તમિલનાડુ: એક કહેવત છે કે, ટીપે ટીપે સરોવર ભરાય. આવું જ કંઈક તમિલનાડુ (Tamilnadu news)ના વી બુપતિએ કર્યું છે. તેણે એક-એક રૂપિયાનો સિક્કો જમા કરીને 2.6 લાખની કિંમતની બાઇક ખરીદી (bike purchase by rupee coin) છે. તેણે ત્રણ વર્ષ સુધી સતત સિક્કા જમા કર્યા છે. બુપતિ અમ્માપેટના ગાંધી મેદાનનો રહેવાસી છે. તેણે ડોમિનાર 400 સીસી બાઇક ખરીદી છે. તે એક ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર છે અને ચાર વર્ષથી યુટ્યુબર પણ છે.
-
Tamil Nadu | A youth in Salem paid Rs 2.6 lakh to buy a bike with Re 1 coins he collected in three years. pic.twitter.com/ayLgBa23Ja
— ANI (@ANI) March 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tamil Nadu | A youth in Salem paid Rs 2.6 lakh to buy a bike with Re 1 coins he collected in three years. pic.twitter.com/ayLgBa23Ja
— ANI (@ANI) March 28, 2022Tamil Nadu | A youth in Salem paid Rs 2.6 lakh to buy a bike with Re 1 coins he collected in three years. pic.twitter.com/ayLgBa23Ja
— ANI (@ANI) March 28, 2022
10 લોકોએ 10 કલાક સુધી સિક્કા ગણ્યા: બુપતિ, તેના ચાર મિત્રો અને શોરૂમના પાંચ કર્મચારીઓ મળી 10 લોકોએ 10 કલાક સુધી સિક્કા ગણ્યા. મેનેજરે કહ્યું કે, શોરૂમમાં અમારા માટે આ ગણતરી એક અલગ જ અનુભવ હતો. મેનેજર સાથે સિક્કામાં પેમેન્ટની વાત કર્યા બાદ બુપતિએ બોરીઓમાં સિક્કા ભર્યા અને તમામ બોરીઓ વાનમાં રાખીને મિત્રો સાથે બાઇકના શોરૂમ પર પહોંચ્યો હતો.
આ પણ વાચો: બ્રિટિશ સરકાર પણ બની યોગીની જોગી: તેમના સહયોગમાં લખ્યો કઈક આવો પત્ર
શોરૂમના લોકો ચોંકી ઉઠ્યા: સિક્કાઓને કચરાપેટીમાં ભરીને જમીન પર ફેંકવામાં આવ્યા હતા. ત્યાં હાજર લોકો શોરૂમના લોકો સિક્કાઓનો પહાડ જોઈને ચોંકી ઉઠ્યા હતા. બાઇક શોરૂમના મેનેજર મહાવિક્રાંતે રૂ 1 ના સિક્કામાં ચૂકવણી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે બુપતિએ તેમને સમજાવ્યા હતા અને આખરે તેમણે આ સિક્કા સ્વિકારવાની મંજૂરી આપી હતી.
આ પણ વાચો: આજથી બોર્ડની પરીક્ષા શરૂ: રાજ્યમાં કુલ 14,98,430 પરીક્ષાર્થીઓ પ્રથમ વાર પરીક્ષા આપશે