ETV Bharat / assembly-elections

ગુજરાતમાં ભાજપે 7 બળવાખોર નેતાઓને કર્યા સસ્પેન્ડ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat assembly Election 2022) તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ રાજ્યમાં રાજકીય ગતિવિધી વધી રહી છે. ભાજપે બળવાખોર ઉમેદવારોની સામે સસ્પેન્ડ કર્યાં છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (CR Patil) પક્ષ સામે બળવો કરનાર 7 નેતાઓને હાંકી કાઢ્યા છે.

ગુજરાતમાં ભાજપે 7 બળવાખોર નેતાઓને સસ્પેન્ડ કર્યા
bjp-suspended-7-rebel-leaders-in-gujarat-independent-candidature-was-registered-without-getting-ticket
author img

By

Published : Nov 20, 2022, 7:22 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly Election 2022)ને લઈને ભારે માહોલ ખૂબ જ ગરમ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 27 વર્ષથી સરકાર ચલાવી રહેલા ભાજપ (bhartiya janta party)ની કામગીરી પર સૌની નજર ટકેલી છે. ભાજપ પોતાનો ગઢ બચાવવા સફળ રહે છે કે કોંગ્રેસનો (indian national congress) વનવાસ પૂરો થશે કે પછી નવો આવેલો ત્રીજો પક્ષ કેટલી સીટ જીતશે તેના પાર સૌની નજર છે. જો કે આ વખતે ભાજપનો ખેલ બગાડવા અનેક બળવાખોર (rebel leaders) નેતાઓ સામે આવ્યા છે. ભાજપે હવે બળવાખોરો સામે કડક કાર્યવાહી કરી (taken strict action against the rebels) છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (BJP State President CR Patil) પક્ષ સામે બળવો કરનાર 7 નેતાઓને હાંકી કાઢ્યા છે.

અપક્ષની ઉમેદવારી નોંધાવનાર આ નેતાને કર્યા સસ્પેન્ડ: આ નેતાઓએ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મધુ શ્રીવાસ્તવ, અરવિંદ લાડાણી, દિનુ પટેલ, હર્ષદ વસાવા અને ધવલ સિંહ ઝાલા જેવા 7 લોકોનાં નામ છે, જેઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પાર્ટી વિરુદ્ધ કામ કરવા બદલ પ્રદેશ અધ્યક્ષે તેમને બહારનો રસ્તો બતાવ્યો છે.

સસ્પેન્ડ થયેલા નેતા:

નર્મદા નાંદોદના હર્ષદભાઈ વસાવા

જૂનાગઢ કેશોદના અરવિંદભાઈ લાડાણી

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના છત્રસિહ ગુંજારિયા

વલસાડ પારડીના કેતનભાઈ પટેલ

રાજકોટ ગ્રામ્યના ભરતભાઈ ચાવડા

ગીર સોમનાથ વેરવાળના ઉદયભાઈ શાહ

અમરેલી રાજુલના કરણભાઈ બારૈયાને કરાયા સસ્પેન્ડ

અપક્ષ ઉમેદવારી નોંધાવી: ભાજપના અનેક નેતાઓએ પક્ષમાંથી ટિકિટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આમાં ઘણા ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો પણ સામેલ છે. પક્ષમાંથી હકાલપટ્ટી બાદ અરવિંદ લાડાણીએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પ્રદેશ પ્રમુખને સમજાવ્યા બાદ પણ તેમણે ઉમેદવારી પાછી ખેંચી નથી. વાઘોડિયાથી ભાજપની ટિકિટ પર 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતાં તેમણે પણ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઝંપલાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.