ETV Bharat / assembly-elections

ભાજપમાં જોડાવાની અટકળોને ભૂપત ભાયાણીએ ગણાવી અફવા

author img

By

Published : Dec 11, 2022, 3:38 PM IST

Updated : Dec 11, 2022, 4:55 PM IST

વિસાવદર બેઠક પર વિજેતા બનેલા ભૂપત ભાયાણીએ(Bhupat Bhayani won the Visavadar seat) ભાજપમાં જોડાવાની અફવાઓનું ખંડન કર્યું હતું. તેમણે જણાવ્યું કે હું કોઈ પક્ષમાં જોડાઈ રહ્યો નથી. આ માત્ર અફવા છે. હું અંગત કામથી ગાંધીનગર ગયો હતો. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી છે. ત્યારે આજે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળો વહેતી થઈ હતી. જેનું તેમણે અફવા ગણાવીને ખંડન કર્યું હતું.(Denied speculations of joining BJP)

ભાજપમાં જોડાવાની અટકળોને ભૂપત ભાયાણીએ ગણાવી અફવા
ભાજપમાં જોડાવાની અટકળોને ભૂપત ભાયાણીએ ગણાવી અફવા
હું કોઈ પક્ષમાં જોડાઈ રહ્યો નથી. આ માત્ર અફવા છે.

વિસાવદર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(Gujarat Assembly Election Result 2022) આઠ ડિસેમ્બરે પરિણામ જાહેર થયા બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પાંચ મહત્વની ગણાતી બેઠકો પર જીત હાંસલ કરી છે. આવતીકાલે નવી સરકારનો શપથવિધિ સમારોહ(tomorrow Swearing-in ceremony of the new government ) યોજાશે. જો કે શપથવિધિ પહેલા જ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના(Bhupat Bhayani won the Visavadar seat) ભાજપના જોડાવાની અફવાએ જોર પકડ્યું હતું.

ભાજપમાં જોડાવાની વાતો માત્ર અફવા: વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આ બાબતે જણાવ્યું છે કે હું કોઈ પક્ષમાં જોડાઈ રહ્યો નથી. આ માત્ર અફવા છે. હું અંગત કામથી ગાંધીનગર ગયો હતો. હું આપથી નારાજ નથી. હું વિસાવદરની જનતાને પૂછીને જ કોઈ નિર્ણય લઈશ. ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાની અટકળોનું ખંડન કર્યું હતું.

વિસાવદર બેઠક પર કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રિબડિયાને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. વિસાવદર વિધાનસભા પર વડાપ્રધાન મોદીએ સભા પણ કરી હતી. ત્યારે આ બેઠક પર જીત મેળવીને આપના ભૂપત ભાયાણીએ સૌને ચોંકાવી દીધા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક થઈને વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને હરાવવાનું આયોજન કર્યું હતું.

શું હતું જીતનું કારણ: વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતેલા ભૂપત ભાયાણી કે જેવો એક સમયના આ વિસ્તારમાં ભાજપના દિગ્ગજ અને કદાવર નેતા તરીકે જાણીતા હતા. પરંતુ કોઈ કારણોસર ભાજપ છોડી તેઓ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીમાં ગયા પછી પોતે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ લોકસંપર્ક વધારી આમ આદમી પાર્ટીના વિચારો લોકોને સમજાવ્યા હતા. આમ આદમી પાર્ટીએ તેમનું પ્રબળ નેતૃત્વ જોઈ તેમને વિસાવદર વિધાનસભાની ટિકિટ આપી હતી. ત્યારબાદ ભૂપત ભાયાણીએ વિસાવદર બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. માત્ર ભેસાણ અને વિસાવદર પંથકના કરેલાં કામો અને સરપંચ રહી ચૂકેલા ભુપત ભાયાણીએ લોકો વચ્ચે જઈ પોતાની કામ કરવાની કાર્ય પદ્ધતિ જણાવી હતી અને ડોર ટુ ડોર જઇ ગામડે ગામડે લોકપ્રચાર કર્યો હતો.

Last Updated : Dec 11, 2022, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.