ભાવનગર પાલીતાણા 102 વિધાનસભા બેઠક (Gujarat Assembly Elections 2022) પર ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. ભાજપે ઉમેદવાર રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે પણ રિપીટ થિયરી ઉપયોગ કરી છે. પરંતુ કહેવાય છે તેમ ત્રીજો પક્ષ ભળતાની સાથે લડાઈ જામવાની છે. હા આમ આદમી પાર્ટીએ મજબૂત ઉમેદવાર પસંદ કરતાં ત્રણ ઉમેદવારો કદમાં સરખાનો જંગ ખેલાશે.
ત્રણ પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા ક્યાં ક્યાં ઉમેદવાર 102 પાલીતાણા બેઠક (Palitana assembly seat) ઉપર ભાવનગર જિલ્લાની પાલીતાણા 102 વિધાનસભા ઉપર ત્રી પાંખિયા જંગમાં ત્રણ પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે 2017 ના ભીખાભાઇ બારૈયાને ફરી રિપીટ કર્યા છે. જીત મેળવેલા ભીખા FYBAનો અભ્યાસ ધરાવે છે. તાલુકા પંચાયતમાં ચાર ટર્મ જીત મેળવેલી છે. અને 2017 વિધાનસભા પણ જીતી છે. મૂળ ખેતીને રાજકારણ તેમની વ્યવસાય છે. કોંગ્રેસ પોતાના 2017માં હારેલા પરંતુ 2012માં જીત મેળવેલા પ્રવીણ રાઠોડને પુનઃ ઉતાર્યા છે. અગાવ ધારાસભ્ય રહી ચૂકેલા અને ખેતી મૂળ વ્યવસાય કરનાર પ્રવીણભાઈ 10 પાસ છે. તેઓ લોકસભા 2014માં લડ્યા હતા પણ હાર થઈ હતી. આ વર્ષેની 2022ની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી ભળી છે. આમ આદમી પાર્ટી એમ પટેલ સમાજના અને સામાજિક કામગીરી કરનાર ખેડૂત પુત્રને ટીકીટ આપી છે. હીરા સહિત અન્ય નાના મોટા વ્યવસાયો સુરતમાં તેઓ ધરાવે છે. પાલીતાણામાં નામના ધરાવનાર ઝે પી ખેની અને ભીખાભાઇ તેમજ પ્રવીણભાઈ રાઠોડ દરેક રીતે રાજકીય કક્ષાએ મોટું કદ ધરાવે છે. આ બેઠક પર ખરાખરીનો જંગ જરૂર ખેલાશે.
ભાજપે 5 વર્ષ શાસન કર્યું 102 પાલીતાણા બેઠકમાં (Palitana assembly seat) કેમ જામશે જંગ પાલીતાણા જૈન તીર્થનગરી સાથે ખેતી ધરાવતો તાલુકો છે. પાલીતાણામાં ભાજપે 5 વર્ષ શાસન કર્યું. પણ વિકાસના નામે કેન્દ્ર સરકારના કરેલા કામો છે. જ્યારે કોંગ્રેસ પોતાની બેઠક ગુમાવી દીધા બાદ પોતાની સત્તા મેળવવા ગામડે ગામડે બેઠકો શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી ઉમેદવારના કદ અને બાકી કેજરીવાલના દિલ્હી અને ભગવંત માનના શાસનના કામો ગણાવી ફ્રી મુદ્દાઓ મૂકી રહી છે. પાલીતાણા જૈનતીર્થનગરી હોવા છતાં આખે ઉડીને વળગે તેવો વિકાસ જોવા મળતો નથી. તાલુકામાં માત્ર ખેતી વ્યવસાય છે ત્યારે ખેડૂતોના પ્રશ્નો હાવી જરૂર થશે.
મતદારોની સંખ્યા જ્ઞાતિ સમીકરણ 102 પાલીતાણામાં (Palitana assembly seat) અને મતદારો ભાવનગર 102 પાલીતાણા બેઠક પર જોવામાં આવે તો કોળી સમાજના મતદારો વધુ છે. ભાજપ કોંગ્રેસ બન્નેના ઉમેદવાર કોળી સમાજમાંથી આવે છે. આથી મતોનું વિભાજન થશે તો આપના ઉમેદવાર પટેલ સમાજના હોવાથી તેના મતો મોટી સંખ્યામાં આપ બાજુ વળી શકે છે. ત્યારે જુઓ મતદારોની સંખ્યામાં કોળી સમાજ 40,320, ક્ષત્રિય સમાજ 45,327, પટેલ સમાજ 35,890, મુસ્લીમ સમાજ 25,920,બ્રાહ્મણ સમાજ 22,799, ઓ બી સી સમાજ 35,811,દલિત સમાજ 22,151 અને અન્ય 49,678 સામે આવેલા છે જ્યારે કુલ મતદારો બેઠક પર 2017 પ્રમાણે 2,47,040 છે. આ બેઠક પર કોંગ્રેસે હાર મેળવી ત્યારે 2017માં 15 ઉમેદવાર હતા જેમાં 7 અપક્ષ હતા અને કુલ મતદાન 60 ટકા થયું હતું. હવે 2012માં કોંગ્રેસ જીતી આ બેઠક ત્યારે મતદાન 71 ટકા થયું હતું. અને ઉમેદવાર માત્ર 6 હતા. આમ મતોનું વિભાજન કરવા મોટા પક્ષો અપક્ષો ઉભા રાખી હાર જીત નક્કી કરતા હોય છે પરંતુ આ વર્ષની ચૂંટણીમાં ખેડૂતોનો ઝુકાવ કઈ બાજુ રહેશે તે જોવાનું રહેશે.