ભુવનેશ્વરઃ અગ્નિ શ્રેણીના (Agni Missile) સૌથી અદ્યતન સંસ્કરણ 'અગ્નિ પ્રાઇમ' નામની મિસાઇલનું આજે સવારે 10:55 વાગ્યે સફળતાપૂર્વક પરીક્ષણ (Agni Prime Missile Test) કરવામાં આવ્યું હતું.. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવાયેલી આ મિસાઇલનું (Missile) ઓડિશાના દરિયાકાંઠે (Odisha) સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
1000 થી 1500 કિ.મી મારક ક્ષમતા
અગ્નિ પ્રાઇમ મિસાઇલની (Agni Prime Missile)શ્રેણીની મારક ક્ષમતા 1000 થી 1500 કિ.મી. છે તેમ જ આ મિસાઇલ (Missile) અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે. આ મિસાઇલ ભારતની સંરક્ષણ શક્તિમાં વધારો કરશે. ભારતે આજે સવારે 10.55 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે અગ્નિ-પ્રાઇમ તરીકે ઓળખાતી અગ્નિ શ્રેણીની નવી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ (Agni Prime Missile Test) કર્યું હતું. નવી પરમાણુ-સક્ષમ મિસાઇલ સંપૂર્ણ રીતે કોમ્પોઝિટ સામગ્રીથી બનેલી છે.
આ પણ વાંચોઃ ચીને LAC પાસે મિસાઈલ તહેનાત કરી
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂર્વીય દરિયાકાંઠે સ્થિત વિવિધ ટેલિમેટ્રી અને રડાર સ્ટેશનોએ મિસાઇલની ગતિને ટ્રેક કરી અને તેનું નિરીક્ષણ કર્યું હતું. તે નિયત માર્ગને અનુસરી ઉચ્ચસ્તરની ચોકસાઈ સાથેના બધા મિશન હેતુઓને પૂર્ણ કરે છે.
આ પણ વાંચોઃ મિસાઈલ મામલે ભારત સંપુર્ણ રીતે આત્મનિર્ભર છેઃ DRDO પ્રમુખ