ETV Bharat / assembly-elections

બોટાદ વિધાનસભામાં સતત ઘટી રહેલું જીતનું માર્જિન વધારી શકશે વડાપ્રધાનની રેલી - હિંમતનગર

બોટાદ ગુજરાત વિધાનસભાની (Botad Legislative Assembly) 182 બેઠકો પૈકી 107 નંબરની બેઠક છે. જે ભાવનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીનો એક મહત્વના બોટાદ જિલ્લામાં આવેલું નગર છે, જે આ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક અને બોટાદ તાલુકાનું વડું મથક પણ છે. બોટાદ વિધાનસભામાં ભાજપનો (bhartiya janta party) દબદબો રહ્યો છે ત્યારે શું આવશે આ વખતે પરિણામ તે જોવાનું રહ્યું..જાણો બોટાદ બેઠકનું સરવૈયું

બોટાદ વિધાનસભામાં સતત ઘટી રહેલું જીતનું માર્જિન વધારી શકશે વડાપ્રધાનની રેલી
the-prime-ministers-rally-can-increase-the-ever-decreasing-margin-of-victory-in-the-botad-assembly
author img

By

Published : Nov 20, 2022, 6:15 AM IST

ન્યુઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી (Prime Minister Narendra Modi) લઈને દરેક પાર્ટીઓના પ્રમુખ નેતાઓ ઝંઝાવાતી પ્રચારમાં લાગ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ગોધરા, ધોળકા, બોટાદ, વિજાપુર, હિંમતનગર, ગારિયાધાર, ઉમરેઠ, રાજકોટ ગ્રામ્ય, ખંભાત અને વાગરા એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસ જીતતાં જીતતાં હારી ગઇ(lost at low margin) હતી. અને એવી જ એક બેઠક એટલે બોટાદ વિધાનસભા (Botad Legislative Assembly)...ગત વખતની ચૂંટણીના પરિણામને ઝીણવટ પૂર્વક જોઇએ તો 10 બેઠક પર ખરાખરીના જંગ (tight fight) બાદ ભાજપે બાજી મારી લીધી હતી. જ્યારે કોંગ્રેસની આ બેઠકો પર મહેનત ઓછી પડી હતી.તો આવો જાણીએ બોટાદ વિધાનસભાના લેખા-જોખા..

2017ની વિધાનસભાનું પરિણામ
2017ની વિધાનસભાનું પરિણામ

રાજકીય ઇતિહાસ: બોટાદ બેઠક (Botad assembly seat) પર ભાજપના ટોચના નેતા સૌરભ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર ડી.એમ કલાઠીયાનો માત્ર 906 મતોથી પરાજય થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, 906 મત કરતાં વધુ મત તો નોટામાં પડ્યા હતા. જેથી આગામી સમયમાં કોંગ્રેસ આ બેઠક પર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.2017 કરતા 2022 વિધાનસભાની ચૂંટણીમાં માહોલ થોડો અલગ જોવા મળી શકે છે. અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવા નેતા હાર્દિક પટેલ હવે ભાજપમાં છે.જેના પરિણામે કદાચ ભાજપને આ વખતે ગત ચૂંટણી જેટલું પાટીદાર ફેક્ટર નડે નહીં તેવું પણ બને. આ ઉપરાંત ભાજપ સરકારે પાટીદાર નેતાઓની ઘણી માંગ સ્વીકારી છે અને તેને અમલમાં પણ મૂકી છે.ચાર વખત અહીંથી સૌરભ પટેલ જીત્યા છે. 2017માં સૌરભ પટેલને 79,623 વોટ મળ્યા હતા. તો કોંગ્રેસના ડી.એમ. પટેલને 78,717 વોટ મળ્યા હતા. 2007થી અહીં ભાજપની જીતનું માર્જિન ઘટી રહ્યું છે.

કુલ મતદારો
કુલ મતદારો

બોટાદ વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા: બોટાદ વિધાનસભા ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલ છે. મતદારોની સંખ્યાની વાત કરીયે તો બોટાદ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,91,608 છે. જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 1,40,556 છે તો પુરુષ મતદારોની સંખ્યા 1,51,048 છે.બોટાદ જિલ્લામાં કોળી અને પટેલ સમાજનું વર્ચસ્વ રહ્યું છે.આ ઉપરાંત અનુસૂચિત જાતિ 6.4 ટકા અનુસૂચિત જનજાતિ 0.19 ટકા છે.

બોટાદની ખાસિયત
બોટાદની ખાસિયત

બોટાદની ખાસિયત: ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું મૃત્યું બોટાદમાં થયું હતું. જાણીતા ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, કટાર લેખક મોહમ્મદ માંકડનો જન્મ હાલના બોટાદ જિલ્લામાં થયો હતો. જોવાલાયક સ્થળોમાં કૃષ્ણસાગર તળાવ, અંબાજી મંદિર, બોટાદ, વરીયાદેવી, મોક્ષ મંદિર, સ્વામિનારાયણ મંદિર જાણીતા છે. આ ઉપરાંત બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

બોટાદની સમસ્યાઓ
બોટાદની સમસ્યાઓ

બોટાદની સમસ્યાઓ: બોટાદ જિલ્લો અલગ થયાને 10 વર્ષ થયા બાદ પણ દવાખાનામાં સરકારી ડોક્ટરોનો અભાવ જોવા મળી રહ્યો છે. આ સિવાય થોડા સમય પહેલા થયેલા લઠ્ઠાકાંડને કારણે બોટાદ જિલ્લો ચર્ચામાં આવ્યો હતો. બોટાદ વિધાનસભામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવની સાથે-સાથે માળખાગત સુવિધાને પણ વિકાસની જરૂર છે.લઠ્ઠાકાંડને કારણે અનેક લોકોના મૃત્યુ થયા હતા. જો કે ત્યારબાદ પણ અનેક જગ્યાએ હજુ દારૂનું દુષણ જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.