હૈદરાબાદ: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma And Virat Kohli) આ દિવસોમાં પતિ વિરાટ કોહલી સાથે IPLમાં ધૂમ મચાવી રહી છે. અનુષ્કા વિરાટની ટીમની મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી. આ દરમિયાન અનુષ્કાએ પણ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ગ્લેન મેક્સવેલના લગ્નના ફંક્શનમાં (Wedding Function) હાજરી આપી હતી, જ્યાંથી અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: બોલિવૂડની આ અભિનેત્રીએ બાળપણની શેર કરી તસવીર, શું તમે ઓળખો છો...
ઓસ્ટ્રેલિયા મેક્સવેલે ભારતીય યુવતી સાથે કર્યા લગ્ન : મેક્સવેલે તાજેતરમાં ભારતીય યુવતી વિની રમન સાથે લગ્ન કર્યા છે. આ પાર્ટીમાં અનુષ્કા અને વિરાટ પણ પહોંચ્યા હતા. આ ફંક્શનમાં વિરાટે પુષ્પા ફિલ્મના સુપરહિટ આઈટમ સોંગ 'ઓ અંટવા' પર ડાન્સ પણ કર્યો હતો. અનુષ્કા શર્માએ આ પાર્ટીની 2 સુંદર તસવીરો શેર કરી છે. આ પાર્ટીમાં અનુષ્કા અને વિરાટ એથનિક ટ્રેડિશનલ લુકમાં પહોંચ્યા હતા. ફોટોમાં તમે જોશો કે અનુષ્કાએ પિંક કલરનો સૂટ પહેર્યો છે અને વિરાટે બ્લૂ કલરનો કુર્તો અને વ્હાઇટ કલરનો પાયજામા પહેર્યો છે.
અનુષ્કા શર્માએ શેર કરી તસવીરો : આ તસવીરો શેર કરતાં અનુષ્કાએ લખ્યું છે કે, 'લગ્નના ફંક્શન બબલમાં, હવે મને લાગે છે કે મેં દરેક ફંક્શન બબલમાં સેલિબ્રેટ કર્યું છે. તમને કોવિડ-19ના કારણે ખેલાડીઓને હજુ પણ બબલ સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. હવે અનુષ્કાની આ પોસ્ટ પર ચાહકોથી લઈને સેલેબ્સ આ જોડી પર પ્રેમ વરસાવી રહ્યા છે.
આ પણ વાંચો: આમિરે રિલીઝ કર્યું 'લાલ સિંહ ચઢ્ઢા'નું પહેલું ગીત, કહ્યું - "ગીતો ફિલ્મનો આત્મા"
અનુષ્કા શર્માનું વર્કફ્રન્ટ : અનુષ્કા શર્મા ફરી એકવાર સ્ક્રીન પર કમબેક કરી રહી છે. તે ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ'થી ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં અભિનેત્રી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ બોલર ઝુલન ગોસ્વામીની ભૂમિકા ભજવશે. અનુષ્કા આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી રહી છે અને તે પોતાની પ્રેક્ટિસની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. અનુષ્કા છેલ્લે શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે ફિલ્મ 'ઝીરો'માં (2018)જોવા મળી હતી.