ETV Bharat / bharat

Ahmedabad Serial Blast Case: દિલ્હીથી બોમ્બ પ્લાન્ટ કરવા આવ્યા હતા ઇન્ડિયન મુઝાહિદ્દીનના 12 આતંકવાદી - અમદાવાદના મણિનગરમાં બોમ્બ બ્લાસ્ટ

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial Blast Case)માં કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. 11 દોષિતોને જનમટીપની સજા સંભળાવી છે. આ સિરિયલ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા. કોર્ટે 49 આરોપીઓને દોષી માન્યા હતા.

Ahmedabad Serial Blast Case: દિલ્હીથી બોમ્બ પ્લાન્ટ કરવા આવ્યા હતા ઇન્ડિયન મુઝાહિદ્દીનના 12 આતંકવાદી

author img

By

Published : Feb 18, 2022, 4:51 PM IST

અમદાવાદ: 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast Case) પર ચૂકાદો આવી ગયો છે. વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસીની સજા (death sentence in ahmedabad blast case) સંભળાવી છે, જ્યારે 11ને જનમટીપની સજા સંભળાવવામાં આવી છે. સિરિયલ બ્લાસ્ટ મામલે કોર્ટે 49 આરોપીઓને દોષી માન્યા (ahmedabad serial blasts verdict) હતા. અમદાવાદમાં 26 જુલાઇ 2008ના તબક્કાવાર બોમ્બ બ્લાસ્ટ થયા હતા.

13 વર્ષથી પણ વધારે સમય સુધી કેસ ચાલ્યો

70 મિનિટની અંદર 56 લોકોના મોત (Ahmedabad serial bomb blast death) થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટમાં 200થી વધારે લોકો ઘાયલ થઈ ગયા હતા. અદાલતમાં 13 વર્ષથી પણ વધારે સમય સુધી કેસ ચાલ્યો. ગત અઠવાડિયે 49 લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને 28 અન્યને સ્પશિયલ કોર્ટે (special court ahmedabad) છોડી મુક્યા હતા. આવો જાણીએ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટની પાછળની સંપૂર્ણ કહાની.

આ પણ વાંચો: Ahmedabad Blast Case Judgment: 49માંથી 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી

દિલ્હીથી બોમ્બ પ્લાન્ટ કરવા આવ્યા હતા 12 આતંકવાદી

વર્ષ 2008માં અમદાવાદમાં બોમ્બ પ્લાન્ટ કરવા માટે દિલ્હીથી ઇન્ડિયન મુઝાહિદ્દીન (indian mujahideen delhi)ના 12 આતંકવાદી ગયા હતા. જુલાઈ 2008ના રાજધાનીથી અમદાવાદમાં બોમ્બ પ્લાન્ટ કરવા માટે દિલ્હીથી ઇન્ડિયન મુઝાહિદ્દીનના કુલ 12 આતંકવાદી ગયા હતા. 22 જુલાઈના 3 આતંકવાદી ગયા હતા, જેમાં આતિમ અમીન, મોહમ્મદ સાજિદ અને મોહમ્મદ સૈફ શામેલ હતા.

22 અને 25 જુલાઇના પહોંચ્યા હતા આતંકવાદી

આમાંથી આતિમ મીન અને મોહમ્મદ સાજિદને પોલીસે બટલા હાઉસ એન્કાઉન્ટર (batla house encounter) દરમિયાન ઠાર કરી દીધા હતા. 22 જુલાઈ બાદ 25 જુલાઈ 2008ના 9 આતંકવાદી જેમાં મોહમ્મદ શકીલ, જિયા ઉર રહમાન, જીશાન અહમદ, સલમાન, આરિફ, સૈફુર રહમાન, આરિઝ ખાન, મિર્ઝા શાદાબ બેગ અને મોહમ્મદ ખાલિદ શામેલ હતા. આ તમામ આતંકવાદીઓ અમદાવાદ ગયા હતા.

આ પણ વાંચો: Ahmedabad Blast Case Judgement: આ 38 આરોપીઓને થઈ ફાંસીની સજા, જુઓ

6 વાગીને 45 મિનિટ પર પહેલો ધમાકો થયો

26 જુલાઈ 2008ના અમદાવાદમાં બોમ્બ પ્લાન્ટ કર્યા અને 26 જુલાઇ સાંજના ટ્રેન પકડીને દિલ્હી (ahmedabad to delhi train) પરત આવ્યા હતા. 26 જુલાઈના જ 70 મિનિટની અંદર તબક્કાવાર 21 બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોના મોત થઈ ગયા હતા. ત્યારબાદ એક-એક કરીને તમામ આતંકવાદી પકડાવાના શરૂ થયા. 26 જુલાઈ 2008ના અમદાવાદમાં સાંજે 6 વાગીને 45 મિનિટ પર પહેલો ધમાકો થયો હતો. આ ધમાકો મણીનગર (bomb blast in maninagar ahmedabad)માં થયો હતો. મણીનગર તે સમયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું વિધાનસભા ક્ષેત્ર હતું. ત્યારબાદ 70 મિનિટ સુધી વધુ 20 બોમ્બ બ્લાસ્ટ થયા હતા.

સાયકલ પર ટિફિનમાં બોમ્બ રાખવામાં આવ્યા

આ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધારે લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ ટિફિનમાં બોમ્બ રાખીને તેને સાયકલ પર રાખી દીધું હતું. ભીડ અને બજારવાળી જગ્યાઓએ આ ધમાકા થયા હતા. આ બ્લાસ્ટ્સમાં ઇન્ડિયન મુઝાહિદ્દીન અને સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (students islamic movement of india)થી જોડાયેલા આતંકવાદી શામેલ હતા.

6 હજારથી વધારે પુરાવા રજૂ કરવામાં આવ્યા

ધમાકાઓથી 5 મિનિટ પહેલા આતંકવાદીઓએ ન્યુઝ એજન્સીઓને એક મેઇલ પણ કર્યો હતો. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 78માં 78 આરોપી હતા. એક આરોપી બાદમાં સરકારી સાક્ષી બની ગયો હતો. આ કારણે કુલ 77 આરોપી બની ગયા હતા. 13 વર્ષ સુધી ચાલેલી સુનાવણી દરમિયાન 1,163 સાક્ષીઓના નિવેદન નોંધાયા હતા. પોલીસ અને કાયદાકીય એજન્સીઓએ 6 હજારથી વધારે પુરાવા રજૂ કર્યા હતા. 8 ફેબ્રુઆરીના સ્પેશિયલ કોર્ટે 49 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.