પાલનપુરઃ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવતા તમામ (Gujarat Legislative Assembly election 2022) રાજકીયપક્ષો એડીચોટનું જોર લગાવી રહ્યા છે. પાલનપુર આવેલા વડાપ્રધાન મોદીએ જય બોલાવીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. પોતાની આગવી શૈલીમાં તેમણે આ વખતે પણ અંગત કામ અંતર્ગત વડીલોને પ્રણામ કેહવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે પાલનપુર આવનારા દિવસોમાં ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતમાં જતા માલ સામાન અને સૈન્ય સામગ્રીનું કેન્દ્ર બની રહેશે એવી ખાતરી (Gujarat BJP) ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે, લોકસભાના મતદાનનો રોકોર્ડ તોડવો છે. આનાથી લોકતંત્ર મજબુત થશે. જેમાં બધાનું ભલું છે. પછી મહેનત કરજો કે, કમળ નીકળવું જોઈએ.
પાંચ પઃ પાલનપુરનો એટલે 'પ' અને બીજા પાંચ 'પ', 'પર્યટન,' 'પર્યાવરણ,' 'પાણી,' 'પશુધન' અને 'પોષણ' આ તમામ ક્ષેત્રમાં મોટું કામ થયું છે. લોકોના બે ટંકના ભોજનની ચિંતા કરી છે. ખાસ કરીને જ્યારે મહિલાઓની વાત આવે ત્યારે. હવે લોકોને કઠોળ પણ મળી રહે એવી વ્યવસ્થા કરી છે. આપણી પાસે અઠવાડીયું જ રહ્યું છે, તમારે ઘરે ઘરે જઇને કમળ ખીલવાડવા મહેનત કરવાની છે. કોલ્ડ સ્ટોરેજ બનાવાના છે. જે ઉત્તર ગુજરાતનો સામાન એ વાયા પાલનપુરના રસ્તે થઈને જવાનો છે. જેથી પાલનપુર એક કેન્દ્ર બની રહેશે. દરિયા કાંઠે જેટલો ધમધમાટ ન હોય એટલો ધમધમાટ પાલનપુલ સેન્ટરમાં થશે. પાલનપુર ઉત્તર ભારતનું સેન્ટર બની રહેશે. મારે બનાસકાંઠા પાટણ અને કચ્છ સુધીની મને ખબર છે.
તકલીફની ખબર છેઃ તમારી તકલીફ કાનથી ન સાંભળવાની હોય મેં અનુભવી છે. દિલ્હીમાં બેઠેલો દીકરો ઘરના કામમાં આવે. આ વખતે બનાસકાંઠામાં 100 ટકા કમળ ખિલવી દો. પરિવર્તન લાવીશું, રેકોર્ડબ્રેક મતદાન કરવું છે. બધા પોલિંગબુથ પર વધુને વધુ મતદાન થવું જોઈએ. 100 ટકા જીત માટે કમળને જીતાડવું પડ઼ે. આજથી ડબલ મહેનત કરો, ઘરે ઘરે જઈને મતદાતાના આશીર્વાદ લેવાનો અવસર છે.
ગ્રીન હાઈડ્રોજનઃ તમને જેમ વેક્સિન ફ્રીમાં મળી એમ હું દેશના પશુઓને પણ ટીકાકરણ ફ્રીમાં કરવાવું છું. માતાઓ બહેનોને ડેરીએથી સીધા પૈસા મળે છે, મારી માતાઓ-બહેનો આત્મનિર્ભર બની છે. વાત જ્યારે કોઈ પર્યટન ક્ષેત્રની આવે ત્યારે પાલનપુર કેમ પાછળ રહે. વાત પર્યાવરણની હોય, વાત પાણીની હોય, વાત પશુધનની હોય કે વાત પોષણની હોય ઉત્તર ગુજરાત બધામાં આગળ રહ્યું છે. આવનારા દિવસોમાં તમારી ગાડી પેટ્રોલ કે ડીઝલથી નહીં પણ ગ્રીન હાઈડ્રોજનથી ચાલવાની છે.
નરેન્દ્રભાઈ આવ્યા હતાઃ આ વખેત સભાનું સંબોધન કરતા મોદીએ એ વાત ભાર દઈને કહી હતી કે, જ્યારે પણ મતદાતાઓના ઘરે જાવ અને વડીલોને મળો ત્યારે એવું કહેજો કે, નરેન્દ્રભાઈ પાલનપુર આવ્યા હતા. વડાપ્રધાન નહીં, મોદી સાહેબ નહીં, પીએમ મોદી પણ નહીં. આપણા નરેન્દ્રભાઈ મોદી મળવા આવ્યા હતા. એ પછી એ દરેક વડીલને મારા પ્રણામ પાઠવજો. જેથી એના આશીર્વાદ મારા સુધી પહોંચે