નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે સેનામાં ભરતી માટે 14 જૂને અગ્નિપથ યોજનાની (Agnipath scheme) જાહેરાત કરી હતી. ત્યારથી દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિરોધને જોતા સરકાર અને ત્રણેય સેનાઓ તરફથી સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવ્યું છે. તે જ સમયે, હવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે કહ્યું છે કે, અગ્નિપથ યોજના દેશ માટે જરૂરી છે.
-
#WATCH LIVE | NSA Ajit Doval speaks to ANI's Smita Prakash on the #AgnipathRecruitmentScheme and other internal security issues https://t.co/DJ87xXO8j9
— ANI (@ANI) June 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH LIVE | NSA Ajit Doval speaks to ANI's Smita Prakash on the #AgnipathRecruitmentScheme and other internal security issues https://t.co/DJ87xXO8j9
— ANI (@ANI) June 21, 2022#WATCH LIVE | NSA Ajit Doval speaks to ANI's Smita Prakash on the #AgnipathRecruitmentScheme and other internal security issues https://t.co/DJ87xXO8j9
— ANI (@ANI) June 21, 2022
આ પણ વાંચો: 'અગ્નિપથ વાસ્તવમાં લોલીપોપ છે' ભાજપ પર આકરા પ્રહારો કરતા મમતા બેનર્જી
ડોભાલે કહ્યું આપણે આવતીકાલની તૈયારી કરવી હોય તો આપણે બદલવું પડશે : ડોભાલે કહ્યું કે, અમે ગઈકાલે જે કરી રહ્યા હતા, જો ભવિષ્યમાં પણ તે જ કરતા રહીએ તો જરૂરી નથી કે, આપણે સુરક્ષિત રહીશું. જો આપણે આવતીકાલની તૈયારી કરવી હોય તો આપણે બદલવું પડશે. આ જરૂરી હતું કારણ કે ભારતમાં, ભારતની આસપાસનું વાતાવરણ બદલાઈ રહ્યું છે.
આ વિશ્વની શ્રેષ્ઠ એસોલ્ટ રાઈફલ છે : ડોભાલે વધુમાં કહ્યું કે, છેલ્લા 8 વર્ષમાં ઘણા માળખાકીય સુધારા થયા છે. સીડીએસનો મુદ્દો 25 વર્ષથી પેન્ડિંગ હતો. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે તેનો અમલ થઈ શક્યો નથી. આજે આપણી ડિફેન્સ એજન્સી પાસે પોતાની જગ્યાની સ્વતંત્ર એજન્સી છે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે, આજે ભારતમાં બનેલી AK-203 સાથે નવી એસોલ્ટ રાઈફલને સેનામાં સામેલ કરવામાં આવી રહી છે. આ વિશ્વની શ્રેષ્ઠ એસોલ્ટ રાઈફલ છે. લશ્કરી સાધનોમાં ઘણી પ્રગતિ થઈ રહી છે
આ પણ વાંચો: 'અગ્નિપથ'માં બિહારને બાળવા પાછળ કોચિંગ સેન્ટરનો તો હાથ નથી ને? પોલીસે કહ્યું પૂર્વ આયોજિત કાવતરૂ