મહીસાગર: વર્ષ 2022ની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉ કુબેરભાઈ ડિંડોર (Bhupendra Patel Cabinet Minister Dr Kuber Dindor) પર વિશ્વાસ મૂકી ફરી રીપીટ કરવામાં આવ્યા હતાં અને તેમની સામે નિવૃત્ત આઈ.એસ. ગેંદલભાઈ ડામોરને કૉંગ્રેસ માંથી ટીકીટ આપી હતી. જેમા ડૉ કુબેરભાઈ ડિંડોરનો કુલ 15577 જેટલાં મતોથી ભવ્ય વિજય થયો હતો અને આજે ફરી એક વખત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં ડૉ કુબેરભાઈ ડીંડોર - મંત્રી તરીકે પસંદ થતા (Dr Kuber Dindor oath Ceremony in Gandhinagar) કાર્યકરો તેમજ મહીસાગર જીલ્લાની જનતામા ખુશીનો મહોલ છે.
2017માં 000 વોટથી જીત: સંતરામપુર વિધાનસભામાં છેલ્લા ત્રણ ટર્મ વર્ષ 2007માં પરમાદિત્યસિંહજી પરમાર કોંગ્રેસે ટિકિટ આપી - ભાજપે - જયપ્રકાશ પટેલને ટિકિટ આપી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર પર્માદિત્યસિંહજીની અંદાજિત 10.000 વોટથી જીત થઇ હતી. વર્ષ 2012માં કોંગ્રેસે ગેંદાલભાઈ ડામોર ટિકિટ આપી હતી. ભાજપે ડો. માનસિંહ ભમાતને ટિકિટ આપતા કોંગ્રેસના ઉમેદવાર ગેંદાલભાઈ ડામોરની અંદાજિત 26.000 વોટથી જીત થઇ હતી. વર્ષ 2017માં કોંગ્રેસે ફરી ગેંદાલભાઈ ડામોર ને રિપીટ કર્યા હતા. ત્યારે ભાજપે ડૉ કુબેરભાઈ ડીંડોરને ટિકિટ આપતા - અંદાજિત 7000 વોટથી ભાજપના ઉમેદવાર કુબેરભાઈ ડીંડોરની જીત થઇ હતી.
સંત અને રામપુર એમ બે વિસ્તારના સમૂહથી વસેલું નગર એટલે સંતરામપુર: એક તરફ સૂફી અને ચિબોટા નદી કિનારે વસેલું નગર આજનો સંતરામપુર તાલુકો પ્રથમ પંચમહાલ જિલ્લામાં હતો. બાદમાં આ તાલુકામાંથી કડાણા તાલુકો છૂટો પડ્યો. સંતરામપુર આજે મહીસાગર જિલ્લાનું બહુધા આદિજાતિ ધરાવતો મોટો તાલુકો છે. આ તાલુકામાં દેશનું જિલ્લાનું ગૌરવવંતુ ઐતિહાસિક સ્થળ માનગડ આવેલું છે. આદિવાસીઓના બલિદાનનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. જ્યાં ગુરુગોવિંદની ધૂણી સ્થાનક આજે પણ અખંડ ભક્તિ અને સોર્યની ગાથા ગજવી રહી છે. માગશરી પૂનમે ભરાતો માનગળી મેળો ગુજરાત રાજેસ્થાન મધ્યપ્રદેશના આદિવાસી અને અન્ય લોકોને આસ્થા અને ભક્તિ ભાવ સંગીત મય ભજન સંધ્યાએ ભરાતો ભાથીગળ લોક મેળો છે.
આદિવાસી બલિદાન દિવસ: ભૂરેટિયા સામે ભીલોએ ખેલેલા ખુંખાર જંગ અને જુલ્મી અંગ્રેજો સામે ભીડેલી બાથ પડકાર એટલે આદિવાસી બલિદાન દિવસ હજારો આદિવાસીઓની શહાદત વ્હોરી હતી.ગુજરાતમાં જીવાદોરી સમાન કડાણા ડેમ કડાણા તાલુકાની વાતકરવામાં આવે તો જળ શક્તિ અને વિધુત શક્તિનો સમૂહ એવા ભાદર અને કડાણા ડેમ અહીં આવેલા છે. સાથે ડાબા અને જમણા કાંઠા સુજલામ સુફલામ કેનાલો થી ખેડૂતોના ખેતરે ખેતરે હરિયાળી ક્રાન્તિના બીજ રોપાયા છે. ડેમના નીર વહીને તળાવો અને સૂકી ધરતી ને સજળ કરી છે. ત્યારે કડાણા ડેમ માંથી સુજલામ સુફલામ કેનાલ કાઢી ગુજરાતના નવ જિલ્લાઓ ને પીવા નું તેમજ સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.