મંડપેટાઃ આંધ્ર પ્રદેશ પોલીસે એક એવા મહા ઠગની ધરપકડ કરી છે જના વિરુદ્ધ અનેક રાજ્યોમાં 100થી વધુ ગુનાઓ નોંધાયા છે. આ ઠગ પોતે બહુ મોટો અધિકારી હોવાનું કહીને નાણાં વસૂલતો હતો. આ ઠગની ધરપકડને પરિણામે અનેક ગુનાનો ભેદ ઉકેલી શકાશે તેવી આશા પોલીસને છે. જો કે અત્યારે પોલીસ આરોપીની પુછપરછમાં લાગી છે. આ આરોપી વિરુદ્ધ કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં 100થી વધુ ગુના નોંધાયા છે.
પોલીસ અનુસાર આરોપી 7મુ ધોરણ પાસ છે. ભૂતકાળમાં આ આરોપી નાના ગુનામાં પકડાયો અને જેલવાસ દરમિયાન અઠંગ ગુનેગારોના સંપર્કમાં આવ્યો. આ સંપર્કને કારણે તે પાક્કો બદમાશ બની ગયો હતો. આ ઠગ ઓનલાઈન સમાચાર વાંચતો અને વિવિધ મામલામાં સામેલ મોટા અધિકારીઓ વિષયક જાણકારી પ્રાપ્ત કરતો હતો. તે અધિકારીઓના ફોન નંબર પણ મેળવી લેતો હતો. તે પોતાને ઉપરી અધિકારી તરીકે ઓળખાવી મોટી રકમ પડાવી લેતો હતો.
ડૉ. બી આર આંબેડકર કોનસીમા જિલ્લા મંડપેટા ગ્રામીણ પોલીસે મંગળવારે આ આરોપીની ધરપકડ કરી હતી. તેની મોડસ ઓપરન્ડીની માહિતી રામચંદ્રપુરમ ડીએસપી ટીએસઆરકે પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં આપી છે. અનંતપુર જિલ્લાના નલમાડા મંડળના વેલામડ્ડીના રચમપલ્લી શ્રીનિવાસ ઉર્ફે મંગલા શ્રીનુ ઉર્ફે વાસુ સોનાના દોરાની તફડંચી કરતો હતો. તેની ધરપકડ થયા બાદ તે જેલ ગયો. જેલમાં તેની મુલાકાત મોટા ગુનેગારો સાથે થઈ. તેમની પાસેથી તે સરળતાથી પૈસા કમાવવાના કિમીયા શીખતો હતો. આ દરમિયાન તે પોલીસ અધિકારીઓના હાવ ભાવનું પણ અવલોકન કરતો હતો.
જેલમાંથી છુટ્યા બાદ તેને વિવિધ વિભાગોના ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીનો સામનો કરતા અધિકારીઓના નંબર એકત્ર કર્યા. ફોન કરીને તે કહેતો કે તે ડીઆઈજી, આઈજી અને એસીબી ઓફિસથી વાત કરી રહ્યો છે. તે અધિરાકીઓને ધમકી આપી ભારે રકમ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હતો. તેને જેલ અને અન્ય વિભાગોના અધિકારીઓને પણ ચુનો લગાવ્યો હતો. આરોપીએ તેલંગાણા, બેંગાલુરુ, કડપ્પા, ચિત્તુર, અનંતપુર અને કોનસીમાં જિલ્લામાં 100થી વધુ ગુના આચર્યા હતા. તેના વિરુદ્ધમાં અનેક બીનજામીન પાત્ર વોરંટ પણ જાહેર થયા હતા.
આંબેડકર કોનસીમા જિલ્લાના મંડાપેટ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં એએસઆઈના પર કાર્યરત એવા વેંકટેશ્વર રાવને આરોપીએ ફોન પર ધમકી આપી કે તે એસીબી ઓફિસથી વાત કરી રહ્યો છે. તેને આ એએસઆઈ પાસેથી 3 લાખ વસૂલ્યા હતા. ગ્રામીણ એએસઆઈએ ગયા વર્ષે 16મી ડિસેમ્બરના રોજ કેસ દાખલ કરીને તપાસ આદરી હતી. કર્ણાટક પોલીસની મદદથી આરોપી વિષયક માહિતી એકત્ર કરવામાં આવી. જેના લીધે તે મંગળવારે રાજામહેન્દ્રવરમ રેલવે સ્ટેશનના સાયકલ સ્ટેન્ડ પાસેથી આ આરોપીને ઝડપી લેવાયો.
આરોપી બીજા લોકોના ફોન વાપરતો અને ફોન પેના માધ્યમથી પૈસા લેતો હતો. તપાસમાં માલૂમ પડ્યું કે તે નાના ફોન યૂઝ કરતો જેથી તેના ફોન ટેપ ન થઈ શકે અને કાંડ કરી લીધા બાદ તે ફોન ફેંકી દેતો હતો. ડીએસપી પ્રસાદે આ ગુનાને પોતાની કુનેહથી ઉકેલનાર ગ્રામીણ એએસઆઈ શિવકૃષ્ણ, હેડ કોન્સ્ટેબલ નક્કા નારાયણ, કોન્સ્ટેબલ રવિકિશોર અને ગંગારાજને ધન્યવાદ પાઠ્યા હતા.