું.

બાબર અને પીએમ મોદી એક: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સામેલ થવા પર મદનીએ કહ્યું, જે આરોપ બાબર પર હતો તે જ આરોપ આ લોકો પર છે. બાબરે મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી એટલે આ લોકોએ મસ્જિદ તોડીને મંદિર બનાવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં પણ આ વાત સાબિત થઈ ચૂકી છે. મંદિરે તે મસ્જિદની જમીનને અખાડાને સોંપી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે તેમણે કહ્યું કે આ નિર્ણયનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.

મસ્જિદ તોડીને મંદિર બનાવ્યું: મસ્જિદને તોડવામાં આવી હતી તે વાસ્તવિક્તા છે. હલાલ સર્ટિફિકેશનને લઈને મદનીએ કહ્યું કે, યૂપીમાં કોઈ હલાલ સર્ટિફિકેશન નથી. મદરેસાઓની તપાસને લઈને મદનીએ કહ્યું કે, તેવા મદરેસાઓની તપાસ થવી જોઈએ જેઓ સરકાર પાસેથી ફંડ લે છે. બાકી કોઈ મદરેસામાં વિદેશની ફંડિંગ નથી.

મદનીને પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બોલાવો: અરશદ મદનીના નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ આલોક અવસ્થીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે એ નિર્ણય લીધો છે કે, જ્યાં રામ જન્મભૂમિ છે, ત્યાં રામ મંદિર હતું. જેને તોડીને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મદનનો આ નિર્ણય ખોટો દેખાઈ રહ્યો છે. રામ મંદિર બની રહ્યું છે અને હું તો કહીશ કે, મદનીને પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત કરીને આ બધું બતાવવું જોઈએ.

  1. ભગવાન રામ માટે કંબોડિયાથી હળદર, થાઈલેન્ડના અયોધ્યાથી માટી તો જોધપુરથી 600 કિલો ગાયનું ઘી આવ્યું
  2. અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદમાં ધ્વજ સ્તંભ બનાવવામાં આવી રહ્યો છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.