ETV Bharat / bharat

તેલંગાણામાં બાહુબલી મૂવી જેવા દ્રશ્યો સર્જાયા - 2 મહિનાના બાળકને પૂરમાંથી બચાવ્યું

તેલંગાણાના અનેક જિલ્લાઓમાં પૂરના (Floods In Telangana) કારણે તબાહી મચી ગઈ છે. આ દરમિયાન, પેડ્ડાપલ્લીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ તેના બે મહિનાના બાળકને વાસણમાં મૂકીને પૂરના પાણીને પાર કરાવવામાં આવ્યું હતું.

તેલંગાણામાં બાહુબલી મૂવી જેવા દ્રશ્યો સર્જાયા

author img

By

Published : Jul 15, 2022, 10:36 AM IST

હૈદરાબાદ: તેલંગાણાના ભાગોમાં અવિરત વરસાદ અને પૂર (Floods In Telangana) સતત તબાહી મચાવી રહ્યા છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલુ છે. પૂર વચ્ચે વિવિધ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આવા બે દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં એક બાળકને વાસણમાં મૂકીને પૂરના પાણીને પાર કરાવવામાં આવ્યું હતું, જ્યારે બીજી જગ્યાએ ટાંકી પર ફસાયેલા બે ખેડૂતોને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવાયા હતા.

તેલંગાણામાં બાહુબલી મૂવી જેવા દ્રશ્યો સર્જાયા

આ પણ વાંચો: લો બોલો, આ પ્રકૃતિ પ્રેમએ હવે ડાંગરના ભૂસામાંથી લાકડાનું ઉત્પાદન કર્યુ

સીન ફિલ્મ બાહુબલી જેવો જ હતો : પેડ્ડાપલ્લી જિલ્લાના મંથનીના મારીવાડા ગામમાં ભયંકર પૂરની વચ્ચે એક વ્યક્તિ તેના માથા પર પ્લાસ્ટિકનો ટબ લઈને જતો જોવા મળ્યો હતો, જેમાં બે મહિનાનું બાળક ગરમ કપડામાં લપેટાયેલું હતું. હકીકતમાં રામ મૂર્તિનો પરિવાર પૂરના પાણીમાં ફસાઈ ગયો હતો. પછી રામમૂર્તિએ બાળકને વાસણમાં બેસાડી અને તેની આસપાસ કપડાં મૂક્યા હતા. આ સીન ફિલ્મ બાહુબલી જેવો જ હતો. કેટલાક યુવકોએ તેનો વીડિયો બનાવીને તેને ફિલ્મ બાહુબલી સાથે સરખાવીને વાયરલ કર્યો હતો.

પૂર વચ્ચે ખેડૂતો ટાંકી પર ફસાયા : બીજી તરફ મંચેરિયલ જિલ્લામાં પૂરમાં ફસાયેલા બે લોકોને ગુરુવારે હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવાયા હતા. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની (NDRF) ટીમે મંચેરિયલમાં ચેન્નુર નજીક ઓડ્ડુ સોમનપલ્લી ગામમાં ગોદાવરી નદીમાં પૂરમાં ફસાયેલા બે ખેડૂતોને બચાવ્યા હતા. ખેડૂતો પાણીમાં તણાઈ જતાં તેમના ઢોરને શોધી રહ્યા હતા. પાણીનું સ્તર વધતાં તેઓ પૂરમાં ફસાઈ ગયા અને પાણીની ટાંકી પર ચઢી ગયા હતા. ગ્રામજનોને આ બાબતની જાણ થતાં તેઓએ ધારાસભ્ય બાલ્કા સુમનને આ અંગે જાણ કરી હતી. ધારાસભ્યએ તરત જ પ્રધાન કેટીઆરને આ બાબતે જાણ કરી હતી. તેમના આદેશ પર સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ હૈદરાબાદથી હેલિકોપ્ટર લાવી અને બંનેને બચાવી લીધા.

આ પણ વાંચો: વર્ષોથી ચાલ્યા આવતા આ શો એ કર્યા આટલા હજાર એપિસોડ્સ પૂર્ણ, જાણો કઇ રીતે ઉજવણી કરવામાં આવી

બચાવ ટીમના બે લોકોના મોત : બીજી તરફ કુમુરમ ભીમા જિલ્લાના દહેગામમાં રેસ્ક્યુ ટીમના બે લોકોના મોત થયા છે. પૂર રાહત કાર્યમાં જોડાયેલા બે કર્મચારીઓને સિંગરેની સંસ્થા દ્વારા ભીમા જિલ્લાના દહેગામ મોકલવામાં આવ્યા હતા. ગઈકાલે ત્યાં નદી પાર કરતી વખતે બંને લપસી પડ્યા હતા. ગુમ થયેલા બંને જવાનોના મૃતદેહ આજે મળી આવ્યા હતા. મૃતક સતીશ અને રામુ મંચિરયાલા જિલ્લાના શ્રીરામપુરમાં કામ કરતા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.