ETV Bharat / assembly-elections

દલિત-લઘુમતી બાહુલ્ય દાણીલીમડા બેઠક પર ખરાખરીનો જંગ

author img

By

Published : Dec 2, 2022, 1:31 PM IST

Updated : Dec 5, 2022, 2:22 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીના(gujarat assembly election 2022) બીજા તબક્કામાં મતદાન 5 ડિસેમ્બરે યોજાશે.દાણીલીમડા અનુસૂચિત જાતિ (SC) દ્વારા અનામત વિધાનસભા (minority and Dalit-dominated Danilimda assembly constituency) ક્ષેત્રએ અમદાવાદ જિલ્લાની 21 બેઠકોમાંથી એક છે.ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ના (AIMIM) એન્ટ્રી સાથે આ બેઠક પર જંગ જામ્યો છે. નવા સીમાંકન બાદ આ બેઠક પર ભાજપ ક્યારેય જીતી નથી શકી.

દલિત-લઘુમતી બાહુલ્ય દાણીલીમડા બેઠક પર ખરાખરીનો જંગ
gujarat-assembly-election-2022-danilimda-assembly-fight-bjp-congres-aimim-dalit-and-minority-vote

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના (gujarat assembly election 2022) બીજા તબક્કામાં મયાદાન 5 ડિસેમ્બરે યોજાશે. ગુજરાતના અમદાવાદ શહેરમાં લઘુમતી અને દલિત પ્રભુત્વ ધરાવતા દાણીલીમડા વિધાનસભા મતવિસ્તારના (minority and Dalit-dominated Danilimda assembly constituency) અંકુશને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાની તીવ્ર લડાઈ(An intense prestige battle between BJP and Congress) ચાલી રહી છે. જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારબાદ એક પણ વાર ભાજપ જીતી શકી નથી.ભારતીય જનતા પાર્ટી (BJP) આ વખતે મોનોપોલી તોડવાની સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. કારણ કે તે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-મુસ્લિમના (All India Majlis-e-Ittehadul Muslimeen) એન્ટ્રી સાથે આ બેઠક પર જંગ જામ્યો છે. આ બેઠક પર બેઠક પર ભાજપ કોંગ્રેસના મતોના વિભાજન પર આશા રાખી રહી છે. ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) અને આમ આદમી પાર્ટી (AAP) મેદાનમાં છે.

દાણીલીમડા અનુસૂચિત જાતિ (SC) દ્વારા અનામત વિધાનસભા ક્ષેત્રએ અમદાવાદ જિલ્લાની 21 બેઠકોમાંથી એક છે અને તે બીજા તબક્કામાં એટલે કે 5 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. તે સીમાંકન બાદ બનાવવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં બે વિધાનસભા ચૂંટણીઓ જોવા મળી છે. 2012 અને 2017માં આ બેઠક પરથી ચૂંટણી લડાઈ હતી. તે એવી બેઠકોમાંથી એક છે જ્યાં હજુ પણ વિરોધ પક્ષનો દબદબો છે.

2017માં અમદાવાદ જિલ્લાની 21માંથી 15 બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે બાકીની છ બેઠકો કોંગ્રેસે જીતી હતી. દાણીલીમડા બેઠક પર લગભગ 2,65,000 નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 34 ટકા લઘુમતી સમુદાયના છે.. દલિત-એસસી સમુદાયની વસરતી પણ 33 ટકા જેટલી છે. બાકીના પટેલ અને ક્ષત્રિય સમુદાયના છે. કોંગ્રેસના શૈલેષ પરમાર કે જેઓ ગુજરાત વિધાનસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પણ છે 2012થી આ બેઠક પર 50 ટકાથી વધુ મત મેળવીને જીતી રહ્યા છે.

પ્રદેશ કોંગ્રેસના નેતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે શૈલેષ પરમાર મતવિસ્તારના લોકો માટે હંમેશા હાજર હોય છે. તેમની જાતિ, સંપ્રદાય, ધર્મ અથવા રાજકીય કનેકશનને ધ્યાનમાં લીધા વિના તેઓ તેમના મતવિસ્તારના લોકો માટે ઘણા કામ કર્યા છે.કોંગ્રેસના સ્થાનિક નેતાઓના જણાવ્યા અનુસાર અહીંથી પાર્ટીની જીતની ચાવી લઘુમતી મતો અને દલિત મતો પાસે છે. જો કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી AAP અને અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની AIMIMની એન્ટ્રીએ કોંગ્રેસને ખલેલ પહોંચાડી છે. સ્થાનિક કોંગ્રેસ બોડીને આશંકા છે કે AAP તેના દલિત મતો પોતાની તરફ આકેશી શકે છે. જ્યારે AIMIM લઘુમતી મતોનું વિભાજન કરી શકે છે. કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા અને કોર્પોરેટર જમનાબેન વેગડાએ અપક્ષ તરીકે ચૂંટણી લડતા આ વિસ્તારની જૂની પાર્ટી માટે પડકાર મુશ્કેલ બન્યો છે.

