ETV Bharat / assembly-elections

કચ્છની 6 બેઠકો પર 59.80 ટકા મતદાન, 2017ની સરખામણીએ થયું કેટલું ઓછું મતદાન - Disappointing turnout

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarati assembly seat 2022) માટે પ્રથમ તબક્કાની 89 બેઠક માટે ગઈ કાલે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.કચ્છના છ બેઠક પર હાથ ધરાયેલા મતદાન પર મિશ્ર પ્રતિસાદ મળ્યો(The polls conducted in Kutch's six seats received a mixed response) હતો. લોકશાહીના પર્વને પોતાના કિંમતી વોટ દ્વારા ઊજવવાના અવસર માટે કચ્છના 59.80 ટકા મતદાતાઓ આગળ આવ્યાને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.વર્ષ 2017ની ચુંટણીની સરખામણીએ મતદાનમાં 4.15 ટકા જેટલો ઘટાડો થયો હતો.

કચ્છની 6 બેઠકો પર 59.80 ટકા મતદાન
gujarat-assembly-election-2022-about 60 -percent-voting-in-6-seats-of-kutch-less-voting-compared-to-2017
author img

By

Published : Dec 2, 2022, 12:52 PM IST

કચ્છ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarati assembly seat 2022) માટે પ્રથમ તબક્કાની 89 બેઠક માટે ગઈ કાલે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.કચ્છના છ બેઠક પર હાથ ધરાયેલા મતદાન પર મિશ્ર પ્રતિસાદ મળ્યો(The polls conducted in Kutch's six seats received a mixed response) હતો. કચ્છમાં સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી વોટિંગ કામગીરીમાં શરૂઆતમાં ટકાવારી ઊંચી રહી હતી, પરંતુ ત્યાર બાદ સુસ્તી અને નિરાશાજનક મતદાન (Disappointing turnout)થતાં મતદાનમાં જેટલો ઘટાડો થયો હતો. ઓછી ટકાવારીએ રાજકીય પક્ષોને વિચારતા કરી દીધા છે અને 8મીએ આવનારા પરિણામ પર સૌ કોઈની નજર છે. મતદાતાઓમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોએ ક્યાંય આળસ કર્યા વગર મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું તો ચુંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલ આંકડાકીય માહિતી મુજબ 16,35,879 મતદારો પૈકી કચ્છના 976108 મતદાતાએ 55 ઉમેદવારનું ભાવિ મશીનમાં સીલ(55 candidate's fate sealed in the machine) કર્યું હતું.

માંડવીમાં 65.38 ટકા મતદાન: સરહદી જિલ્લા કચ્છની છ બેઠકની વાત કરીએ તો સૌથી વધુ મતદાન માંડવી બેઠક પર થયું હતું. જે 65.38 ટકા છે.તો 35 ટકા મતદારોએ મતદાન ટાળ્યું હતું. માંડવીમાં ભાજપના અનિરુદ્ધ દવે સામે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા તથા આપના કૈલાસદાન ગઢવી સહિત આઠ મુરતિયા મેદાનમાં છે. માંડવી બેઠક પર 2,57,422 મતદારોમાંથી 1,67,807 મતદારોએ મતદાન કર્યું હતું.

અબડાસામાં 63.75 ટકા મતદાન: અબડાસામાં બેઠક પર 63.75 ટકા મતદાન થયું હતું. અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસના મહંમદ જુંગ જત વચ્ચે જંગ હોવાથી મુખ્ય બંને પ્રતિસ્પર્ધીઓ સાથે 10 ઉમેદવારને ભાવિ ધારાસભ્ય બનાવવા મતદારોએ વોટ સીલ કર્યા હતા. અબડાસા બેઠક પર 2,53,244 મતદારોમાંથી 1,61,452 મતદારોએ મતદાન કર્યું હતું.

ગાંધીધામમાં 47.86 ટકા મતદાન: સૌથી ઓછું મતદાન ગત પાંચ વર્ષની જેમ ગાંધીધામ બેઠક ઉપર 47.86 ટકા થયું હતું. અહીં ભાજપના માલતીબેન મહેશ્વરીની સામે કોંગ્રેસના ભરતભાઇ સોલંકી, આપ સહિત નવ ઉમેદવાર મેદાનમાં ગાંધીધામ બેઠક પર 3,15,272 મતદારોમાંથી 1,49,471 મતદારોએ મતદાન કર્યું હતું.

