જૂનાગઢ આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022 ) માટે પ્રથમ તબક્કાનું મતદાન (Gujarat Election First Phase voting) હાથ ધરાવા જઈ રહ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક (Five assembly seats of Junagadh district) પૈકી જૂનાગઢ શહેરમાં એકમાત્ર યુવા મતદાન મથક (Junagadh youth voting booth ) ઊભુ કરાયું છે. ચૂંટણી પંચ દ્વારા યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે આ વખતે પ્રથમ વખત યુવા મતદાન મથક (Junagadh youth voting both) ઉભુ કરાયું છે. જેમાં મતદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ 30 વર્ષની વય ધરાવતા રાખવામાં આવ્યા છે.
પ્રથમ વખત જુનાગઢ મા યુવા મતદાન મથક કરાયું ઉભું આવતીકાલે રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે પહેલા તબક્કાનું મતદાન યોજવામાં જઈ રહ્યું છે. ચૂંટણી આયોગ દ્વારા યુવાનોને મતદાન પ્રત્યે જાગૃત અને આકર્ષિત કરી શકાય. તે માટે ખાસ યુવા મતદાન મથક ઊભું કરવામાં નિર્ણય કરાયો હતો. તે મુજબ જૂનાગઢ શહેરના 217 નંબર બુથ કેજે સરકારી બહાઉદ્દીન કોલેજમાં ઊભું કરવામાં આવ્યું છે. તે મતદાન મથક યુવા મતદાન મથક તરીકે આવતી કાલે કામ કરશે. આ મતદાન મથકની ખાસિયત જોવા જઈએ તો અહીં ચૂંટણી પ્રક્રિયા સાથે સામેલ તમામ કર્મચારીઓની આયુ 25થી લઈને 30 વર્ષ સુધીની રાખવામાં આવી છે. જેને કારણે 217 નંબરના બૂથને યુવા મતદાન બુથ તરીકે આ ચૂંટણીમાં નવી ઓળખ મળી છે.
યુવા મતદાન બુથ પ્રથમ વખત અમલમાં યુવા મતદાન બુથને લઈને જૂનાગઢના ચૂંટણી અધિકારી (Election Officer of Junagadh) ભૂમિ બહેન કેશવાલાએ ETV Bharat સાથે કરેલી વાતચીતમાં બુથને લઈને વિગતવાર માહિતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે, યુવાનોને મતદાન એ પ્રત્યે વધુ આકર્ષિત કરી શકાય તે માટે આ વર્ષે પ્રથમ વખત યુવા મતદાન બુથનો આયોજન કરાયું છે. વધુમાં જૂનાગઢ જિલ્લામાં મતદાન મથકની સાથે કોઈ પણ એક વિધાનસભામાં પશુ સારવારને લઈને એનિમલ બુથ તેમજ મહિલાઓને ખાસ ધ્યાન રાખીને મહિલા સંચાલિત પિંક બૂથનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી આયોગ દ્વારા આ પ્રકારના આયોજનથી તમામ વર્ગને મતદાન પ્રત્યે આકર્ષિત કરી શકાય. તે માટે આ વર્ષની ચૂંટણીમાં નવા પ્રયોગો મતદાન સાથે જોડાયેલી પ્રક્રિયામાં કરવામાં આવ્યા છે.