નવી દિલ્હી: જ્યારે ગુજરાત સ્થિત ABG શિપયાર્ડ લિમિટેડ (ABG Shipyard Ltd) દેશની અત્યાર સુધીની સૌથી મોટી બેંક છેતરપિંડી (The biggest bank fraud) કરી રહી હતી, ત્યારે આ છેતરપિંડી (ABG Shipyard Scam)ના કારણે સૌથી વધારે નુકસાન ઉઠાવનારી ખાનગી ક્ષેત્રની બેંક ICICI અને જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લગામ મહિલાઓના હાથમાં હતી. એબીજી શિપયાર્ડે દેશની 28 બેંકોને રૂ. 22,842 કરોડનો ચૂનો લગાવ્યો છે અને આ છેતરપિંડીનો સૌથી મોટો શિકાર ICICI બેન્ક (Fraud with ICICI Bank) થઈ છે, જેને રૂ. 7,089 કરોડનું નુકસાન થયું છે. આ પછી, IDBI બેન્ક લિમિટેડને રૂ. 3,639 કરોડનું નુકસાન (Fraud with IDBI Bank) થયું હતું જ્યારે SBIને રૂ. 2,925 કરોડનું નુકસાન થયું હતું.
ચંદા કોચરના હાથમાં હતું ICICIનું નેતૃત્વ
ABG શિપયાર્ડ આ કારસ્તાનને શાંતિથી ચલાવવામાં વ્યસ્ત હતું, ત્યારે ICICI હાઈ-પ્રોફાઈલ મહિલા બેંકર ચંદા કોચર (chanda kochhar icici bank)ના હાથમાં હતી અને SBIનું નેતૃત્વ પ્રખ્યાત બેંકર અરુંધતી ભટ્ટાચાર્ય (arundhati bhattacharya sbi chairman)ના હાથમાં હતું. ચંદા કોચરને વિવાદાસ્પદ વિડીયોકોન અફેરને કારણે ઓક્ટોબર 2018માં ICICIમાંથી નિવૃત્ત થવું પડ્યું હતું જ્યારે ભટ્ટાચાર્ય ઓક્ટોબર 2017માં નિવૃત્ત થયા હતા. ફોર્બ્સની 2016ની વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓ (Forbes 2016 World's Most Powerful Women)ની યાદીમાં ભટ્ટાચાર્ય 25માં ક્રમે હતા.
આ પણ વાંચો: ABG Shipyard Scam: નાણાપ્રધાને કહ્યું- કોંગ્રેસના જમાનામાં બેંક ખાતા NPA બન્યા
શું સમગ્ર બેન્કિંગ સિસ્ટમ ઊંઘી રહી હતી?
રસપ્રદ તથ્ય એ છે કે SBI (Forensic Audit Report of SBI 2019)નો ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ (18 જાન્યુઆરી, 2019) જેના આધારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (Central Bureau of Investigation)એ બેંક ફ્રોડ કેસમાં ફરિયાદ દાખલ કરી છે તે ઑડિટ રિપોર્ટ એપ્રિલ 2012થી જુલાઈ 2017 સુધીનો છે અને ભટ્ટાચાર્યએ 2013મેં SBIની કમાન સંભાળી હતી. બેંકિંગ યુનિયનો અને નિષ્ણાતો એ વાત પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે બેંકો હવે કેવી રીતે લોન લેનારને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી રહી છે. બેન્કિંગ યુનિયનના સંયુક્ત ફોરમના કન્વીનર (convener of the joint forum of banking unions) દેવીદાસ તુજલાપુરકરે કહ્યું કે, જ્યારે આ છેતરપિંડી થઈ રહી હતી ત્યારે શું સમગ્ર બેન્કિંગ સિસ્ટમ ઊંઘી રહી હતી? રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઓડિટ કરે છે અને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેના પ્રતિનિધિઓ ધરાવે છે. તે સમયે તેઓ શું કરતા હતા અને આ કૌભાંડમાં તેમની શું ભૂમિકા હતી? ટ્રેડ યુનિયન અને બેંકિંગ નિષ્ણાતની સંયુક્ત કાર્યકારી સમિતિના કન્વીનર વિશ્વાસ ઉતાગીએ જણાવ્યું હતું કે, CBI કેવી રીતે સરળતાથી માની શકે કે તેનો કોઈ કર્મચારી આમાં શામેલ નહોતો, ખાસ કરીને જ્યારે આટલી મોટી માત્રામાં જનતાના નાણાંનું નુકસાન થયું છે.
