અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Election 2022 ) ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજા ચરણમાં જે વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજવાની છે તે ચૂંટણી પ્રચારની શરૂઆત આવતીકાલથી કરવામાં આવશે. આવતીકાલથી અમદાવાદ શહેરની વિવિધ વિધાનસભા બેઠક પર કેન્દ્રીય તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓ ( Senior leaders of BJP ) અલગ અલગ વિધાનસભા બેઠક પર સભા ( BJP Public meetings in Ahmedabad City Assembly Seats )સંબોધશે.
અમદાવાદ શહેરની વિવિધ બેઠક પર સભાઓ ભાજપ દ્વારા આવતીકાલથી અમદાવાદ શહેરની વિવિધ વિધાનસભા બેઠક પર ચૂંટણીના પ્રચારની શરૂઆત કરશે. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની બેઠક ઘાટલોડીયાથી કેન્દ્રીય પ્રધાન અજય ભટ્ટ સભા સંબોધશે. જ્યારે વેજલપુર વિધાનસભા હિમાચલના મુખ્યપ્રધાન જયરામ ઠાકોર , જોધપુરથી કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, વટવા વિધાનસભા બેઠક પરથી ફિલ્મ અભિનેતા મનોજ જોશી, એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પરથી હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકોર, નારણપુરા વિધાનસભા બેઠક પરથી જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા નિકોલ વિધાનસભા બેઠક પરથી સભા ( BJP Public meetings in Ahmedabad City Assembly Seats )સંબોધશે.
ગૃહપ્રધાન અમિત શાહની સાબરમતીમાં સભા આ ઉપરાંત આસામના મુખ્યપ્રધાન હિંમત બિસ્વા શરમા નરોડા વિધાનસભા બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા ઠક્કર બાપાનગર, સાંસદ મનોજ તિવારી બાપુનગર, મુખ્યપ્રધાન નીતિન પટેલ અમરાઈવાડી, આસામના મુખ્યપ્રધાન હિંમત બિશ્વા દરીયાપુર, રાજ્યસભાના સાંસદ મનોજ તિવારી જમાલપુર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનીશ, મણિનગર કેન્દ્રપ્રધાન અર્જુન મેઘવાલ દાણીલીમડા, અમિત શાહ સાબરમતી ( Amit Shah ) અને કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર શેખાવત અસારવા વિધાનસભા બેઠક પરથી ( BJP Public meetings in Ahmedabad City Assembly Seats )જનસભાને ( Gujarat Election 2022 ) સંબોધિત કરશે.