ETV Bharat / bharat

કેરળ: ચતુરંગપારામાં મળી આવ્યો 12મી સદીનો એક દુર્લભ પથ્થર 'વીરકલ્લુ' - વીરકલ્લુ પથ્થર

કેરળના ઇડુક્કી જિલ્લાના ચતુરંગપારામાં એક દુર્લભ પથ્થર મળી આવ્યો છે. જે 12મી સદીનો હોવાનું કહેવાઈ રહ્યુ છે. આ પથ્થર પર કરેલું કોતરણીકામ તેનું ઐતિહાસિક મહત્વ દર્શાવે છે. આ ઉપરાંત આ શોધથી ઇડુક્કીમાં કોઈ નિશ્ચિત સંસ્કૃતિના અસ્તિત્વમાં હોવાના પુરાવા આપવામાં આવ્યા છે.

Chaturangpara
Chaturangpara
author img

By

Published : Apr 22, 2021, 2:18 PM IST

  • ઇડુક્કી જિલ્લાના ચતુરંગપારામાં 12મી સદીનો એક દુર્લભ પત્થર મળ્યો
  • આ પથ્થરને 'વીરકલ્લુ' કહેવામાં આવે છે
  • પથ્થર પર એક યોદ્ધા તીર અને ધનુષ સાથે કોતરવામાં આવ્યો છે

ઇડુક્કી: કેરળના ઇડુક્કી જિલ્લાના ચતુરંગપારામાં 12મી સદીનો એક દુર્લભ પત્થર મળી આવ્યો છે. જેનું ઐતિહાસિક મહત્વ બહાર આવ્યું છે. આ પથ્થરને 'વીરકલ્લુ' કહેવામાં આવે છે. આ પથ્થર પર એક યોદ્ધા તીર અને ધનુષ સાથે કોતરવામાં આવ્યો છે. જે ઘરેણાંથી સજ્જ હાથી પર સવાર દેખાય છે.

કેરળ: ચતુરંગપારામાં મળી આવ્યો 12મી સદીનો એક દુર્લભ પથ્થર 'વીરકલ્લુ'

આ પણ વાંચો : ETV Impact: કેરળના CMએ કહ્યું- કુર્ગમાં ફસાયેલા મજૂરને પરત લાવશે

પથ્થરની ઊંચાઈ લગભગ એક ફૂટ છે

આ ચતુરંગપારા કેરળ-તામિલનાડુ સરહદ નજીક ઉડુંવનચોલામાં સ્થિત છે. આ પથ્થર ચતુરંગપરામાં એક વડના ઝાડ પાસેથી મળી આવ્યો છે. પથ્થરની ઊંચાઈ લગભગ એક ફૂટ છે.

આ પણ વાંચો : કેરળના પેરિનાડમાં 40 મહિલાઓની પ્લાસ્ટિક વિરોધ ઝુંબેશ, વાંચો આ અહેવાલ...

પ્રથમ વખત કેરળમાં આવી પ્રાચીન સંરચના મળી આવી

આ પથ્થર પર સંશોધન કરી રહેલા નેદુનકંદમ પુરાતત્ત્વીય સંરક્ષણ સમિતિના સભ્યએ જણાવ્યું કે, પ્રથમ વખત કેરળમાં આવી પ્રાચીન સંરચના મળી આવી છે. તેમણે જણાવ્યું કે આ શોધ સદીઓ પહેલાં ઇડુક્કીની ટેકરીઓમાં એક નિર્ધારિત સંસ્કૃતિનું અસ્તિત્વ હોવાનું જાહેર કરે છે. આગામી દિવસોમાં સમિતિએ આસપાસના વિસ્તારોમાં વધુ સંશોધન કરવાનું નક્કી કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.