- 121 વર્ષમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાંથી ભારતીય ઓલિમ્પિકના ઇતિહાસમાં આ પહેલો મેડલ છે
- હરિયાણા સરકારે નીરજને 6 કરોડ રૂપિયા અને વર્ગ-1 ની નોકરી આપવાની જાહેરાત કરી
- નીરજ ચોપરાએ જેવેલિન થ્રોની ફાઈનલમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ દેશના નામે કરાવ્યો
ન્યુ દિલ્હી: ટોક્યો ઓલમ્પિકમાં જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનો ઝંડો ઉંચો કરનારા સ્ટાર જેવેલિન થ્રોઅર નીરજ ચોપરા (Neeraj Chopra )આવતી કાલે ભારત પાછા આવશે. નીરજ ચોપરાએ જેવેલિન થ્રોની ફાઈનલમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ દેશના નામે કરાવ્યો છે. નીરજ ચોપરાએ બીજા થ્રોમાં જ આ અંતર નક્કી કરી લીધું હતું. નીરજ ભારત પાછો આવી રહ્યો છે, ત્યારે હવે તેમના સ્વાગતને લઈને જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો- ભારતના ઈતિહાસમાં એથલેટિક્સમાં પ્રથમ ગોલ્ડ, નિરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં મારી બાજી
નીરજ સીધો દિલ્હી કૈંટ વિસ્તારામાં આવેલા રાજરીફ સ્પોર્ટ્સ સેન્ટર જશે
નીરજ ચોપરા(Neeraj Chopra ) સોમવારે સાંજે લગભગ સવા પાંચ કલાકે એર ઈન્ડિયાની ફ્લાઈટથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી જશે. અહીંથી નીરજ સીધો દિલ્હી કૈંટ વિસ્તારામાં આવેલા રાજરીફ સ્પોર્ટ્સ સેન્ટર જશે. અહીં તેમના સ્વાગતની જોરદાર તૈયારીઓ થઈ રહી છે. જ્યાં એક કાર્યક્રમ પણ યોજાશે. નીરજ ચોપરા એકમાત્ર ખેલાડી છે. જે થ્રો 87 મીટર પર ફેંક્યો હતો. ચેક રિપબ્લિકના જાકુબ વૈડેલીચ 86.67 મીટર અને વિતેસ્લાવ વેસલી 85.44 મીટરના અંતર સાથે બીજા અને ત્રીજા નંબરે રહ્યા હતા.
નીરજ ચોપરાના ગોલ્ડ મેડલ જીત્યા બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર છે
ભારતીય એથ્લીટ નીરજ ચોપરા(Neeraj Chopra )એ જાપાનમાં રમાઈ રહેલી ઓલમ્પિક ગેમ્સમાં શનિવારે જેવેલિન થ્રો ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. 121 વર્ષમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાંથી ભારતીય ઓલિમ્પિકના ઇતિહાસમાં આ પહેલો મેડલ છે. નીરજ ચોપરાના ગોલ્ડ મેડલ જીત્યા બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. લોકો સોશિયલ મીડિયા પર નીરજ અને તેના પરિવારને અભિનંદન આપી રહ્યા છે.
હરિયાણાના ગૃહપ્રધાન નીરજને ગોલ્ડ મળતા ઝૂમી ઉઠ્યા
હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે નીરજને ગોલ્ડ જીતવાના સમાચાર મળતા જ ખુશીથી નાચવાનું શરૂ કર્યું. ન્યૂઝ એજન્સી ANIએ અનિલ વિજ અને તેના સાથીઓનો ખુશીમાં નાચતો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, અનિલ વિજ જોરજોરથી નીરજ-નીરજ પોકાર કરી રહ્યા છે અને ભાંગડા કરવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો- મેડલ માટે નીરજ ચોપડાએ પોતાના વાળ કપાવ્યા
બન્ને રાઉન્ડમાં આગળ હોવાથી નીરજનો ગોલ્ડ નક્કી હતો
હરિયાણા સરકારે નીરજ(Neeraj Chopra )ને 6 કરોડ રૂપિયા અને વર્ગ-1 ની નોકરી આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, નીરજે પહેલા પ્રયાસમાં 87.03 મીટર ભાલો ફેંક્યો હતો, જ્યારે બીજા પ્રયાસમાં તે 87.58 મીટર ભાલો ફેક્યો હતો. આ સાથે તેમનો ગોલ્ડ મેડલ લગભગ નિશ્ચિત હતો, કારણ કે તે બન્ને રાઉન્ડમાં ટોચ પર હતો.