ETV Bharat / assembly-elections

ભાજપ કોંગ્રેસયુક્ત બની છે તેથી મેં પાર્ટીનો ત્યાગ કર્યો : જયનારાયણ વ્યાસ - congress

ગુજરાત વિધાનસભા ચૂંટણીના(gujarat legislative assembly 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ચૂંટણી પ્રચારને લઈને ઉમેદવારો અંતિમ તૈયારીઓમાં(Candidates in final preparations for election campaign) લાગી ગયા છે. ભાજપે ઉમેદવારોના સમર્થમ માટે કેન્દ્રીય નેતૃત્વને મેદાને ઉતાર્યું છે. ત્યારે ભાજપના પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે પાટણમાં(patan legislative assembly) કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા(Jayanarayan Vyas supports Congress candidate)હાકલ કરી હતી.

જયનારાયણ વ્યાસે પાટણમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા હાકલ કરી

author img

By

Published : Nov 27, 2022, 6:07 PM IST

પાટણ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના(gujarat legislative assembly 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ચૂંટણી પ્રચારને લઈને ઉમેદવારો અંતિમ તૈયારીઓમાં(Candidates in final preparations for election campaign) લાગી ગયા છે. ભાજપે ઉમેદવારોના સમર્થમ માટે કેન્દ્રીય નેતૃત્વને મેદાને ઉતાર્યું છે. ત્યારે ભાજપના પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે પાટણમાં(patan legislative assembly) કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા(Jayanarayan Vyas supports Congress candidate)હાકલ કરી હતી. તેમના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

જયનારાયણ વ્યાસે પાટણમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા હાકલ કરી

કોંગ્રેસના ઉમેદવારને સમર્થન: પાટણના વામૈયા ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસની જાહેર સભામાં યોજાઈ હતી. સભામાં ભાજપમાંથી છેડો ફાડનાર પૂર્વ આરોગ્ય પ્રધાન ડૉ જ્યનારાયણ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. જાહેર સભા સંબોધી જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી ચંદનજી ઠાકોરે વિકાસલક્ષી કામોને વેગ આપ્યો છે ત્યારે આ ચૂંટણીમાં તેઓને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને અનુરોધ કર્યો હતો.

કોંગ્રેસયુક્ત ભાજપનો ત્યાગ: જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે વર્ષ 1990માં ભારતીય જનતા પાર્ટીમાંથી આ બેઠક ઉપર ચૂંટણી લડી તેઓ જીત્યા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમુક્ત ભારતનું સૂત્ર આપ્યું હતું. પરંતુ હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં મોટાભાગના પ્રધાનો અને આગેવાનો કોંગ્રેસમાંથી આવેલા છે. ત્યારે હવે ભાજપ કોંગ્રેસયુક્ત બની છે માટે આવી ભેળસેળવાળી પાર્ટીનો મેં ત્યાગ કર્યો છે. કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું અને ચંદનજી ઠાકોરને સમર્થન આપ્યું છે. ભાજપના પૂર્વ આરોગ્ય પ્રધાનના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

ગેહલોત સાથે મુલાકાત: જયનારાયણ વ્યાસે 20 દિવસ પહેલા ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યું તેના થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના CM અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના સિધ્ધપુર બેઠક પરથી ઉમેદવારી કરશે એવી ચર્ચા હતી. જોકે, વ્યાસે ગેહલોત સાથેની તેમની મુલાકાત બાદ માત્ર એટલું જણાવ્યું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.