- મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના 2 હજાર કેસ સક્રિય થયા છે
- આ ફંગલના લીધે કેટલાક દર્દીઓએ તેમની દ્રષ્ટિ ગુમાવી હતી
- મહારાષ્ટ્રમાં આ રોગના કારણે અત્યાર સુધી 52 લોકોના મોત નીપજ્યાં છે
મુંબઇ: મુંબઇમાં કોરોનાથી મૃત્યુ પામેલા દસ લોકો બ્લેક ફંગસના શિકાર બન્યા હતા. આ ફંગલના લીધે કેટલાક દર્દીઓએ તેમની દ્રષ્ટિ ગુમાવી હતી. તે જ સમયે, મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના 2 હજાર કેસ સક્રિય થયા છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર યોજના વિભાગના માહિતી કેન્દ્રએ આ માહિતી આપી છે.
આ પણ વાંચોઃ ભારતમાં વધી રહ્યાં છે મ્યુકરમાઇકોસિસના કેસ
મહારાષ્ટ્રમાં આ રોગના કારણે અત્યાર સુધી 52 લોકોના મોત નીપજ્યાં છે
આ અગાઉ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે બુધવારે બ્લેક ફંગસના 1500 સક્રિય કેસની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં આ રોગના કારણે અત્યાર સુધી 52 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અને પરિવાર આયોજન વિભાગ દ્વારા આ રોગના ફેલાવા, તેના કોવિડ સાથેના સંબંધો, લક્ષણો, સારવાર અને તેમાં લેવાની સાવચેતી વિશે માહિતી આપવામાં આવી છે.
શું છે બ્લેક ફંગસ?
કોરોના મહામારી વચ્ચે બ્લેક ફંગસ જેવી ખતરનાક બિમારી લોકો માટે સમસ્યા બની ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ સાયન્સ (આઈસીએમઆર)ના અનુસાર, બ્લેક ફંગસએ દુર્લભ પ્રકારનું ફંગસ છે. આ ફંગસ શરીરમાં ઇજાઓને કારણે ઘાવ અને સ્ક્રેચેસ દ્વારા શરીરમાં ઝડપથી ફેલાય છે.
મ્યુકર માઇકોસિસ મોટે ભાગે તે કોવિડ -19 દર્દીઓમાં જોવા મળે છે
જેઓ કોરોના સંક્રમિત થતા પહેલા કોઈ અન્ય રોગથી પીડાતા હતા, તે દર્દીઓમાં આ ફંગલ વધુ જોવા મળે છે. ઉપરાંત, જેમની ઇમ્યુનિટી ખૂબ નબળી છે લોકોમાં આ ફંગલ વધુ ફેલાય છે, આરોગ્ય વિશેષજ્ઞોએ કહ્યું છે કે, મ્યુકર માઇકોસિસ મોટે ભાગે તે કોવિડ -19 દર્દીઓમાં જોવા મળે છે. જેમને ડાયાબિટીઝ, બ્લડમાં સુગરનું પ્રમાણ વધઘટ અથવા લોહીમાં આયરનનું સ્તર વધારે છે.
શું આ બિમારીથી મોત થાય છે?
બ્લેક ફંગસમાં મગજ, ત્વચા અને ફેફસાં પર ખરાબ અસર થાય છે. આ ફંગલ ઇન્ફેક્શનની સૌથી ભયાનક બાબત એ છે કે, તેનાથી પીડિત વ્યક્તિ પણ તેની દૃષ્ટિ ગુમાવે છે. આટલું જ નહીં, આનાથી પીડિતોના નાક અને જડબાના હાડકા પણ ઓગળી જાય છે. ડોકટરોના મતે આ રોગની સમયસર સારવાર ન મળવાના કારણે દર્દીનું મોત થાય છે.
બ્લેક ફંગસના લક્ષણ
બ્લેક ફંગસના ક્ષણોમાં તાવ, નાક બંધ અથવા સાઇનસ, માથાનો દુખાવો અને આંખનો દુખાવો અને જોવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. આ રોગ તે લોકોમાં વધુ જોવા મળે છે જેમને ડાયાબિટીઝની સમસ્યા હોય છે. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ છે કે, આવા દર્દીઓએ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવો જોઇએ.
શું છે ડોક્ટરની સલાહ?
ડોકટરોનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિ ઉપરોક્ત લક્ષણોને પોતાનામાં જુએ, તો તેણે તરત જ સાવધ રહેવું જોઈએ અને વિલંબ કર્યા વિના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ઘણા નિષ્ણાતો એમ પણ કહે છે કે, કોરોના સંક્રમણ અને તેના ડરના કારણે લોકો ડોક્ટરની સલાહ લીધા વિના વધારે સ્ટેરોઇડ્સ લેતા હોય છે, જેનાથી બ્લેક ફંગસનું જોખમ વધી જાય છે.
આ પણ વાંચોઃ કોરોનાનો જંગ જીત્યાં પછી પણ જીવન સામે ખતરો બની રહ્યું છે ફૂગથી થતું બ્લેક ફંગસ ઇન્ફેક્શન
બ્લેક ફંગસનો ઉપચાર
આ સંક્રમણ ત્વચાથી શરૂ થાય છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. તેની સારવારમાં, શરીરમાં નિર્જીવ અને સંક્રમિત પેશીઓ દૂર કરવામાં આવે છે, તેથી કેટલાક દર્દીઓ તેમના ઉપલા દાંત અને આંખો ગુમાવે છે. તેની સારવારમાં 4થી 6 અઠવાડિયા સુધી નસોની એન્ટિ-ફંગલ સારવાર પણ શામેલ છે. આ ચેપથી આખા શરીર પર ખરાબ અસર પડે છે. તેથી તેના ઉપચારમાં માઇક્રોબાયોલોજિસ્ટ, સઘન ન્યુરોલોજીસ્ટ, કાન-નાક-ગળાના નિષ્ણાત, નેત્ર રોગ વિશેષજ્ઞ, દંત ચિકિત્સક, સર્જન અને અન્ય નિષ્ણાતની સલાહ લેવામાં આવે છે.