રાજકોટ હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ની સાથે લગ્નગાળો પણ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજકોટમાં ક્રિષ્ના યુવા ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન ( Mass wedding in Rajkot ) કરવામાં આવ્યું હતું. જેમાં આઠ જેટલા દંપતિઓએ ચૂંટણીમાં મતદાન કરવાનો સંકલ્પ ( Couples decided to vote ) કર્યો હતો. તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી. જ્યારે સમૂહ લગ્નમાં આ પ્રકારે મતદાન જાગૃતિ ( Voting awareness ) અંગેની પહેલ સામે આવતા તે ચર્ચાનો વિષય બની હતી.
મતદાન કરવા અપીલ આ સમૂહ લગ્નનું આયોજન રાજકોટના પૂર્વ કોર્પોરેટર એવા વિજય વાંક દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રકારે દંપતિઓએ મતદાન કરવાના સંકલ્પ ( Couples decided to vote ) કર્યા હતા. જ્યારે અન્ય લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી હતી.
મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો સમૂહ લગ્નમાં લગ્નના દંપતિઓએ પોતે તો મતદાન કરવાનો સંકલ્પ ( Couples decided to vote ) કર્યો હતો. પરંતુ આ દંપતીઓએ લગ્નમાં આવેલા તમામ લોકોને પણ મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો. જ્યારે રાજકોટમાં સમૂહ લગ્નમાં મતદાન જાગૃતિ સંદેશ ( Voting awareness ) ની ઘટના પ્રથમ વખત સામે આવી હોય તેવું લાગી રહ્યું છે.
વધુમાં વધુ મતદાનની કોશિશ ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યા છે. એવામાં રાજકોટમાં સમૂહ લગ્નમાં મતદાન જાગૃતિ ( Voting awareness ) અંગેના મેસેજ જોવા મળતા તે ચર્ચાનો વિષય બની હતી.