તિરૂપતિઃ આંધ્ર પ્રદેશના (Cheating Case Filed in Andhra Pradesh) પુત્તુર સીઆઈ લક્ષ્મીનારાયણના જણાવ્યા મુજબ, પુત્તુરુની શરણ્યાએ શહેરના રવિ સાથે લગ્ન (Marriage with Ravi) કર્યા હતા. બે પુત્રીઓ થયા બાદ બંને વચ્ચે મતભેદ થતાં બંને અલગ રહેતા હતા. બાદમાં મહિલાએ પોતાનું નામ બદલીને 'સુકન્યા' રાખ્યું અને તમિલનાડુ રાજ્યના વેલુરુના સુબ્રમણ્યમ સાથે લગ્ન કર્યા હતા. આ કપલ લગભગ 11 વર્ષ સુધી (Live together with 11 year) સાથે રહ્યું હતું.તે કોરોના રોગચાળા દરમિયાન તેની માતાને જોવા માટે તેના વતન આવી હતી. પણ મહિલા પાછી ફરી ન હતી. પૈસાની સમસ્યાઓના કારણે મહિલાએ લગ્નને લઈ કેટલાક દલાલો સાથે મિત્રતા (Friendship with Fraud) કરી. પછી મહિલાએ લગ્નવાચ્છુંકોને છેત્તરવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચોઃ જમીન વિવાદને લઈને બે પક્ષો વચ્ચે થઈ લોહિયાળ લડાઈ...
મેકઓવર કરાવ્યુંઃ મહિલાએ પોતાનું મેકઓવર કરાવીને પોતાના નવા ફોટા મેટ્રિમોનિયલ સાઈટ પર પોસ્ટ કરી દીધા હતા. તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લાના પુડુપેટની ઈન્દ્રાણીના પુત્ર ગણેશે વર્ષ 2021માં દલાલ મારફતે લગ્ન કરવા સંધ્યાનો સંપર્ક કર્યો હતો. બન્નેના લગ્ન પણ થઈ ગયા હતા. લગ્નના થોડા મહિનાઓ પછી, તેણીએ તેના પતિ અને સાસુ-સસરા સાથે તેમની મિલકત તેના નામે ટ્રાન્સફર કરવા અને લોકરની ચાવી આપવા માટે લડવાનું શરૂ કર્યું. મહિલાએ પૈસાને લઈને સાસુને ઘરમાંથી કાઢી મૂકી. જ્યારે મિલકત ટ્રાંસફર કરાવવા માટે મહિલા એ જ્યારે આધારકાર્ડ કાઢ્યું ત્યારે પર્દાફાશ થયો હતો.
આ પણ વાંચોઃ રોહિત રંજન વિરુદ્ધ ગાળીયો કસાયો: રાહુલ ગાંધી ફેક ન્યૂઝ કેસમાં દિલ્હી પોલીસ પહોચી તેના નિવાસસ્થાને
શું છે આધારકાર્ડમાં? આધાર કાર્ડમાં C/o Ravi લખેલું હતું. આધાર કાર્ડ જોઈને ગણેશ ચોંકી ગયો. ત્યારબાદ ગણેશ અને તેની માતાને શંકા ગઈ અને તેણે પોલીસમાં ફરિયાદ કરી. મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ ખ્યાલ આવ્યો કે, મહિલાએ મેકઓવર કરાવીને ત્રણ વ્યક્તિઓ સાથે છેત્તરપિંડી કરી હતી. આ કેસમાં પોલીસે મહિલા સામે કાયદેસરના પગલાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે. જોકે, મહિલાએ કેટલા રૂપિયાની છેત્તરપિંડી કરી છે એ પોલીસ પ્રક્રિયા બાદ સામે આવશે.