ETV Bharat / assembly-elections

તખ્ત તૈયાર: 5745 સુરક્ષાકર્મીઓ સાથે વડોદરામાં થશે નિર્ણાયક મતદાન - Gujarat Assembly Election 2022

Gujarat Assembly Election 2022: સામાન્ય ચૂંટણીમાં વડોદરામાંથી ૧૩,૩૩,૨૫૧ પુરૂષ ૧૨,૭૨,૯૯૬ મહિલા અને ૨૨૬ ત્રીજી જાતિના મતદારો સહિત કુલ ૨૬,૦૬,૪૭૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કલેકટર અતુલ ગોરે (Vadodara Collector visit to preparation center0 જણાવ્યું કે, વડોદરા શહેર અને જિલ્લામાં મુક્ત ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

Gujarat Assembly Election 2022
Gujarat Assembly Election 2022
author img

By

Published : Dec 4, 2022, 7:49 PM IST

વડોદરા: શહેર જિલ્લાની દસ બેઠકોની આવતીકાલ તા.૫ ડિસેમ્બરના રોજ સવારે ૮.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક સુધી યોજાનાર સામાન્ય ચૂંટણીમાં ૧૩,૩૩,૨૫૧ પુરૂષ ૧૨,૭૨,૯૯૬ મહિલા અને ૨૨૬ ત્રીજી જાતિના મતદારો સહિત કુલ ૨૬,૦૬,૪૭૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કલેકટર અતુલ ગોરે (Vadodara Collector visit to preparation center) જણાવ્યું કે, વડોદરા શહેર અને જિલ્લામાં મુક્ત ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

રવાનગી કેન્દ્રો ખાતેથી મતદાન સામગ્રી રવાના

મતદાન સામગ્રી રવાના : આજે દસ બેઠકોની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે શહેર જિલ્લાના નિયત દસ રવાનગી કેન્દ્રો ખાતેથી મતદાન સામગ્રી રવાના કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે રવાનગી કેન્દ્રો પર જઈને મતદાન ટુકડીઓને પ્રોત્સાહિત કરી હતી. તેમણે ખાસ કરીને સખી અને દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો ના મતદાનકર્મીઓને પ્રોત્સાહિત કરવાની સાથે સૌ ને આત્મ વિશ્વાસ સાથે ચૂંટણીની ફરજો અદા કરવા અનુરોધ કર્યો હતો.

યુવા મતદારો: વડોદરા શહેર જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષની વયના ૪૭૩૪૩,૨૦ થી ૨૯ વર્ષની વયના ૪,૭૨,૪૮૯ કુલ ૫,૧૯,૮૩૨ યુવા મતદારો જ્યારે Pwd મતદારોની સંખ્યા ૨૬૦૪૬ અને ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા ૬૨૫૮૪ મતદારો નોંધાયા છે. સેવા મતદારો ૬૨૪ છે, વડોદરા જિલ્લામાં ૧૩૯૩ મતદાન મથકો શહેરી વિસ્તારોમાં અને ૧૧૯૭ ગ્રામ્ય મતદાન મથકો સહિત કુલ ૨૫૯૦ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. ૧૩૩૦ મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. શહેર જિલ્લાના ૧૧૯૦ મતદાન મથકો ખાતે અર્ધ લશ્કરી દળોનું સુરક્ષા ચક્ર રહેશે (Gujarat Assembly election preparation ) શહેર જિલ્લામાં ૧૦ મોડલ મતદાન મથકો,૧૦ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો,૧૦ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો,૭૦ સખી મતદાન મથકો,૦૧ યુવા સંચાલિત મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે ચૂંટણીમાં ૩૯૨૪ BU, ૩૯૨૪ CU અને ૫૩૬૭ VVPAT નો ઉપયોગ કરવામાં આવશે.મતદાન માટે કુલ ૨૧,૭૩૫ પ્રિસાઈડીંગ અને પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે.શહેર જિલ્લામાં વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ તમામ ૧૦ વિધાનસભા મત વિભાગમાં કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ: વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પાંચ બેઠકોની ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ૮૦ પોલીસ અધિકારીઓ,૧૮૬૦ પોલીસ જવાન,કેન્દ્રીય અર્ધ લશ્કરી દળની ૩૦ કંપની,એસ આર.પી.ના ત્રણ સેકશન સહિત કુલ ૫૭૪૫ સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે. શહેરની પણ પાંચ બેઠકો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આવતી કાલ તા. ૫ ડિસેમ્બર - ૨૦૨૨ ના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારો સહિત અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને સવેતન રજા આપવામાં આવશે. સગર્ભાઓ,મહિલાઓ, ૮૦+ વયોવૃદ્ધ ,દિવ્યાંગ મતદારોને મતદાન માટે અગ્રતા અપાશે.દરેક મતદાન મથક ખાતે મતદાર સહાયતા કેન્દ્ર કાર્યરત કરાશે. જિલ્લા કક્ષાએ નિયંત્રણ કક્ષ ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩૩ ૦૩૮ શરૂ કરવામાં આવ્યો છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.