હૈદરાબાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો (Gujarat assembly election 2022) માહોલ જામ્યો છે. ભાજપ 150 બેઠક જીતવાના લક્ષ્ય સાથે આ વખતે મેદાનમાં ઉતરી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister narendra modi) અનેક જગ્યાએ સભાઓ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ખાતે સભા યોજી છે ત્યારે પાટીદારોના ગઢ ગણાતી (patidar dominated assembly) બેઠકો પર ભાજપ પોતાનું વર્ચસ્વ સાચવી રાખવા માંગે છે.કરંજમાં(karanj assembly constituency)ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ પંથકમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે.કરંજ વિધાનસભા ક્ષેત્રમાં રહેતા 60 ટકા લોકો સૌરાષ્ટ્રના પાટીદાર પરિવારો(families of saurastra patidar) છે...
રાજકીય ઇતિહાસ: 2008 વિધાનસભાના સીમાંકન પછી કારંજ વિધાનસભાની રચના કરવામાં આવી હતી અને 2012માં આ વિધાનસભા મત વિસ્તાર માટે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. કરંજ વિધાનસભા ક્ષેત્રમાં રહેતા 60 ટકા લોકો સૌરાષ્ટ્રના પાટીદાર પરિવારો છે. જ્યારે બાકીના 40 ટકામાં અન્ય તમામ સમાજના લોકોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ડાયમંડ અને એમ્બ્રોઇડરીના કારખાના આવેલા છે, જ્યાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કામદારો કામ કરે છે. રહેણાંક વિસ્તારોની વાત કરીએ તો અહીં મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના લોકો રહે છે. 2012 અને 2017માં યોજાયેલી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય એનો જીવતો જાગતો પુરાવો છે.2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રવીણભાઈ ઘોઘારીએ કોંગ્રેસના ભાવેશભાઈ રબારીને લગભગ 35,000 મતોથી હરાવીને જીત મેળવી હતી. 2012માં ભાજપના જનક ભાઈ બગદાણાવાલાએ કોંગ્રેસના જયસુખભાઈ ઝાલાવાડિયાને 55 હજાર મતોથી હરાવીને જીત મેળવી હતી.
નવો વિકલ્પ: સુરતમાં ભાજપ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ઉત્સાહભેર વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહી છે. જે કોંગ્રેસ અને ભાજપ બંને માટે માથાનો દુ:ખાવો સાબિત થઇ શકે છે. સુરતમાં 27 કોર્પોરેટર ચૂંટાયા બાદ આમ આમળી પાર્ટીનો ઉત્સાહ વધ્યો છે. પહેલીવાર આમ આદમી પાર્ટી દમખમથી ચૂંટણી લડી રહી છે. ત્યારે લોકો પણ આ નવા વિકલ્પ સામે મીટ માંડીને બેઠા છે. જો કે લોકોનો કેટલો આશીર્વાદ આમ આદમી પાર્ટીને મળશે તે હવે જોવાનું રહ્યું...
મતદારોની સંખ્યા: કરંજ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 1,76,635 છે. જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 75,446 છે તો પુરુષ મતદારોની સંખ્યા 1,01,182 છે.કરંજ વિધાનસભા ક્ષેત્રમાં રહેતા 60 ટકા લોકો સૌરાષ્ટ્રના પાટીદાર પરિવારો છે...
કરંજ વિધાનસભાની ખાસિયત: કરંજ ગામમાં મુખ્યત્વે કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.આ વિસ્તારમાં ડાયમંડ અને એમ્બ્રોઇડરીના કારખાના આવેલા છે, જ્યાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કામદારો કામ કરે છે. રહેણાંક વિસ્તારોની વાત કરીએ તો અહીં મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના લોકો રહે છે.
કરંજ વિધાનસભાની સમસ્યાઓ: નવા સીમાંકન બાદ વર્ષ 2008થી અસ્તિત્વમાં આવ્યા બાદ પણ કરંજ બેઠકમાં અનેક સમસ્યાઓ છે. જેમાં મુખ્યત્વે રખડતા ઢોરોની સમસ્યાનો મુદ્દો સૌથી મહત્વપૂર્ણ છૅે. આ સિવાય ઠેર ઠેર ટ્રાફિકની અને દબાણની સમસ્યા છે.જોકે પાણીની સપ્લાય બાબતે પણ સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને લેખિત અને મૌખિક ફરિયાદો કરાતી રહી છે.