- આર્મી ચીફ નરવાણે શુક્રવારે પૂર્વી લદ્દાખની બે દિવસીય મુલાકાતે
- જનરલ નરવાણેએ ભારતીય સેનાની તૈયારીઓની જાણકારી લીધી
- ચીનની ભારતીય સીમામાં ઘુસણખોરી અંગે આપ્યું નિવેદન
લદ્દાખ, જમ્મુ કાશ્મીર : આર્મી ચીફ એમએમ નરવાણે (Army Chief General M M Naravane) શુક્રવારે પૂર્વી લદ્દાખની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે પૂર્વીય લદ્દાખની અડીને આવેલા ચાઇના બોર્ડર (LAC) પર ભારતીય સેના (Indian Army )ની તૈયારીઓની જાણકારી લીધી હતી. આ સિવાય તેમણે રેજાંગલા યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ભારત-ચીન સરહદ પર વિરામ
ભારત-ચીન સરહદ પર વિરામ અંગે નિવેદન આપતા કહ્યું કે, છેલ્લા 6 મહિનામાં પરિસ્થિતિ એકદમ સામાન્ય રહી છે. અમે આશા રાખીએ છીએ કે 13 માં રાઉન્ડની વાતચીત ઓક્ટોબરના બીજા સપ્તાહમાં થશે અને અમે સૈન્યને કેવી રીતે ઘટાડવું તે અંગે સર્વસંમતિ પર પહોંચીશું. આ ઉપરાંત નરવણેએ કહ્યું કે, બન્ને દેશ તમામ મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરશે. મને પૂરો વિશ્વાસ છે કે, મતભેદોને વાતચીત દ્વારા ઉકેલી શકીએ છીએ."
ચીને મોટી સંખ્યામાં સેનનાને તૈનાત કરી
લદ્દાખની મુલાકાતે આવેલા આર્મી ચીફે કહ્યું કે, ચીની સેનાએ પૂર્વીય લદ્દાખ અને ઉત્તરી મોરચા પર આપણા પૂર્વીય ક્ષેત્ર સુધી મોટી સંખ્યામાં સેનનાને તૈનાત કરી છે. ચોક્કસપણે આગળના વિસ્તારોમાં પણ સૈનાકોનો વધારો થયો છે, જે આપણા માટે ચિંતાનો વિષય છે, પરંતુ આપણે તેમની તમામ પ્રવૃત્તિઓ પર નિયમિત દેખરેખ રાખી રહ્યા છીએ. મળતી માહિતીના આધારે, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સૈનિકોની દ્રષ્ટિએ સમાન વિકાસ કરી રહ્યા છીએ, જે કોઈપણ ખતરાનો સામનો કરવા માટે જરૂરી છે. અત્યારે આપણે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.
તમામ સ્તરે વાતચીત ચાલુ
આર્મી ચીફે કહ્યું કે, સરહદ પરની સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં છે. સેના નિયમિત તપાસ કરે છે. ચીન સાથે સરહદી વિવાદના સમાધાન માટે તમામ સ્તરે વાતચીત ચાલી રહી છે. અત્યાર સુધી 12 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. 13 મા રાઉન્ડની મંત્રણા ટૂંક સમયમાં યોજાશે. અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં તમામ મુદ્દાઓ ઉકેલાઈ જશે.
આર્મી ચીફે પાકિસ્તાન પર પણ કહ્યું
જનરલ નરવાણે કહ્યું કે, પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ કરાર ખૂબ જ સારો હતો, પરંતુ છેલ્લા બે મહિનાથી ઘુસણખોરીના પ્રયાસો વધી રહ્યા છે. પાકિસ્તાન સેનાની જાણકારી વગર ઘૂસણખોરીના પ્રયાસો થઈ શકતા નથી. અમે દરેક સ્તરે વાત કરી છે અને તેના પર ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: