ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના શોંપિયામાં સુરક્ષા દળની મોટી સફળતા, બે આતંકીને ઠાર માર્યા - ઈનપુટ

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં મંગળવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ સાથે જ વિસ્તારમાં તપાસનું અભિયાન ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, શોપિયાંના કુટપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળતા જ પોલીસ, સેનાની 34આરઆર અને સીઆરપીએફની સંયુક્ત ટીમે તપાસ અભિયાન શરૂ કરી દીધું હતું.

ETVBharat
ETVBharat
author img

By

Published : Nov 10, 2020, 1:36 PM IST

  • જમ્મુ-કાશ્મીરના શોપિયામાં બે આતંકી ઠાર મરાયા
  • મંગળવારે સુરક્ષા દળોને મળી મોટી સફળતા
  • કુટપોરા વિસ્તારમાં છુપાયા હતા આતંકવાદીઓ

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓએ પોતાને ઘેરાયેલા જોતા તેમનો પરસેવો છૂટી ગયો હતો. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જ્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીને ઠાર માર્યા છે. અત્યાર સુધી મરેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. પોલીસના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું કે, આ આતંકવાદીઓને પહેલા આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે ના પાડી દીધી અને અમારી ઉપર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

250થી 300 આતંકવાદી ઘુસણખોરીની તૈયારીમાં

કાશ્મીર ઘાટીમાં એલઓસીના સામા છેડે પાકિસ્તાનમાં આતંકવાદીઓના લોન્ચિંગ પેડ ફરી સક્રિય થઈ ગયા છે. લગભગ 300 આતંકવાદીઓ ઘુસણખોરી કરવા માટે તૈયારીમાં છે. ભારતીય ગુપ્ત એજન્સીઓને મળેલા ઈનપુટ્સ અનુસાર, પાકિસ્તાનમાં બેઠેલા આકાઓએ પોતાના આતંકવાદી કમાન્ડરોને સૂચન આપી દીધા છે કે, હિમવર્ષા દરમિયાન ઘુસણખોરીના પાસ બંધ થાય તે પહેલા આતંકવાદીઓએ ઘાટીમાં મોકલવાના પ્રયત્નોમાં વધારો કરવામાં આવે.

રવિવારે ત્રણ આતંકીઓને ઠાર મરાયા હતા

બીએસઓફના એડીજી સુરિન્દર પવારે કહ્યું, મળેલા ઈનપુટ અનુસાર વર્તમાનમાં લગભગ 250થી 300 આતંકી લોન્ચિંગ પેડ પર ઘુસણખોરીની તૈયારીમાં બેઠા છે, પરંતુ આતંકવાદીઓની દરેક પ્રવૃત્તિ પર એલઓસી પર તૈનાત સેના અને બીએસએફ ચાંપતી નજર રાખી રહ્યા છે. આનું જ પરિણામ છે કે, આ વર્ષે ઘણા આતંકવાદી ઘુસણખોરીના પ્રયત્નો અમે નિષ્ફળ બનાવ્યા છે. રવિવારે કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં થયેલી ઘુસણખોરીને અમે નિષ્ફળ બનાવી, જેમાં સતર્ક જવાનોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ દરમિયાન તેમણે 2 એકે-47, 2 એકે મેગેઝિન, 60 એકે રાઉન્ડ, 1 પિસ્તોલ, 2 પિસ્તોલ મેગેઝિન, 29 પિસ્તોલ રાઉન્ડ, 1 રેડિયો સેટ, 50 હજાર ભારતીય નાણું વગેરે કબજે કર્યા હતા.

આ વખતે માત્ર 25 આતંકવાદી જ ઘુસણખોરી કરી શક્યા

એડીજીએ કહ્યું, આ વર્ષે એલઓસી પર ઘણી સતર્કતા રાખવામાં આવી છે. ગયા વર્ષે લગભગ 150 આતંકીઓ ઘુસણખોરી કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ આ વખતે ઈનપુટ્સ અનુસાર 25 આતંકીઓ જ ઘુસણખોરી કરી શક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.