નવી દિલ્હી: ચાલો તમને જણાવીએ કે કેવી રીતે દિલ્હીની જામા મસ્જિદ એક સમયે ક્રાંતિની મશાલ લઈને જતા લોકો માટે આશ્રય લેવાનું સ્થળ (Jama Masjid a place of refuge for revolutionaries) બની ગઈ હતી. ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બ્રિટિશ સૈનિકો સાથે લડનારા ભારતીય સૈનિકોને પણ જામા મસ્જિદમાં આશરો મળ્યો હતો. ત્યારબાદ અંગ્રેજોએ જામા મસ્જિદ પર કબજો (Interesting stories of Jama Masjid) જમાવ્યો હતો. એટલે ક્રાંતિનું કેન્દ્ર બનેલી જામા મસ્જિદ લાંબા સમય સુધી બંધ રહી. ત્યારબાદ વર્ષ 1862માં તેને નમાઝ માટે પાછું આપવામાં આવ્યું હતું.
મૌલાના અબુલ કલામ આઝાદ દેશનો અવાજ બનીને ઊભરી આવ્યા હતા
ક્રાંતિ સિવાય જ્યારે દેશમાં લોકો પર મુશ્કેલી આવી. દેશે વિભાજનની પીડા સહન કરી હતી. તે દરમિયાન મુસ્લિમ સમુદાયને દેશની સાચી ઓળખ કરાવતું સંબોધન, જેના પછી મૌલાના અબુલ કલામ આઝાદ દેશનો અવાજ બનીને ઊભરી આવ્યા હતા. આ જ જામા મસ્જિદના પરિસરમાંથી આઝાદે (Maulana Abul Kalam Azad in Jama Masjid) સબોધન કર્યું હતું.
આ પણ વાંચો- 75 Years of Independence: ગુલામીના યુગથી લઇને આઝાદીની સવાર સુધી... અનેક ઘટનાઓનો સાક્ષી છે ચાંદની ચોક
આઝાદે મસ્જિદ પરિસરમાંથી કર્યું હતું સંબોધન
આઝાદે કહ્યું હતું કે, હવે હિન્દુસ્તાનની સત્તાની દિશા બદલાઈ ચૂકી છે. મુસ્લિમ લીગ માટે અહીં કોઈ (Maulana Abul Kalam Azad in Jama Masjid) જગ્યા નથી. હવે આ આપણા દિમાગ પર છે કે, આપણે સારા અંદાજ-એ-ફિક્રમાં વિચારી પણ શકીએ છીએ કે નહીં. આ વિચારથી મને નવેમ્બરના બીજા સપ્તાહમાં હિન્દુસ્તાનના મુસલમાન નેતાઓને દિલ્હી બોલાવવાનું આમંત્રણ આપ્યું છે. હું તમને વિશ્વાસ અપાવું છું. આપણને આપણા સિવાય કોઈ ફાયદો નહીં પહોંચાડી શકે.
બિનમુસ્લિમ વ્યક્તિએ પણ મસ્જિદમાંથી આપ્યું હતું ભાષણ
અબુલ કલામ આઝાદ સિવાય અહીંથી એક બિનમુસ્લિમ વ્યક્તિએ પણ ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. અંગ્રેજોથી આઝાદીની લડાઈ દરમિયાન જ્યારે ભારતનો હિન્દુ મુસ્લિમ ભાઈચારો નબળો પડવા લાગ્યો હતો. ત્યારે આ જામા મસ્જિદના પગથિયાં પર ઊભા રહીને સ્વામી શ્રદ્ધાનંદ સરસ્વતીએ (Address of Swami Shraddhanand Saraswati in Jama Masjid) ગંગા જમુની તહઝીબની વાસ્તવિક ભારતીય ઓળખનો અવાજ ઉઠાવ્યો હતો.
ઈતિહાસ સ્વામી શ્રદ્ધાનંદ સરસ્વતીને યાદ રાખશે
હિન્દુ મુસ્લિમ એકતાને પ્રોત્સાહન આપવા માટે તે સમયે આપવામાં આવેલું શ્રદ્ધાનંદ સરસ્વતીનું ભાષણ (Address of Swami Shraddhanand Saraswati in Jama Masjid) આજે પણ પ્રાસંગિક છે. ઈતિહાસ એ પણ યાદ રાખશે કે. એક હિન્દુ સંતે જામા મસ્જિદના મંચ પરથી વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા.