દાણીલીમડા મતવિસ્તારના એક કોંગ્રેસી નેતાએ જણાવ્યું કે આ વખતે દાણીલીમડા વિધાનસભા સીટની ચૂંટણી ખુબ પડકારજનક છે કારણ કે AIMIM અને AAP પણ ચૂંટણી લડી રહ્યા છે. અગાઉ ભાજપ સાથે સીધી લડાઈમાં અને જ્ઞાતિ સમીકરણના કારણે કોંગ્રેસને ફાયદો થતો હતો. આ બેઠક જીતવી કોંગ્રેસના કાર્યકરો માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. આ બેઠક પર ભાજપ પણ પોતાનું પૂરું જોર લગાવી રહી છે.

ભાજપના ઉમેદવાર નરેશભાઈ વ્યાસે જણાવ્યું કે સીટિંગ ધારાસભ્ય સામે ઘણો નારાજગી છે. તેમણે વિસ્તારના વિકાસ માટે કંઈ કર્યું નથી. તેમની હાર લગભગ નિશ્ચિત છે. ભાજપ 2012 માં દાણીલીમડાની સ્થાપના પછી ક્યારેય બેઠક જીતી શકી નથી, પરંતુ અમે આ મોનોપોલી તોડીશું. આ શરમજનક બાબત છે કે આજુબાજુના વિસ્તારોમાં ભાજપની મજબૂત હાજરી હોવા છતાં અમે આ બેઠક જીતી શક્યા નથી. અમારા માટે આ પ્રતિષ્ઠાની લડાઈ છે અને અમે જીતીશું. સ્થાનિક બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક જીતવાનો વિશ્વાસ એ આશાથી ઉભો થયો છે કે AIMIM કોંગ્રેસના લઘુમતી મતો અને AAP કોંગ્રેસના દલિત મતોમાં ભાગલા પડાવશે. કુલ 2,65,000 મતદારોમાંથી અમને બાકીના 1,65,000 પર વિશ્વાસ છે. તેમાં દલિત અને અન્ય સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. ભાજપના સ્થાનિક નેતા જયેશ પટેલે જણાવ્યું હતું.

મતવિસ્તારના સ્થાનિક હબીબે જણાવ્યું હતું કે જ્યારે પણ અમને તેમની જરૂર હોય ત્યારે શૈલેષ પરમાર અમારી સાથે આવીને ઉભા રહે છે. આ વિસ્તારમાં જો પોલીસની હેરાનગતિની સમસ્યા હોય તો તે અમારી સાથે અવાઈને ઉભા રહે છે. મતવિસ્તારના અન્ય રહેવાસી દિનેશ પટેલ જણાવે છે કે એવું લાગે છે કે મન્નીનગર જેવા આસપાસના વિધાનસભા મતવિસ્તારોની સરખામણીમાં આ વિસ્તારમાં ઓછો વિકાસ થયો છે.SC-અનામત બેઠક હોવાને કારણે, AIMIM એ SC ઉમેદવાર કૌશિકીબેન પરમારને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ વિસ્તારના લઘુમતીઓ અને દલિત સમુદાયના વિકાસના ચૂંટણી મેદાન પર પ્રચાર કરી રહ્યા છે. દાણીલીમડા સીટના વિસ્તારોએ 2002માં ગોધરા પછીના રમખાણોનો ભોગ બની હતી. દાણીલીમડા મતવિસ્તાર હેઠળના વિસ્તારો અગાઉ સરખેજ મતવિસ્તારનો ભાગ હતા. 2007 સુધી કેન્દ્રીય મંત્રી અમિત શાહની વિધાનસભા બેઠક હતી.

જો કે 2012માં સીમાંકન પછી કોંગ્રેસને મુખ્યત્વે લઘુમતીઓનું વર્ચસ્વ ધરાવતા વધારાના વિસ્તારોમાંથી ખુબ લાભ થયો છે. વિકાસના મુદ્દા ઉપરાંત આ વિસ્તારમાં સાંપ્રદાયિક લાઇન પર ઝુંબેશ ચાલી રહી છે. સ્થાનિક ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે ભગવા શિબિર જ લઘુમતીઓ પર નિયંત્રણ રાખી શકે છે અને બહુમતી સમુદાયના અધિકારોનું રક્ષણ કરી શકે છે.આ સીટ પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે.

Last Updated : Dec 5, 2022, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.