ETV Bharat / assembly-elections

ડી જી વણઝારાની એકાઉન્ટર સ્પેશાલિસ્ટથી રાજનેતા સુધીની સફર: નેતાની નોટબુક - ડીજી વણઝારા ઉપર શંકાસ્પદ હત્યાના કેસો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા રાજકીય ગલીઓમાં વધુ એક નામ ગુંજતું થતું જોવા મળે છે. જેનું નામ છે ડીજી વણઝારા. ઍનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ હવે રાજનેતા તરીકે પોતાનો પક્ષ લઈને ગુજરાતના રાજકારણમાં પ્રવેશ્યા છે, તો આવો જાણીએ નેતાની નોટબુકમાં (DG Vanzara Netani Notebook ) એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટથી લઈને રાજનેતા સુધીની તેમની સફર.

Gujarat Assembly Election 2022
DG Vanzara Netani Notebook
author img

By

Published : Nov 13, 2022, 7:57 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) નેતાઓ તો ચર્ચામાં આવે જ છે, પણ એક એવું નામ પણ ચર્ચામાં છે જે એકાઉન્ટર સ્પેશાલિસ્ટ તરીકે પણ ઓળખાય છે. આ બીજા કોઈ નહી પણ પ્રજા વિજય પક્ષના રાષ્ટ્રીય કન્વીનર ડી.જી વણઝારા છે. જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો નવો પક્ષ લઈને રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે. આવો જાણીએ ડીજી વણઝારા વિશેને નેતાની નોટબુકમાં. (DG Vanzara Netani Notebook )

ડીજી વણઝારા નેતાની નોટબુક
ડીજી વણઝારા નેતાની નોટબુક

1980માં નાયબ પોલીસ અધિક્ષક તરીકે જોડાયા: ડીજી વણઝારા 1980માં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા (DG Vanzara Police Profile) હતા. ડાહ્યાજી ગોબરજી વણઝારા, જેઓ D. G. વણઝારા તરીકે જાણીતા છે, જ્યારે 1987માં IPS અધિકારી તરીકે અપડેટ થયા હતા. 29 સપ્ટેમ્બર 2007 પછી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે તેમને બઢતી આપવામાં આવી હતી. જ્યારે 31 મે 2014ના રોજ ડીજી તરીકે નિવૃત્ત થયા અને ફેબ્રુઆરી 2020માં નકલી એન્કાઉન્ટર કેશોમાં ક્લીન ચીટ મળી હતી. 2007થી 2015 તેમના જામીન સુધી ન્યાય કસ્ટડીમાં હતા, જ્યારે તેમણે આતંકવાદ વિરુદ્ધ ટુકડી એટલે કે ATSનું નેતૃત્વ કર્યું હતું અને 2017માં શાહબુદ્દીન કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાત પોલીસમાં જોડાયા
ગુજરાત પોલીસમાં જોડાયા

ડીજી વણઝારા ઉપર શંકાસ્પદ હત્યાના કેસો: ડીજી વણઝારા ઉપર શંકાસ્પદ હત્યાના કેસો (DG Vanzara Cases) પણ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સપ્ટેમ્બર 2002માં શમીરખાનનો એન્કાઉન્ટર કેસ, 2003માં સાબિદ જમાલની એન્કાઉન્ટર કેસ, 15 જૂન 2004ના રોજ ઈસરત જહા અને અન્ય ત્રણને ગોળી મારી એન્કાઉન્ટર કેસ, 2005માં સોહરાબુદ્દીન શેખને ગોળી મારીને એન્કાઉન્ટર 28 ડિસેમ્બર 2006ના રોજ તુલસીરામ પ્રજાપતિને ગોળી મારીને એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જેના સંદર્ભમાં સપ્ટેમ્બર 2013 સુધીમાં 6 IPS અધિકારીઓ સહિત 32 પોલીસ અધિકારીઓ હતા. જે એકાઉન્ટર સંદર્ભે જેલમાં ગયા હતા અને આ તમામ અધિકારીઓ ડીજી વણઝારા હેઠળ કામ કરી ચૂક્યા હતા.

શંકાસ્પદ હત્યાના કેસો
શંકાસ્પદ હત્યાના કેસો

રાજીનામાનો પત્રમાં ઉલ્લેખ: CID કે CBI એ કથિત રૂપે નકલી એન્કાઉન્ટર કરવા માટે અમને જવાબદાર ઠેરવીને મને અને મારા અધિકારીઓને ધરપકડ કરી હતી. જો સાચું હોત તો ચારે કેસોની તપાસ કરનાર cbi અધિકારીઓએ નીતિ ઘડનારોની ધરપકડ કરવી પડશે. કારણ કે અમે ફિલ્ડ ઓફિસર તરીકે આ સરકારની નીતિ સરળ રીતે અમલમાં મૂકી છે. જે ખૂબ નજીકથી અમારી ક્રિયાઓને પ્રેરણા આપી માર્ગદર્શન આપી દેખરેખ કરતી હતી.

એન્કાઉન્ટર કેસ
એન્કાઉન્ટર કેસ

2015માં સોહરાબુદ્દીન કેસમાં નિર્દોષ જાહેર: એ 1987ના IPS અધિકારી હતા, શહેરના ક્રાઈમ બ્યુરો વડા તરીકે તેમનો કાર્યકાળમાં એકાઉન્ટર હત્યાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં અનેક એકાઉન્ટર તેમના કાર્યકાળ દરમિયાન જોવા મળ્યા હતા, પરંતુ સૌથી ચર્ચામાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ જેમાં વણઝારાને 18 ફેબ્રુઆરી 2015ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. સાથે જ પુરાવાના અભાવે ઓગસ્ટ 2017ના રોજ સાહેબ સોહરાબુદ્દીન કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

રાજકારણમાં એક નેતા તરીકે પ્રવેશ
રાજકારણમાં એક નેતા તરીકે પ્રવેશ

પ્રજા વિજય પક્ષ લાવી રાજકારણમાં પ્રવેશ: વણઝારા હવે એક પોલીસ અધિકારી નહીં, પરંતુ રાજકારણમાં એક નેતા (DG Vanzara Political Profile) તરીકે વિધિવત રીતે પ્રવેશ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ તેમણે એક હિન્દુત્વ પાર્ટી પ્રજા વિજય પક્ષ લઈને આવ્યા છે. તેમનું માનવું છે કે, 1960થી ગુજરાત રાજ્યમાં 35 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે અને 20 વર્ષથી ભાજપનું એક પક્ષીય શાસન જોવા મળી રહ્યું છે. સતત લાંબા સમયથી એક પક્ષનો પ્રભાવ હોય તો ઇજારાશાહી ચાલુ થાય છે અને ભ્રષ્ટાચાર જોવા મળે છે, જેના કારણે ભાજપ સામે ટકી શકે તેવો એક હિન્દુત્વ પક્ષ કોઈ નથી.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.