ભુજમાં 61.64 ટકા મતદાન: જિલ્લા મથકની ભુજ વિધાનસભા બેઠક ઉપર ભાજપના કેશુભાઇ પટેલ, કોંગ્રેસના અરજણભાઇ ભુડિયા અને આપના રાજેશ પીંડોરિયાનો ત્રિકોણિયો જંગ છે ત્યાં મતદાન પ્રક્રિયામાં 61.64 ટકા મતદાન થયું હતું. અહીં કુલ 10 ઉમેદવાર ચૂંટણીમાં છે.ભુજ બેઠક પર 2,91,285 મતદારોમાંથી 1,79,515 મતદારોએ મતદાન કર્યું હતું.

અંજારમાં 64.13 ટકા મતદાન: અંજાર વિધાનસભા બેઠક ઉપર આજે 64.13 ટકા મતદાન થયું હતું. અહીં પણ ભાજપના ત્રિકમભાઇ છાંગા સામે કોંગ્રેસના રમેશભાઇ ડાંગર વચ્ચેની લડાઇ છે. છતાં ત્રીજા પક્ષ તરીકે આપના અરજણ રબારી ઉપરાંત કુલ્લ સાત ઉમેદવાર મેદાનમાં છે.અંજાર બેઠક પર 2,71,012 મતદારોમાંથી 1,73,792 મતદારોએ મતદાન કર્યું હતું.

રાપરમાં 58.25 ટકા મતદાન: રાપરમાં 58.25 ટકા મતદાન નોંધાયું હતું. રાપર વિધાનસભામાં ધારાસભ્ય બનવા ભાજપના વીરેન્દ્રસિંહ જાડેજા સામે કોંગ્રેસના ભચુભાઇ આરેઠિયા વચ્ચે જંગ છે. ત્રિપાંખિયા જંગરૂપી બેઠક પર આપના અંબાભાઇ પટેલ સાથે 11 ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ થયું હતું.રાપર બેઠક પર 2,47,644 મતદારોમાંથી 1,44,071 મતદારોએ મતદાન કર્યું હતું.

આઠ વખતમાંથી 4 વખત મતદાન 60 ટકાથી નીચું: કચ્છમાં અગાઉની ચુંટણીની વાત કરવામાં આવે તો 1995 પછીની આ સાતમી વિધાનસભાની ચૂંટણી છે, જેમાં સૌથી નીચું મતદાન રહ્યું હતું. મતદાનના આંકડા જોતાં 45 ટકાથી વધુ મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું હતું અને ચૂંટણીમાં કોઇ રસ બતાવ્યો ન હતો.અગાઉની ચૂંટણીમાં સાંજનું મતદાન હંમેશાં ઊંચું રહેતું હોય છે તેમ છતાં નિરાશાજનક મતદાન થતાં ખુદ રાજકીય પક્ષો પણ ચિંતિત બન્યા હતા.1985થી વિધાનસભાની ચૂંટણીની મતદાનની ટકાવારીની વાત કરીએ તો અગાઉ આઠ વખતમાંથી 4 વખત મતદાન 60 ટકાથી નીચું રહ્યું છે અને 2022માં પાંચમી વખત ટકાવારી ઘટી છે. 1985માં 50.70 ટકા, 1990માં 51.95 ટકા, 1995માં 61.85 ટકા, 1999માં 58.37 ટકા, 2002માં 62.35 ટકા, 2007માં 58.48 ટકા, 2012માં 67.93 ટકા, 2017માં 63.95 ટકા જ્યારે 2022માં 59.80 ટકા મતદાન થયું છે.

9,76,108 મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો: ચૂંટણી તંત્રે આપેલા આંકડા પ્રમાણે કચ્છના કુલ 1635879 મતદાતામાંથી 976108 મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 522355 પુરુષ અને 453747 સ્ત્રીઓએ પોતાના મત આપ્યા હતા. આ વખતે મતદાન માટે જાગૃતિ લાવવાના તમામ સ્તરે પ્રયાસો થયા હતા અને ખુદ ચૂંટણી તંત્રની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ, રાજકીય પક્ષોએ પણ ઝુંબેશ ચલાવી હતી છતાં પણ પ્રમાણમાં મતદાન ઓછું થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.