મોરબી: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના (morbi bridge tragedy) બની તેને 40 દિવસ પૂર્ણ થયા છે પણ પણ મોરબીવાસીઓની આંખ છલકાય આવે છે અને સ્તબ્ધ થઇ જાય છે. મૃતકોના પરિવારજનો પણ પુલ શબ્દ સંભાળતા જ ધૂસકે ધૂસકે રડવા માંડે છે. આ દિવગંત આત્માઓને શાંતિ મળે તે માટે મોરબીના નવનિયુક્ત ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા મચ્છુ માતાજીના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન (kantilal amrutiya morbi mla organize moksh yagna)કરવામાં આવ્યું હતું.
મોક્ષ યજ્ઞનું આયોજન: મોરબી વિધાનસભા બેઠક પર પરિણામ આવ્યું હતું. જેમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાનો જંગી મતે વિજય થયો હતો તો કાંતિ અમૃતિયાએ ઝુલતા પુલ દુર્ધટનામાં (morbi bridge tragedy) દિવંગત આત્માઓની શાંતિ માટે મોક્ષ યજ્ઞનું આયોજન (kantilal amrutiya morbi mla organize moksh yagna)કરવામાં આવ્યું હતું. આ મોક્ષ યજ્ઞ મચ્છુ માતાજીના મંદિરે રાખવામ આવ્યો હતો. આ યજ્ઞમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા, પાલિકાના કાઉન્સિલરો અને મૃતકોના સ્વજનોએ યજ્ઞમાં આહુતિ આપીને દિવંગત આત્માઓને શાંતિ માટે તે માટે પ્રાર્થના કરવામાં (kantilal amrutiya morbi mla organize moksh yagna)આવી હતી. આ તકે કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે ઘટના બની ત્યારે મારા કાર્યકર્તા સહિતનાઓ મચ્છુ માતાજીના મંદિરે જ (morbi bridge tragedy) નદીમાં ગયા હતા અને રાહત કામગીરી કરવામાં આવી(kantilal amrutiya morbi mla organize moksh yagna) હતી. ચૂંટણી દુખ સાથે લડવાની હતી દુખ સાથે જનતાએ અમારા પર વિશ્વાસ મુક્યો છે અને જે બન્યું તે બની ગયું છે પણ મૃતકોને ન્યાય આપવવા માટે નરેન્દ્રભાઈ અને કાન્તીભાઈ અપાવશે તેવો વિશ્વાસ (We will bring justice to the victim families)છે.
સાકેત ગોખલેના ટ્વીટ મામલે કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને જે માહિતી શેર (morbi bridge tragedy) કરવામાં આવી હતી તે બિલકુલ ખોટી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા માટે અડધો કલાક આવ્યા હતા તે દરમિયાન તેઓએ ચા સુધ્ધાં પીધી નથી. તેઓ માત્ર પોતાનું હેલીકોપ્ટર લઈને આવ્યા હતા. તેમને વધુમાં જણાવ્યું હતું કે મીડિયામાં જે વાતો કરે તે ખોટી વાત છે. અહીંયા જે બન્યું છે તે દુઃખની વાત છે એને ન્યાય અપાવવા માટે જ અમે હવન રાખ્યો છે અને ન્યાય અપાવવા માટેનો સંકલ્પ કર્યો (We will bring justice to the victim families)હતો.