- ધર્મનગરી હરિદ્વાર મહાકુંભ મેળાના રંગમાં રંગાઈ
- નિરંજની અખાડાની આજે ભવ્ય પેશ્વાઈ યોજાશે
- મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ પેશ્વાઈની કરશે આગેવાની
હરિદ્વારઃ ધર્મનગરી હરિદ્વારમાં મહાકુંભ મેળાના રંગમાં રંગાઈ ચૂકી છે. આજે નિરંજની અખાડાની ભવ્ય પેશવાઈ યોજાશે. શ્રી પંચાયતી નિરંજની અખાડા દ્વારા પેશ્વાઈને ભવ્યરૂપ આપવામાં આવ્યું છે. આ પેશ્વાઈમાં બેન્ડ બાજાની સાથે સાધુ-સંત હાથી ઘોડા પર સવાર થઈને નગરનું ભ્રમણ કરશે. અખાડાની પેશ્વાઈમાં ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત અને યોગ ગુરુ બાબા રામદેવ પણ સામેલ થશે.
પેશ્વાઈ અંગે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
પેશ્વાઈમાં ભારી સંખ્યામાં સાધુ સંત અને ભીડને જોતા તંત્ર અને પોલીસે પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે. પેશ્વાઈ એસએમજેએન પીજી કોલેજ જ્વાલાપુરથી ગોવિંદપુરી, ચંદ્રાચાર્ય ચોક, શંકર આશ્રમ, સિંહદ્વાર, દેશરક્ષક ચોક, ઝંડા ચોક, પહાડી બજાર, શંકરાચાર્ય ચોક, તુલસી ચોક, વાલ્મિકી ચોકથી ગુજરાવાલા ભવન, મોદી ભવન થઈ નિરંજન અખાડા છાવણીમાં પ્રવેશ કરશે.