- કાગડો બન્યો પરીવારનો સભ્ય
- બાળકની જેમ સાચવે છે પરીવાર
- કાગડા સાથે છે આત્મીય સંબંધ
મુંબઇ: આપણે આજ સુધી લોકોને કૂતરા, બિલાડી, પોપટ અને કાચબા પાળતા જોયા છે પણ શું તમે કોઇને કાગડો પાળતા જોયા છે ? તમને નવાઇ લાગીને પણ હા, આ વાત સાવ સાચી છે. મુંબઇમાં એક ગ્રેસ પરિવાર છે જેમણે એક કાગડો પાળ્યો છે. આ પરીવારના એસ્ટર ડાયમંડ ગ્રેસે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે " આ કાગડો તેમની એટલી નજીક છે કે તેને રોજે બપોરે મારા હાથ પર બેસવા જોઇએ છે. તે આવે છે અને જોર જોરથી અવાજ કરવા લાગે છે. જેવું તેને બેસવા દઇએ એટલે શાંત થઇ જાય છે."
પરીવારના વ્યવહારે કાગડાને કર્યો પોતિકો
તમને હજી પણ આશ્ચર્ય થઇ રહ્યું હશે કે કાગડા જેવું ચતુર પક્ષી ક્યારે પણ કોઇનું પાળીતું ન બને તો ગ્રેસ પરીવારનો સભ્ય કેવી રીતે બની શકે ! તો અંગે એસ્ટર ડાયમંડ ગ્રેસે ETV ભારતને જણાવ્યું હતું કે "અઢી વર્ષ પહેલાં અમને અમારી બાલ્કનીમાં આ કાગડો મળ્યો હતો. તે ઘાયલ હતો અને બિમાર પણ હતો અમે તેની સારવાર કરી અને પછી તેને ઉડાડી મુક્યો. બીજા દિવસે તે પાછો આવ્યો અમે તેને ઉડાડી દીધો તે પાછો આવ્યો અને પછી ફરી તે ક્યારેય ગયો જ નહીં." ગ્રેસ પરિવારની મદદ અને વ્યવહારના કારણે આ કાગડો પરીવાર સાથે જોડાઇ ગયો અને તે આ પરીવારને છોડીને ગયો જ નહીં. પરીવાર પણ આ કાગડા સાથે લાગણીના સંબંધથી જોડાઇ ગયો તેમણે તેનું કુકૂ રાખ્યું અને પોતાના પરિવારનો સભ્ય બનાવી લીધો.
વધુ વાંચો: ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ એવા ચંદ્રપુરના આ સફળ બ્લૉગરને મળો..
પરીવારનો સભ્ય છે કુકૂ
ગ્રેસ પરીવારે કુકૂ અને તેમના સંબંધો અંગે જણાવ્યું હતું કે "હવે તે અમારા પરિવારનો સભ્ય બની ગયો છે. અમને ક્યારે પણ નથી લાગ્યું કે તે એક કાગડો છે. અમે તેને પરિવારના એક બાળકની જેમ જ રાખીએ છીએ. અમે તેને એ જ ભોજન આપીએ છીએ જે અમે ખાઇએ છીએ. તે પોતાના મિત્રોને મળવા માટે બહાર જાય છે અને તેના મિત્રો પણ તેને મળવા માટે ગેલેરીમાં આવે છે." કુકૂના આવવાથી ગ્રેસ પરિવાર ખાસ બની ગયો છે. ગ્રેસ પરિવારનો કાગડા માટેનો પ્રેમ સમાજ માટે એક માનવીય ઉદાહરણ છે. આપણે બધાએ પ્રાણીઓ માટે પ્રેમભાવના દર્શાવવી જોઇએ જેવી રીતે આપણે માણસો માટે દર્શાવીએ છીએ.
વધુ વાંચો: જાતમહેનતથી આ લોકોએ બદલ્યું પોતાનું નસીબ