મોગાદિશુ શહેરની હયાત હોટલ પર અજાણ્યા સશસ્ત્ર હુમલાખોરો દ્વારા હુમલો (Gunmen Attack Hotel In Mogadishu) કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ કાર પર બોમ્બ વિસ્ફોટ કર્યા અને ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 8 નાગરિકો માર્યા ગયા (8 Civilians Were Killed In Attack) હતા, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને હયાત હોટલમાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલ કાયદા સાથે જોડાયેલા અલ શબાબ જૂથે હુમલાની જવાબદારી લીધી છે.
આ પણ વાંચો મુંબઈ ટ્રાફિક પોલીસને પાકિસ્તાની નંબર પરથી હુમલાની મળી ધમકી
હયાત હોટલ પર હુમલો મીડિયા રિપોર્ટ્સ અનુસાર હયાત હોટલ પર હુમલા બાદ સુરક્ષા દળો અને જેહાદી જૂથના બંદૂકધારીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, બંદૂકધારી હજુ પણ બિલ્ડિંગની અંદર છુપાયેલા છે. સાક્ષીઓએ જણાવ્યું હતું કે, અલ શબાબના લડવૈયાઓએ શુક્રવારે સોમાલી રાજધાની મોગાદિશુમાં એક હોટલ પર ગોળીબાર અને વિસ્ફોટ સાથે હુમલો (Gunmen Attack Hotel In Mogadishu) કર્યો હતો. આ હુમલામાં જાનહાનિના અહેવાલ છે.
આ પણ વાંચો હિમાચલના મંડીમાં ભૂસ્ખલન, એક જ પરિવારના 7 લોકો દટાયા
હોટલની બહાર બીજો થયો હતો વિસ્ફોટ બંદૂકધારીઓ બળજબરીથી હોટલમાં ઘૂસ્યા તેની થોડીવાર પહેલા જ જોરદાર વિસ્ફોટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળો હજુ પણ બિલ્ડિંગની અંદર છુપાયેલા હુમલાખોરોને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાક્ષીઓએ જણાવ્યું હતું કે, પ્રથમ વિસ્ફોટની થોડી મિનિટો પછી હોટલની બહાર બીજો વિસ્ફોટ થયો હતો, જેમાં બચાવ ટીમના સભ્યો અને સુરક્ષા દળોના સભ્યો જે પ્રથમ વિસ્ફોટ પછી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, હવે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સુરક્ષા દળો અને બંદૂકધારીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે.