- ભારતે 100 કરોડ રસીઓનું લક્ષ્ય હાંસલ કર્યું
- 9 મહિનામાં લક્ષ્ય પૂર્ણ કરી રચ્યો ઇતિહાસ
- જાન્યુઆરીથી શરૂ થયું હતું રસીકરણ
ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, 17 ઓક્ટોબર સુધીમાં ભારત 100 કરોડ કોરોના રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કરશે. એટલે કે 18 વર્ષથી વધુ ઉંમરના 100 કરોડ ભારતીય નાગરિકોએ રસીના એક અથવા બન્ને ડોઝ લીધા હશે. આ લક્ષ્યને હાંસલ કરવામાં ભારતને લગભગ 9 મહિનાનો સમય લાગ્યો છે. રાષ્ટ્રીય COVID- 19 રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો 16 જાન્યુઆરી, 2021 થી શરૂ થયો હતો. જાન્યુઆરીમાં જ સરકારે ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની રસી કોવિશીલ્ડના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી હતી.
-
India scripts history.
— Narendra Modi (@narendramodi) October 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
We are witnessing the triumph of Indian science, enterprise and collective spirit of 130 crore Indians.
Congrats India on crossing 100 crore vaccinations. Gratitude to our doctors, nurses and all those who worked to achieve this feat. #VaccineCentury
">India scripts history.
— Narendra Modi (@narendramodi) October 21, 2021
We are witnessing the triumph of Indian science, enterprise and collective spirit of 130 crore Indians.
Congrats India on crossing 100 crore vaccinations. Gratitude to our doctors, nurses and all those who worked to achieve this feat. #VaccineCenturyIndia scripts history.
— Narendra Modi (@narendramodi) October 21, 2021
We are witnessing the triumph of Indian science, enterprise and collective spirit of 130 crore Indians.
Congrats India on crossing 100 crore vaccinations. Gratitude to our doctors, nurses and all those who worked to achieve this feat. #VaccineCentury
દેશમાં 100 કરોડ વેક્સિનના ડોઝ પૂર્ણ થતા વડાપ્રધાન મોદીએ કોરોના વોરિયર્સ, દેશવાસિઓને અભિનંદન પાઠવ્યા હતા.
-
बधाई हो भारत!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
दूरदर्शी प्रधानमंत्री श्री @NarendraModi जी के समर्थ नेतृत्व का यह प्रतिफल है।#VaccineCentury pic.twitter.com/11HCWNpFan
">बधाई हो भारत!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 21, 2021
दूरदर्शी प्रधानमंत्री श्री @NarendraModi जी के समर्थ नेतृत्व का यह प्रतिफल है।#VaccineCentury pic.twitter.com/11HCWNpFanबधाई हो भारत!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 21, 2021
दूरदर्शी प्रधानमंत्री श्री @NarendraModi जी के समर्थ नेतृत्व का यह प्रतिफल है।#VaccineCentury pic.twitter.com/11HCWNpFan
આ તકે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને દેશને અભિનંદન આપ્યા હતા અને આ આ ઐતિહાસિક સિદ્ધિનો શ્રેય વડાપ્રધાન મોદીને આપ્યો હતો.
જાણો, ભારતમાં રસીકરણની સ્થિતિ
દેશમાં વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન જાન્યુઆરી 2021 માં શરૂ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરી, 2021 ના રોજ રાષ્ટ્રીય COVID-19 રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ કર્યો હતો. સરકારે ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા અને ભારત બાયોટેકની કોવેક્સિન દ્વારા વિકસિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની રસી કોવિશીલ્ડના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી હતી. રસીકરણ દરમિયાન દેશમાં ઘણા રેકોર્ડ પણ બનાવવામાં આવ્યા હતા. 18 સપ્ટેમ્બરના રોજ, દેશભરમાં રસીના 25 મિલિયન ડોઝ આપવામાં આવ્યા હતા. દેશભરમાં રસી આપવા માટે 52,088 કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. જેમાંથી 50,056 સરકારી કેન્દ્રો છે, જ્યાં મફત રસી આપવામાં આવી રહી છે. જ્યારે 2,032 ખાનગી છે.
