ETV Bharat / bharat

Jammg Kashmir: પૂંછમાં 3 નાગરિકોની કથિત કસ્ટોડિયલ હત્યા અંગે સેના દ્વારા કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ - પૂંછમાં નાગરિકોની હત્યા

ભારતીય સેનાએ ત્રણ નાગરિકોની કથિત કસ્ટોડિયલ હત્યા મામલે કોર્ટમાં તપાસનો આદેશ આપ્યો છે. જે સુરનકોટ પૂંછમાં સતત કરાયેલા હુમલામાં સૈનિકો દ્વારા ઝડપાયેલા લોકોમાં સામેલ હતા.

army orders court of inquiry
army orders court of inquiry
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 12:19 PM IST

જમ્મુ અને કાશ્મીર: પુંછ જિલ્લામાં સેનાના બે વાહનો પર ઓચિંતા હુમલા બાદ ત્રણ નાગરિકોની કથિત કસ્ટડીમાં થયેલી હત્યા અંગે ભારતીય સેનાએ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. આ જેમાં ઓછામાં ઓછા ચાર સૈનિકો માર્યા ગયા હતા અને ત્રણ અન્ય સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર નાગરિકોની હત્યા બાદ કમાન્ડ લેવલ પર ફેરફાર થવાની શક્યતા છે.

પરિવારજનોનો આરોપ: પૂંછ જિલ્લાના બુફલિયાઝના ટોપા પીર ગામમાં રહેતા ત્રણ નાગરિકોની ઓળખ સફીર હુસૈન (43), મોહમ્મદ શોકેત (27) અને શબીર અહમદ (32) તરીકે કરવામાં આવી છે. જેઓ ઓચિંતા હુમલાના એક દિવસ પછી શુક્રવારે 22 ડિસેમ્બરે સેના દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. ડેરા કી ગલીમાં સેના પર હુમલામાં ચાર સૈનિકો માર્યા ગયા, ત્રણ નાગરિકો રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનોએ સૈનિકો પર ત્રાસ ગુજાર્યાનો આરોપ લગાવ્યો હતો.

  • Terrorist Initiated Incident at Bafliaz in Poonch-Rajouri Sector (21/ 22 Dec 23).

    Search operations by the Security Forces are continuing in the area of operations after the incident of 21 Dec 23. Reports have been received regarding three civilian deaths in the area. The matter… pic.twitter.com/KLwtC2C2nm

    — ADG PI - INDIAN ARMY (@adgpi) December 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સેનાએ કહ્યું કે 21 ડિસેમ્બર 23ની ઘટના પછી ઓપરેશનના વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. આ વિસ્તારમાં ત્રણ નાગરિકોના મૃત્યુ અંગેના અહેવાલો પ્રાપ્ત થયા છે. મામલાની તપાસ ચાલી રહી છે. ભારતીય સેના તપાસના સંચાલનમાં સંપૂર્ણ સમર્થન અને સહકાર આપવા માટે પ્રતિબદ્ધ છે.

સરકારે શરૂ કરી તપાસ: સ્થાનિકો અને રાજકીય પક્ષોના હોબાળા બાદ, J&K સરકારે જણાવ્યું હતું કે તેમણે આ ઘટનામાં કાનૂની કાર્યવાહી શરૂ કરી છે અને પીડિત પરિવારોને વળતર અને નજીકના સંબંધીઓને નોકરી આપવાની જાહેરાત કરી છે. 21 ડિસેમ્બરના રોજ ઢેરા કી ગલી અને બુફલિયાઝ વચ્ચે સશસ્ત્ર આતંકવાદીઓએ આર્મીના બે વાહનો પર હુમલો કર્યો હતો. જેમાં ચાર સૈનિકો માર્યા ગયા અને ત્રણ ઘાયલ થયા.

સર્ચ ઓપરેશન શરૂ: આ હુમલો ત્યારે થયો જ્યારે આર્મીના જવાનો થાનામંડી-સુરનકોટ ક્ષેત્રના ઢેરા કી ગલીના સામાન્ય વિસ્તારમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન માટે જઈ રહ્યા હતા. હુમલા બાદ સેનાએ ગીચ જંગલવાળા વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

  1. Year-ender 2023 : વર્ષ 2023 ની માનવતાને શર્મસાર કરતી ઘટના, ઉજ્જૈનમાં અર્ધ-નગ્ન હાલતમાં સગીર બાળકી મદદ માંગતી રહી
  2. Good Governance Day: શું તમે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના જીવન સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો જાણો છો?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.