પટિયાલા/લુધિયાણા: પંજાબ પોલીસે 18 માર્ચે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ યુદ્ધ સ્તરીય કાર્યવાહી શરૂ કરી હતી. જે મામલે પોલીસ તપાસ દરમિયાન લુધિયાણા અને પટિયાલાના કેટલાક સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. અમૃતપાલ ગુલાબી પાઘડી પહેરીને રસ્તા પર જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Amritpal Singh: ખાલિસ્તાન બનાવવાની તૈયારીમાં હતો અમૃતપાલ, ઘરમાંથી મળ્યો ખાલિસ્તાન માટે નવો ધ્વજ અને ચલણ
પટિયાલામાં રોકાયો અમૃતપાલ: અમૃતપાલ સિંહ અને તેનો સાથી પાપલપ્રીત લુધિયાણા રોડ પર જોવા મળ્યા હતા. 18 માર્ચની સીસીટીવી સામે આવ્યા છે. અમૃતપાલ પાપલપ્રીત સાથે ગુલાબી પાઘડી પહેરીને રસ્તા પર જોવા મળ્યો હતો. સામે આવેલી માહિતી પ્રમાણે ફિલૌરથી તેણે સ્કૂટી સવાર પાસેથી લિફ્ટ લીધી અને લાડોવાલના પાકા રસ્તા પર પહોંચ્યા હતા. અહીં પણ તે સીસીટીવી કેમેરામાં દેખાય છે. સીસીટીવીમાં તેની સાથે ત્રીજો વ્યક્તિ પણ નજરે પડ્યો હતો. પરંતુ તેની ઓળખ હજુ થઈ શકી નથી. આ વીડિયો શેરપુર ચોક પર અમૃતપાલ પપલપ્રીત સાથે બસની નજીક આવતો હોવાનું સામે આવ્યું
ઓળખ છુપાવી: સામે આવેલી માહિતી પ્રમાણે અમૃતપાલ પટિયાલા રોડ પર ગુરુદ્વારા સહર નિવારણ સાહિબ પાસે જોવા મળ્યો હતો. અમૃતપાલે તેની ઓળખ ન થાય તે માટે તેના ચહેરા પર માસ્ક લગાવી દીધું હતું. ફોટામાં જોવા મળી રહ્યું છે કે અમૃતપાલ એક હાથમાં કાળી બેગ લઈ રહ્યો છે. પપલપ્રીતે પોતાનો દેખાવ પણ બદલ્યો છે અને ખુલ્લી દાઢીને બદલે દાઢી બાંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક દિવસ અમૃતપાલ તેના પાર્ટનર પાપલપ્રીત સાથે શાહબાદની સિદ્ધાર્થ કોલોનીમાં રોકાયો હતો. અમૃતપાલ અને તેનો સાથી સફેદ રંગની એક્ટિવામાં શાહબાદ પહોંચ્યા અને બીજા દિવસે બલજીત કૌરે તેમને તે જ એક્ટિવામાં પટિયાલામાં મુકી દીધા, જેના CCTV ફુટેજ સામે આવ્યા છે.
આ પણ વાંચો: Amritpal Singh Case: અમૃતપાલના ગુપ્તચર એજન્સીઓએ બેંક ખાતાઓ કર્યા ફ્રીઝ, હજુ ફરાર