સબરૂમ-ત્રિપુરાઃ ચૂંટણીલક્ષી ત્રિપુરામાં એક રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જાહેરાત (amit shah in tripura) કરી હતી કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર આવતા વર્ષે 1 જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જશે. ચૂંટણીલક્ષી ત્રિપુરામાં (Tripura Assembly election 2023) એક જાહેર સભાને સંબોધતા શાહે કહ્યું કે કોંગ્રેસ અને સીપીઆઈ(એમ)એ લાંબા સમયથી રામ મંદિરના મુદ્દાને કોર્ટના અધિકારક્ષેત્રમાં રાખ્યો હતો, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ મામલે કોર્ટનો ચુકાદો.
આ પણ વાંચોઃ કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને વાયરલ ઇન્ફેક્શન થતા ગંગારામ હોસ્પિટલમાં કરાયા દાખલ
કોંગ્રેસ પર પ્રહારઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi Congress Leader) પર પ્રહાર કરતા શાહે કહ્યું, "રાહુલ બાબા સબરૂમ પાસેથી સાંભળો, 1 જાન્યુઆરી, 2024 સુધીમાં ભવ્ય રામ મંદિર તૈયાર થઈ જશે." શાહે દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં સબરૂમમાં બીજેપીની રથયાત્રાને લીલી ઝંડી બતાવી. આ પહેલા તેમણે ઉત્તર ત્રિપુરા જિલ્લાના ધર્મનગર ખાતેથી રથયાત્રાને પણ લીલી ઝંડી આપી હતી. આ રથયાત્રાઓનો હેતુ આ વર્ષની શરૂઆતમાં રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે લોકોને જણાવવાનો છે.
આ પણ વાંચોઃ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ લીધી દરગાહ મુલાકાત, જાણો પાર્ટીએ કેમ પ્રચાર ન કર્યો
મોદીના હાથમાં દેશ સુરક્ષિતઃ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મોદીના હાથમાં દેશ સુરક્ષિત છે. તેમણે કહ્યું, "કાશ્મીરમાં પુલવામાની ઘટનાના દસ દિવસની અંદર, મોદીના નેતૃત્વમાં ભારતીય સૈનિકો પાકિસ્તાનની અંદર ગયા અને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું." નોંધનીય છે કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ એક આત્મઘાતી બોમ્બરે પુલવામા જિલ્લામાં CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલાને નિશાન બનાવ્યું હતું, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. આ પછી 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એક આતંકવાદી કેમ્પને નિશાન બનાવીને નષ્ટ કરી દીધો હતો.