ETV Bharat / bharat

PUBG Addiction: PUBGના શોખીનો માટે લાલબતી સમાન કિસ્સો, ધોરણ 12ના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા - PUBG ગેમની લત

ઈન્દોરમાં આત્મહત્યાના કેસ સતત વધી રહ્યા છે. તેવા સમયમાં 12માં ધોરણના વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને PUBG ગેમની લત (PUBG Addiction)હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી છે. પોલીસ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે. (Student hanged in Indore)(Student hanged in Indore)

PUBG Addiction
PUBG Addiction
author img

By

Published : Mar 30, 2022, 12:44 PM IST

ઈન્દોર, મધ્યપ્રદેશ : PUBG ગેમ રમવાના લતમાં અનેક વખત નાના બાળકો સહિત યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. વલ્લભનગરમાં રહેતા એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેને PUBG ગેમની લત (PUBG Addiction) હતી. જેના કારણે તેણે આવું ભયજનક પગલું ભર્યું હશે. પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હાલ, પોલીસે સંબંધીઓના નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરત GSRTC બસ ડેપોના પાર્કિંગની નજીક ઝાડીમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

નગ્ન અવસ્થામાં ફાંસી પર લટકતો મૃતદેહ : ટુકોગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના વલ્લભ નગરમાં રહેતો 18 વર્ષીય વિવેક 12માં ધોરણનો વિદ્યાર્થી હતો. પરિવારના સભ્યોની ગેરહાજરીમાં તેણે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પરિવારજનો ઘરે આવ્યા તો તેમણે જોયું કે તે ફાંસી પર લટકતો હતો. આ દરમિયાન તે નગ્ન હતો. આ મામલાની માહિતી તુકોગંજ પોલીસને આપવામાં આવતા, પોલીસ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા કિશોરે કરી આત્મહત્યા

મોબાઈલ જપ્તઃ પોલીસે જણાવ્યું કે, વિવેકને PUBG ગેમ રમવાની લત લાગી ગઈ હતી. ઘણી વખત તેને પબજી ગેમ રમવાની મનાઈ પણ કરવામાં આવી હતી. તેણે કોઈનું સાંભળ્યું નહીં. કદાચ આ ગેમના કારણે જ તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હયો શકે છે. પોલીસે સંબંધીઓના નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે. તેનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે જેની તપાસ કરવામાં આવી રહી છે. ઈન્દોરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂતકાળમાં આવા જ કિસ્સા નોંધાયા છે. (Student hanged in Indore)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.