- દેશભરમાં કોરોનાને કારણે વણસી રહેલી પરિસ્થિતિ
- પૂર્વ મધ્ય રેલવેના 2300 કર્મચારીઓ સંક્રમિત થયા
- સંક્રમણ સહિત સંખ્યાબંધ દર્દીઓના મોત છતા રેલવે શરૂ
પટના: દેશભરમાં પ્રલયકારી બનેલી કોરોના મહામારીએ અનેક લોકોને પોતાના સકંજામાં જકડ્યા છે. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં પૂર્વ મધ્ય રેલવેના 2300 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે. જેમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને સામાન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.
શું કહે છે પૂર્વ મધ્ય રેલવેના P.R.O ?
પૂર્વ મધ્ય રેલવેના P.R.O સંજય કુમાર પ્રસાદે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રેલવે કર્મચારીઓ, અધિકારીઓ મળીને અંદાજિત 2300 લોકો સંક્રમિત થયા છે. ભવિષ્યમાં જો કેસ વધશે, તો સેન્ટ્રલ રેલવે દ્વારા કોઈ નિર્ણય લેવાશે. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં હોવાથી કોઈ સમસ્યા નથી અને રેલવે યથાવત રીતે જ ચાલું રહેશે.