અમરાવતી, આંધ્રપ્રદેશ : કાકીનાડા શહેરમાં સરકારી વકીલની હત્યાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વિશેષ POCSO કોર્ટમાં સરકારી વકીલ તરીકે કામ કરતા અકબર આઝમનું 23 જૂને અવસાન થયું હતું. આઝમની પત્નીએ તેના સંબંધીઓને કહ્યું હતું કે, આ કુદરતી મૃત્યુ છે, પરંતુ જૂના ફોનની વોટ્સએપ ચેટથી હત્યાનો ખુલાસો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આઝમની પહેલી પત્નીનું લગભગ 15 વર્ષ પહેલા અવસાન થયું હતું. આ પછી તેણે યનમની રહેવાસી 36 વર્ષીય અહમદુન્નિસા બેગમ સાથે લગ્ન કર્યા (wife killed Her husband) હતા. આઝમને બેગમથી એક પુત્ર અને એક પુત્રી છે. આ વાસ્તવમાં, આઝમના મૃત્યુના થોડા દિવસો પહેલા, તેણે તેની પત્ની માટે એક નવો મોબાઇલ ફોન ખરીદ્યો હતો અને તેના કારણે જૂનો ફોન તેના પિતાને આપ્યો હતો. આ ફોન હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસ માટે મદદગાર સાબિત થયો હતો. Public Prosecutor Murder Case
આ પણ વાંચો : એડવોકેટ મેહુલ બોઘરાની હત્યાના પ્રયાસમાં તેની જ સામે પણ ગુનો દાખલ
પિતાને શંકા જતાં તેઓ પોલીસ પાસે પહોંચ્યા : આઝમના પિતા પોતાના પુત્રના મોતના કારણ અંગે શરૂઆતથી જ શંકાશીલ હતા. મૃતકના પિતાએ ફોન પરનો ડેટા ચેક કર્યો અને વોટ્સએપ પર બન્ને લોકો સાથેની ચેટ વાંચી હતી. આ દરમિયાન, ખબર પડી કે તેઓ તેમના એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં જ ફ્લેટમાં રહેતા હતા. તેઓની ઓળખ રાજસ્થાનના વતની રાજેશ જૈન અને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ કિરણ તરીકે થઈ હતી. મહિલાનું તેની સાથે કથિત રીતે અફેર હતું. આઝમના પિતાએ 17 ઓગસ્ટે પોલીસનો સંપર્ક કર્યો અને તેમના પુત્રના મૃત્યુના કારણ અંગે શંકા વ્યક્ત કરી હતી. જે બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. Public Prosecutor Akbar Azam Murder
આ પણ વાંચો :તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સગીરાની જાહેરમાં કરાઇ હત્યા
હત્યામાં પત્નીની મુખ્ય ભૂમિકા : આઝમના પિતાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, 23 જૂને આઝમની પત્નીએ તેને ખાવાની સાથે ઉંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. તે ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ કિરણે કપડા પર ક્લોરોફોર્મ નાખીને આઝમના નાક પર દબાવી દીધું હતું. આ દરમિયાન, રાજેશ જૈન ફ્લેટની બહાર નજર રાખી રહ્યો હતો. આઝમનું મૃત્યુ ઊંઘની ગોળીઓના ઓવરડોઝને કારણે થયું હતું. પોલીસે આઝમની પત્ની અને અન્ય બે સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આઝમના મૃતદેહને કબરમાંથી બહાર કાઢ્યા બાદ પોલીસે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. Wife Crime With husband