ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) અંતર્ગત 21 નવેમ્બરના દિવસે બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો.રાજ્ય ચૂંટણી પંચ (election commision of gujarat) દ્વારા અંતિમ ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ (Chief Electoral Officer P.Bharti) જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં 65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ (65-Morbi seat as there are 17 candidates), જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં (Surat's 163-Limbayat constituency) 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.પી.ભારતીએ વધુ ઉમેદવાર બાબતે વિગતો આપતા જણાવ્યું હતું કે 65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવાર હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે. જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.
સૌથી વધુ ઉમેદવાર ધરાવતી વિધાનસભા: અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન 5610નું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે સૌથી ઓછા ડાંગમાં 335 પોલિંગ સ્ટેશન બનાવાવમાં આવ્યા છે. ગુજરાતમાં 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો તથા 2,53,59,863 પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે. 1391 થર્ડ જેન્ડર મતદારો પૈકી સૌથી વધુ 226 થર્ડ જેન્ડર મતદારો વડોદરામાં નોંધાયા છે. રાજ્યમાં 100 વર્ષ કે તેનાથી વધુ વયના કુલ 10,460 મતદારો નોંધાયા છે. 18થી 29 વર્ષની વયજૂથના 11,51,0015 યુવા મતદારોનો સમાવેશ થાય છે.રાજ્યમાં માત્ર ત્રણ જિલ્લાઓ દાહોદ, નવસારી અને તાપીમાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધારે
ઘર નજીક મતદાનની વ્યવસ્થા: મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે બંને તબક્કામાં મતદારો ઘરથી નજીકના સ્થળે સરળતાથી મતદાન કરી શકે તે માટે રાજ્યમાં 29,357 પોલીંગ સ્ટેશન લોકેશન(PSL) પર 51,839 પોલીંગ સ્ટેશન(PS) ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 5610, સુરતમાં 4637, બનાસકાંઠામાં 2613, વડોદરામાં 2590 અને રાજકોટમાં 2264 પોલીંગ સ્ટેશન આવેલા છે. સૌથી ઓછા પોલીંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં ડાંગમાં 335, પોરબંદરમાં 494,તાપીમાં 605, બોટાદમાં 614 અને નર્મદામાં 624નો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં આ જિલ્લામાં મતદાન થશે: અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા. બીજા તબક્કાની 93 બેઠક પર મતદાન થશે.