રાજકોટ: રાજકોટ જીલ્લામાં કુલ આઠ વિધાનસભા આવેલ (Rajkot district has a total of eight assemblies) છે. જેમાં શહેરની ચાર અને જીલ્લાની ચાર બેઠકોનો સમાવેશ થાય છે.જસદણ વિધાનસભામાં(Jasdan assembly seat) વાત કરીએ તો 105 જેટલા ગામોનો સમાવેશ થાય છે. ત્યારે હાલ અહી કુલ મતદારોની છેલ્લી યાદી મુજબ 2,56,289 મતદારો છે.જસદણ વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટી (bhartiya janta party) દ્વારા ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયાને (Kunvarji Bavaliya bjp candidate) ફરી રીપીટ જાહેર કર્યા છે.જુઓ ETV ભારત સાથેની રૂબરૂ મુલાકાતમાં શું કહ્યું કુંવરજી બાવળિયાએ?
સવાલ: પાર્ટીએ કુવરજી બાવળીયાને રીપીટ કર્યા છે પાર્ટીમાં અને મતદારોમાં કેવો માહોલ છે ?
જવાબ: જસદણ વિધાનસભા મતવિસ્તારની અંદર ઘણા વર્ષોથી આ વિસ્તારના પ્રજાની વચ્ચે રહી અને લોકોનો બનીને અને પ્રજાનો બનીને લોક સેવક તરીકે કામ કરું છું અને એના જ કારણે આ વિસ્તારના મતદારો મને સ્વીકારે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારે ઉમેદવારની પસંદગીની વાત કરવાની હતી ત્યારે ત્યારે ત્યારે એ વખતે હાઈ કમાન્ડની એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરીકે મારી પસંદગી ઉતારી કારણ કે આ વિસ્તારની અંદર હું વર્ષોથી લોકો વચ્ચે અને ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષથી કાયમી સતત સક્રિય રહું છું જેમાં આ વિસ્તારના કામ જેમ કે શિક્ષણ, આરોગ્ય કે અન્ય કોઈપણ વિભાગ હોય તેમાં દિલ દઈને કામ કર્યું છે અને એના માટે કલ્પના પણ ન કરી શકે એટલા વિકાસના કામો મેં છેલ્લા ત્રણ વર્ષની અંદર કરી બતાવ્યા છે એટલા માટે જ આ વિસ્તારની જનતા આ વિસ્તારના લોકોનું સપનું સાકાર કરવા માટે હું મહેનત કરું છું ત્યારે આ વિસ્તારના તમામ સમાજ એટલે કે સર્વ સમાજના લોકો મને એક પોતાના ગણીને મત આપે છે અને સ્વીકારે છે. ફોર્મ ભર્યા બાદ એટલે કે ઉમેદવારી નોંધાવ્યા બાદ અમારા વિસ્તારના જેટલા ગામો છે તેમાં આ વિસ્તારમાં કુલ 105 જેટલા ગામો છે તેમાંથી 104 જેટલા ગામોનો પ્રવાસ થઈ ચૂક્યો છે અને જે ગામ બાકી છે જેમાં પણ ટૂંક સમયમાં પ્રવાસ પૂર્ણ થઈ જશે એક પણ ગામની અંદરથી કોઈપણ વ્યક્તિએ કે કોઈ પણ સમાજના આગેવાને મારો વિરોધ નથી કરેલ અને બધાએ મને નાની મોટી સૌ કોઈ વાત કરી છે અને જેમાં ખાસ કરીને કોઈ પણ લોકોની સામાન્યથી લઈને મોટી સમસ્યા અને ખાસ કરીને આરોગ્યની સમસ્યા ઉદ્ભવતી હોય તે તમામને સંતોષકારક પૂર્ણ કરવા માટે મેં પ્રયત્ન કર્યા છે જેમાં હું આ વખતની ટર્મથી પણ સારી એવી લીડથી જીતવાનું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી.
સવાલ: આ વિસ્તારની અંદર જ્યારે પૂર્વ કેબિનેટ મંત્રી હતા અને સાંસદ પર રહ્યા છો ત્યારે રાત્રે પણ આ વિસ્તાર અને ખાસ કરીને કેબિનેટ મંત્રી રહ્યા છો ત્યારે લોકો અડધી રાત્રે પણ આપની ડેલી ખખડાવે ત્યારે આપ કોઈપણ મોટા કાર્યક્રમ ગયા હોય કે કોઈ પણ મોટી જગ્યાથી આવ્યા હોય ત્યારે મતદારોની રજૂઆતો સાંભળવા માટે લોકોનો આપના તરફ એક દોડતા નેતા તરીકેની છાપ છે એ બાબત શું છે?
જવાબ: હું જ્યાં રહું છું તે જગ્યાએ ક્યાંય નથી દિવાલ કે કોઈ ઝાપો નથી અને ખુલ્લુ એટલે કે કોઈપણ વ્યક્તિ મારી ઓફિસનું બારણું ખોલીને આવી શકે છે અને પોતાના પણ અનુભવ બતાવે છે ત્યારે કોઈ પણ સમાજની વ્યક્તિ હોય કોઈપણ સમુદાયની વ્યક્તિ હોય તે કોઈ પણ વ્યક્તિ પોતાના નાના-મોટા કામ લઈને આવે છે અને વહેલી સવાર હોય કે પછી મોડી રાત્રે હોય હું ત્યાં હોય તો લોકો મારી દરેક વાત કરી અથવા તો અન્ય લોકોના મારફત મારું હાજરીનું જાણી અને ત્યાં આવતા હોય છે અને ગમે ત્યારે આવી શકે છે અને એમને સંતોષકારક જવાબ મળે અને એમનું સંતોષકારક કામ થાય તે માટે થઈને જ લોકો મને પસંદ કરે છે અને લોકો વચ્ચે રહીએ છીએ અને લોકો અમને પસંદ કરે છે કારણ કે આ વિસ્તારની અંદર મારું કામ બોલે છે અને આ વિસ્તારના લોકોની ભાવ અને લાગણી મારી સાથે જોડાયેલી છે જેથી આ વખતે પણ હું સારી જંગી બહુમતીથી જીતવાનો છું એ વસ્તુ ફાઈનલ છે.