ETV Bharat / assembly-elections

PM મોદીની પ્રચારયાત્રાઃ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મહાસભા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(prime minister of india) ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. આજે પીએમ મોદી સુરેન્દ્રનગર, જંબુસર, નવસારી સહિતના સ્થળોએ સભાને સંબોધન કરશે. ગઈ કાલે તેમણે સોમનાથ, ઘોરાજી અને બોટાદની મુલાકાત લીઘી હતી. જનસભાને સંબોધન દરમિયાન તેમણે ખાસ યુવાઓને લોકશાહીના આ પર્વમાં(celebration of democracy) ભાગ લેવા અપીલ કરી હતી.

author img

By

Published : Nov 21, 2022, 7:28 AM IST

Updated : Nov 21, 2022, 7:56 AM IST

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખિયો જંગ
ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખિયો જંગ

સુરેન્દ્રનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Elections 2022) પડઘમ સંભળાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા દરેક રાજકીય પાર્ટી કમર કસી રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખિયો જંગ છે. જે માટે 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાન(Voting for elections) થનાર છે. રાજકીય નેતાઓ ચૂંટણીના પ્રચાર(Political leaders Election campaigns) માટે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી(prime minister of india) ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે છે.

યુવાઓને મત આપવા અપીલ: ઉપરાંત વડાપ્રધાન મોદીએ ગઈ કાલે સૌરાષ્ટ્રના સૌમનાત, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પ્રચાર કર્યો હતો. ગુજરાતના વિકાસ કામોને રજૂ કરીને ગુજરાતને નવી ઉંચાઈએ લઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આવનારી ચૂંટણીને લઈને જનતા આર્શિવાદ માગ્યા હતા. ઉપરાંત તેમણે ખાસ યુવાઓને લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા વિંનતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુવાઓ દેશનું ભવિષ્ય છે. ધણા યુવાનો આ વખતે પ્રથમ વાર મતદાન કરશે જેને લઈને તેમનામાં એક પ્રકારનો ઉત્સાહ હોય છે. ત્યારે જરૂરી છે કે તેઓ પોતાના પસંદના ઉમેદવારને વિજયી બનાવે.

સૌની નજર સૌરાષ્ટ્ર પર: સૌરાષ્ટ્ર પર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની બાજ નજર છે. આજે સૌરાષ્ટ્રમાં વડાપ્રધાન મોદી સિવાય અમિત શાહ, રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ગુજરાતના આપના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા પણ સભા કરવાના છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોણ ફાવે છે તે 8 ડિસેમ્બરે જ જાણવા મળશે.

PMનો જંગી પ્રચાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. આજે PM મોદી ત્રણ સ્થળોએ ચૂંટણી સભાને સંબોધશે. જેમાં સવારે 11 વાગ્યે રાજભવનથી સુરેન્દ્રનગર જવા રવાના થશે. ત્યારબાદ 12 વાગ્યે સુરેન્દ્રનગર ખાતે જાહેર સભા સંબોધશે. વધુમાં 1 વાગ્યે સુરેન્દ્રનગરથી જંબુસર જવા રવાના થશે અને 2 વાગ્યા બાદ જંબુસરમાં જાહેરસભા ગજવશે. જ્યાં 3 વાગ્યે નવસારી જવા રવાના થશે. નવસારીમાં જાહેરસભાને સંબોધન કરશે. 5 વાગે નવસારીથી સુરત એરપોર્ટ થઇ વડાપ્રધાન મોદી દિલ્હી રવાના થશે.

Last Updated : Nov 21, 2022, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.