હાથરસઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગેટ કોતવાલી વિસ્તારના એક ગામની એક કિશોરીને પેટમાં દુખાવાને કારણે તેના પરિવાર સાથે જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી.અહીં તેણે શૌચાલયમાં બાળકીને જન્મ આપ્યો હતો. કિશોરી અને તેની પુત્રીને મહિલા હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ન તો તેના પરિવારના સભ્યોને અને ન તો કિશોરીને પોતે ગર્ભવતી હોવાની જાણ હતી.
મોસાળમાં રહીને ધો.10માં કરતી હતી અભ્યાસ: કિશોરી મથુરામાં પોતાના મોસાળમાં રહીને ધોરણ 10માં અભ્યાસ કરે છે, તે આશરે 4 દિવસ પહેલાં જ મથુરાથી તેના ઘરે આવી હતી. અહીં આવીને તેની તબિયત લથડી ગઈ હતી. જેના કારણે પરિવારના સભ્યો તેને જિલ્લા હોસ્પિટલે સારવાર માટે લઈ ગયાં હતાં.
શૌચાલયમાં આપ્યો બાળકીને જન્મ: જ્યાં તેને પેટમાં દુખાવાની જાણ થઈ, અને જ્યારે તે હોસ્પિટલના શૌચાલયમાં શૌચક્રિયા માટે ગઈ તે સમયે શૌચાલયમાં જ તેણે એક બાળકીને જન્મ આપ્યો. આ જોઈને પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા. આ અંગે હોસ્પિટલના સ્ટાફને જાણ થતાં મહિલા હોસ્પિટલના સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો. નવજાત શિશુ અને તેની માતાને મહિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ પ્રશાસને આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચીને પરિવારજનો પાસેથી મામલાની તમામ માહિતી લીધી. યુવતીએ તેના મોસાળમાં એક યુવક સાથે શારીરિક સંબંધ બંધાઈ ગયાં હતા તેને જરા પણ ખ્યાલ ન હતો કે તે ગર્ભવતી છે.
માતા-પુત્રી સ્વસ્થ: મહિલા જિલ્લા હોસ્પિટલના CMS, ડૉ. શૈલી સિંહે જણાવ્યું હતું કે, એક અપરિણીત કિશોરીએ જિલ્લા હોસ્પિટલના શૌચાલયમાં બાળકીને જન્મ આપ્યો છે. બાળકી અને તેની માતાને ત્યાંથી મહિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે બાળકેને એસએનસીયૂ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યું છે. આ મામલાની માહિતી ઉચ્ચઅધિકારીઓને આપવામાં આવી છે.