રસીકરણમાં યુપી નંબર વન, સંપૂર્ણ રસીકરણમાં મહારાષ્ટ્ર ટોચ પર
રસીકરણની બાબતમાં ઉત્તરપ્રદેશ પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં 12.21 કરોડથી વધુ લોકોએ અહીં રસી લીધી છે. સંપૂર્ણ રસીકરણ એટલે કે બન્ને ડોઝ લેનારા લોકોની સંખ્યા લગભગ 2 કરોડ 78 લાખ છે. 9.32 કરોડ રસીકરણ ડોઝ સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને છે. સંપૂર્ણ રસીકરણમાં મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે. અહીં બન્ને ડોઝ લેનારા લોકોની સંખ્યા 2.88 કરોડ છે. પશ્ચિમ બંગાળ ત્રીજા નંબરે છે, જ્યાં 6.85 કરોડ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. અહીં 1.87 કરોડ લોકોએ બન્ને ડોઝ લીધા છે. ગુજરાત ચોથા સ્થાને છે, જ્યાં લગભગ 6.76 કરોડ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અહીં 2.35 કરોડ લોકોને કોરોના રસીના બન્ને ડોઝ મળ્યા છે. 6.72 કરોડ લોકોને રસી આપીને મધ્યપ્રદેશ પાંચમા સ્થાને છે.
સ્ટેપ બાય સ્ટેપ 100 કરોડની નજીક પહોંચ્યાં
એક કરોડ રસીકરણની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં ભારતને 34 દિવસ લાગ્યા. 20 ફેબ્રુઆરીએ ભારતે એક કરોડ રસીનો આંકડો હાંસલ કર્યો હતો. પ્રથમ તબક્કામાં માત્ર વરિષ્ઠ નાગરિકો, તબીબી સેવાઓના કર્મચારીઓ અને કોરોના વોરિયર્સને જ રસી આપવામાં આવી રહી હતી. 45 થી વધુ લોકોનું રસીકરણ 1 એપ્રિલથી શરૂ થયું. 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ 1 મેથી શરૂ થયું. ભારતને પ્રથમ 100 મિલિયન રસીકરણના આંકડાને સ્પર્શ કરવામાં 85 દિવસ લાગ્યા પરંતુ ભારતે 65 કરોડ ડોઝથી 75 કરોડ ડોઝ સુધીની સફર માત્ર 13 દિવસમાં પૂર્ણ કરી છે.
વિદેશમાં રસીકરણની સ્થિતિ
WHO અનુસાર, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનમાં રસીના 221 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 47.5 ટકા લોકો બન્ને ડોઝ લઈને સંપૂર્ણ રસીકરણ કરી ચૂક્યા છે. અમેરિકાની 57 ટકા વસ્તીને બન્ને ડોઝ મળ્યા છે. સંયુક્ત આરબ અમીરાત સંપૂર્ણ રસીકરણમાં પ્રથમ ક્રમે છે. ત્યાંના 85 ટકા લોકોએ સંપૂર્ણ રસીકરણ કર્યું છે એટલે કે બન્ને ડોઝ લીધા છે. જાપાનના 65.8 ટકા લોકો અને બ્રિટનના 67.3 ટકા નાગરિકો માટે ડોઝ પૂર્ણ કરવામાં આવ્યો છે. ફ્રાન્સ અને કેનેડામાં વધુ સારા રેકોર્ડ છે.
ડિસેમ્બર સુધીમાં 18 વર્ષથી ઉપરના લોકોને રસીના બન્ને ડોઝ આપવાનું ભારત સરકારનું લક્ષ્ય
ભારત સરકારના જણાવ્યા અનુસાર દેશમાં એક અબજ 360 કરોડ લોકોને રસી આપવી પડશે. હમણાં ભારત સરકારે બાળકો માટે પણ રસીને મંજૂરી આપી છે. એવી અપેક્ષા છે કે, આવતા વર્ષે જાન્યુઆરી 2022થી, તે 2 વર્ષથી 18 વર્ષના બાળકોને આપવામાં આવશે. હાલમાં, ભારત સરકારનું લક્ષ્ય ડિસેમ્બર સુધીમાં 18 વર્ષથી ઉપરના લોકોને રસીના બન્ને ડોઝ આપવાનું છે.