આ પણ વાંચો- Ranki vav Gujarat: પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે NDRFની ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી
ભારતની આઝાદીમાં જામા મસ્જિદનો પણ ફાળો
આજે પણ વિવિધ પ્રસંગોએ જામા મસ્જિદનો પાયો ભારતીયતાના તાણાવાણાને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજે જ્યારે સ્વતંત્ર ભારત 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે જામા મસ્જિદના ગૌરવ વિના સ્વતંત્રતા દિવસની ઉજવણી અધૂરી છે. ભારત જે ઈમારતો પર ગર્વ લે છે. તેમાંની એક છે જામા મસ્જિદ. જોકે, મુસ્લિમોના આ ધર્મસ્થળનો પાયો વર્ષ 1656માં નાખવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી તે ભારતના ભાઈચારાનો પાયો મજબૂત કરી રહ્યો છે. આજે જ્યારે ભારત આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ (75 Year of Independence Day) કરી રહ્યું છે. ત્યારે આપણને એવા પ્રતીકોની, તે સંદેશાઓની જરૂર છે, જે ભારતીયતાના તારને મજબૂત રીતે બાંધી રાખે. આવી સ્થિતિમાં જામા મસ્જિદ એક અદ્ભૂત ઉદાહરણ બની શકે છે.
મસ્જિદના બાંધ કામ પર એક નજર
આ મસ્જિદના બાંધકામની વાત (Interesting stories of Jama Masjid) કરીએ તો, આ સૌથી જૂની મસ્જિદ કારીગરી અને કોતરણીની દૃષ્ટિએ પણ આધુનિકતાનો અરિસો દર્શાવે છે. જૂની દિલ્હીની આ સૌથી મોટી મસ્જિદ મુઘલ શાસક શાહજહાંની ઉત્કૃષ્ટ સ્થાપત્ય અને સૌંદર્યલક્ષી (Shahjahan built Jama Masjid) ભાવનાનો નમૂનો છે. 65 મીટર લાંબી અને 35 મીટર પહોળી આ મસ્જિદમાં 25,000 લોકો એકસાથે બેસીને નમાઝ અદા કરી શકે છે. તેનું આંગણું 100 ચોરસ મીટરનું છે. મસ્જિદમાં 4 પ્રવેશદ્વાર, 4 થાંભલા અને 2 મિનારા (Interesting stories of Jama Masjid) છે. આખી મસ્જિદનું નિર્માણ લાલ સેન્ડ સ્ટોન અને સફેદ આરસથી કરવામાં આવ્યું છે. સફેદ આરસના ત્રણ ગુંબજો પર બનેલી કાળા રંગની પટ્ટીઓ દૂરથી પણ આકર્ષિત કરે છે.
મસ્જિદ બનાવવા પાછળ 5,000 કારીગરો કામે લાગેલા
મસ્જિદના પશ્ચિમી ભાગમાં મુખ્ય ઈબાદત સ્થળ છે. અહીં ઊંચા ઊંચા કમાન બનાવવામાં આવ્યા છે, જે 260 સ્તંભો પર છે અને આ સાથે લગભગ 15 આરસના ગુંબજ છે. મસ્જિદની દક્ષિણ બાજુએ મિનારોનું પરિસર 1,076 ચોરસ ફૂટ પહોળું છે. ઈતિહાસકારોના મતે, શાહજહાંએ આ મસ્જિદ 10 કરોડ રૂપિયામાં બનાવી હતી અને 5,000 કારિગરો તેને બનાવવામાં રોકાયેલા હતા. સામાન્ય ભારતીયોની નજરમાં ભલે આ મસ્જિદ પ્રાર્થના સ્થળ તરીકે ઓળખાતી હોય, પરંતુ સમયાંતરે તેના પરિસરમાંથી આવા સંદેશાઓ નીકળતા રહ્યા છે, જે ભારતના તૂટવા અને વિઘટનની આશંકા દૂર કરે છે. ભારતને તેના આવા વારસા પર ગર્વ છે.