નવી દિલ્હી: શ્રદ્ધા વોકર મર્ડર કેસના (Shraddha Murder Case) આરોપી આફતાબને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, સાકેતની કોર્ટમાં 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. અગાઉ આરોપીને કુલ 14 દિવસના ત્રણ વખત પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો હતો. (AFTAB SENT TO JUDICIAL CUSTODY FOR 14 DAYS)આ નિર્ણય પહેલા પોલીસ તેને આંબેડકર હોસ્પિટલમાં લઈ ગઈ હતી, ત્યારબાદ હોસ્પિટલમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં, કાયદો અને વ્યવસ્થાના વિશેષ પોલીસ કમિશનર સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું કે, પોલીસે મેજિસ્ટ્રેટને અપીલ કરી હતી કે આ કેસમાં આફતાબને આંબેડકર હોસ્પિટલમાંથી જ રજૂ કરવામાં આવે.
ડીએનએ સેમ્પલ: પોલીસે કહ્યું કે આઈપીસીની કલમ 365/302/201 હેઠળ થવાનો આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ 25 નવેમ્બર સુધી થઈ શક્યો નથી. બીજી તરફ સ્પેશિયલ પોલીસ કમિશનર હુડ્ડાએ જણાવ્યું કે, તેમને શ્રદ્ધાના મૃતદેહનો ડીએનએ રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી. જ્યારે 16 નવેમ્બરે દિલ્હી પોલીસે મૃતકના પિતા વિકાસ વોકરના ડીએનએ સેમ્પલ લીધા હતા. પોલીસ આ ડીએનએને જંગલમાંથી મળેલા શરીરના અંગોના ડીએનએ સાથે પણ મેચ કરશે.
શ્રદ્ધાની હત્યા: નોંધપાત્ર વાત એ છે કે, આ હત્યાકાંડે આખા દેશને હચમચાવી નાખ્યો છે. આ મુદ્દો લગભગ 6 મહિના જૂનો છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે પોલીસે મૃતકના પિતા વિકાસ વોકરની ફરિયાદ પર 10 નવેમ્બરે FIR નોંધી. પોલીસે તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાની ધરપકડ કરી હતી. આફતાબ અને શ્રદ્ધા એક ડેટિંગ વેબસાઈટ પર મળ્યા હતા અને ત્યારબાદ બંને દિલ્હીના છતરપુરમાં ભાડાના ફ્લેટમાં રહેવા લાગ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિવ-ઇન પાર્ટનર આફતાબે 18 મેના રોજ જ શ્રદ્ધાની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે મૃતકના શરીરના ટુકડા કરી ફ્રીઝમાં રાખ્યા હતા. તે ધીમે ધીમે જુદી જુદી જગ્યાએ ગયો અને આ ટુકડાઓ મૂકવા લાગ્યો.
નાર્કો ટેસ્ટ: દિલ્હી પોલીસને સાકેત કોર્ટમાંથી પોલીગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટની મંજૂરી મળી ગઈ છે પરંતુ હજુ સુધી પોલીસ પોલીગ્રાફ ટેસ્ટ પણ પૂર્ણ કરી શકી નથી. 2 દિવસ સુધી, આરોપી આફતાબને રોહિણી સ્થિત FSL લેબમાં લઈ જવામાં આવ્યો, પરંતુ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજુ સુધી ટેસ્ટ પૂર્ણ થયો નથી. બીજી તરફ, અત્યાર સુધી કરવામાં આવેલી પૂછપરછમાં પણ પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, જેથી આફતાબ સામેના આરોપો સાબિત થઈ શકે.