જનરલ મેનેજર સ્તરથી લઇને ઉપરની તમામ વ્યક્તિઓ જવાબદાર
ઉતાગીએ કહ્યું કે, જ્યારે આટલી મોટી છેતરપિંડી થાય છે, ત્યારે કોન્સોર્ટિયમમાં શામેલ બેંકોના જનરલ મેનેજરના સ્તરથી ઉપરની તમામ વ્યક્તિઓ ચોક્કસપણે જવાબદાર છે. અમે માંગણી કરીએ છીએ કે CBI ઈમાનદારી સાથે ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર્સ, ડિરેક્ટર વગેરેની તપાસ કરે અને સત્ય શોધે. આ છેતરપિંડીના કેસમાં SBIના કથિત નરમ વલણ પર ટિપ્પણી કરતા ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી એસ નાગરાજને કહ્યું કે, બેંકો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવેલી નાની શૈક્ષણિક લોનના કિસ્સામાં પણ સહાનુભૂતિ દર્શાવતી નથી.
આ પણ વાંચો: ABG Shipyard Limited: ABG શિપયાર્ડ પર FIR દર્જ, 28 બેંકોને 22,842 કરોડનો ચૂનો લગાડ્યો
ABG શિપયાર્ડના ડિરેક્ટર ઋષિ અગ્રવાલ અને સંથાનમ મુથુસ્વામી આરોપી
નાગરાજને પૂછ્યું, "જ્યારે કન્સોર્ટિયમ નેતાની વિનંતી પર આટલી મોટી લોનની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે શું અન્ય બેંકોએ તેની તપાસ કરી હતી, ખાતાઓ પર દેખરેખ રાખી હતી કે સુરક્ષામાં વધારો કર્યો હતો? જો તેવું નથી થયું તો ચોક્કસપણે કંઈક ગરબડ છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ એબીજી શિપયાર્ડ અને તેના ડિરેક્ટર્સ સામે બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 22,842 કરોડની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. SBIની ફરિયાદના આધારે CBIએ ABG શિપયાર્ડના ડિરેક્ટર ઋષિ અગ્રવાલ અને સંથાનમ મુથુસ્વામીને આરોપી તરીકે નામ આપીને FIR નોંધી છે. તેમણે બીજી ઘણી બેંકો પાસેથી પણ લોન લીધી હતી અને તે ક્યારેય ચૂકવી નથી.
ICIC બેન્કમાંથી રૂ. 7,089 કરોડ રૂપિયાની લોન લીધી હતી
તેમણે શરૂઆતમાં SBI પાસેથી લોન લીધી અને તેમનો વિશ્વાસ જીત્યો. બાદમાં તેઓ બેંકોના કન્સોર્ટિયમ પાસેથી લોન લેવામાં સક્ષમ થયા. CBIએ કહ્યું કે, "તેમણે ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી રૂ. 1,228 કરોડ, પંજાબ નેશનલ બેન્કમાંથી રૂ. 1,244 કરોડ, બેન્ક ઓફ બરોડામાંથી રૂ. 1,614 કરોડ, ICIC બેન્કમાંથી રૂ. 7,089 કરોડ અને IDBI બેન્કમાંથી રૂ. 3,634 કરોડની લોન લીધી હતી, પરંતુ ચૂકવી નહીં. કેટલીક બેંકોએ આંતરિક તપાસ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે કંપની વિવિધ સંસ્થાઓને ભંડોળ મોકલીને બેંકોના સંઘ સાથે છેતરપિંડી કરી રહી છે. ABG શિપયાર્ડ એ ABG ગ્રુપ કંપનીનો એક ભાગ છે, જે શિપ રિપેર અને કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં રોકાયેલ છે. તેના શિપયાર્ડ ગુજરાતમાં છે.